બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / POCSO enacted not to punish minors in consensual relations, says HC

યૌન શૌષણ કેસ / સહમતિથી સેક્સ સંબંધ બાંધનાર સગીરોને POCSO હેઠળ ગુનેગાર ન ઠેરવી શકાય- હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Hiralal

Last Updated: 02:58 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જણાવ્યું કે POCSO કાયદો સગીરોના સહમતિથી બાંધેલા સંબંધો માટે તેમને સજા કરવા અને અપરાધી સાબિત કરવા માટે નથી બનાવાયો.

  • POCSO કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • સહમતિથી બાંધેલા રોમેન્ટિક સંબંધોમાં POCSO લાગુ ન પડે
  • બળજબરીથી બાંધવામાં આવેલા સંબંધોમાં POCSO લાગુ પડે 

બાળકોને યૌન હુમલાથી બચાવવા માટે લાગુ પાડવામાં આવેલા POCSO કાયદાને લઈને બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સગીર પર રેપના આરોપી 22 વર્ષીય યુવકને છોડી મૂકતાં બોમ્બે હાઈકોર્ટે એવી ટીપ્પણી કરી કે સંમતિપૂર્ણ રોમેન્ટિક સંબંધો માટે સગીરોને સજા અને ગુનાહિત બનાવવા માટે પોક્સો એક્ટ બનાવવામાં આવ્યો નથી.

બાળકોને યૌન હુમલાથી બચાવવા બનાવાયો પોક્સો, સંમતિવાળી સંબંધો માટે નહીં 
જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું કે તે સાચું છે કે આ કેસમાં પીડિતા સગીર હતી, પરંતુ તેનું નિવેદન પ્રથમ દ્રષ્ટિએ બતાવે છે કે આ સંબંધ બંને માટે સંમતિપૂર્ણ હતો. પોક્સો એક્ટ બાળકોને જાતીય હુમલાના ગુનાઓથી બચાવવા બનાવાયો છે, સંમતિથી સંબંધો બાંધતા સગીરોને સજા આપવા પોક્સો એક્ટ નથી બનાવાયો.  

કોર્ટે આરોપીને કેમ છોડી મૂક્યો 
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી, પુરાવાઓનો અભ્યાસ કર્યો અને કહ્યું કે આરોપી 17 ફેબ્રુઆરી, 2021 થી કસ્ટડીમાં છે. હજુ ટ્રાયલ શરૂ થઈ નથી. ઘણા બધા કેસ પેન્ડિંગ છે તે જોતાં તરત જ ટ્રાયલ શરૂ થવાની શક્યતા ઓછી છે એમ કહી શકાય. આરોપીને વધુ કસ્ટડીમાં રાખીને, તે ભયાનક ગુનેગારો સાથે જોડાશે જે તેના હિત માટે હાનિકારક હશે. સાથે જ કોર્ટે ચાર શરતોને અધીન રહીને આરોપીને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.

શું બની હતી ઘટના 
કોર્ટ ઈમરાન શેખ નામના એક યુવક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. ઇમરાનની મુંબઇ પોલીસે એક સગીરાના અપહરણ અને બળાત્કારના મામલે ધરપકડ કરી હતી. સગીરાની માતાની ફરિયાદ પરથી યુવક સામે આઈપીસીની કલમ 363, 376 અને પોક્સો એક્ટની કલમ 4 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ મુજબ સગીરા 27 ડિસેમ્બર, 2020 ના રોજ ઘરેથી નીકળી ગઈ હતી જે પછી બે-ત્રણ દિવસ તેની સહેલીના ઘેર રહી હતી. આરોપ છે કે એક રાત્રે આરોપીએ સગીરા  બિલ્ડિંગની છત પર બોલાવી અને તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ