બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / pm modi visit to ramnath kovind village paraukh up kanpur president breaks protocol

મોભો / PM મોદી રાષ્ટ્રપતિના વતનમાં કેમ બોલ્યા કે મને શરમ આવી ગઈ, પછી લોકોએ તાળીઓ પાડી

Mayur

Last Updated: 07:25 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં ગામ PM MODI મહેમાન બન્યા હતા. તેમણે એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં તેઓને શરમ આવી ગઈ હતી.

  • કાનપુરમાં બે દિગ્ગજ નેતાઓની હાજરી
  • રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી પહોંચ્યા પરૌખ
  • રાષ્ટ્રપતિએ તમામ પ્રોટોકોલ તોડી નાખ્યા 

ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારે ભારતના બે સૌથી ટોચના નેતાઓની એક સાથે હાજરી જોવા મળી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના વતન ગામ પરૌખ પહોંચ્યા હતા. પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત તેઓના ગામમાં પહોંચ્યા હતા.

PM મોદી ચકિત થઈ ગયા 

આ દરમિયાન એક એવી ઘટના બની, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓને શરમ લાગી ગઈ હતી. પીએમ મોદીએ પોતે પોતાના ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે આ ઘટના જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

રાષ્ટ્રપતિએ તમામ પ્રોટોકોલ તોડયા 
 શુક્રવારે એટલે કે 3 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદના ગામ પરૌખ પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ તમામ પ્રોટોકોલ તોડીને પોતાના વતન ગામ પહોંચેલા પીએમને રિસીવ કર્યા હતા. તેઓ ખુદ પીએમ મોદીને લેવા હેલિપેડ પર પહોંચ્યા હતા.

આ ઘટનાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે મહામહિમની આ ઉષ્માથી મને સુખદ આશ્ચર્ય થયું હતું. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો.

એક તરફ બંધારણ હતું અને બીજી બાજુ સંસ્કારો.
પરૌખ ખાતે સભાને સંબોધતા પીએમએ કહ્યું કે આ ગામની માટીમાંથી રાષ્ટ્રપતિને જે મૂલ્યો મળ્યા છે તે આખી દુનિયાએ જોયા છે. મેં જોયું કે એક તરફ બંધારણ હતું અને બીજી બાજુ સંસ્કારો. રાષ્ટ્રપતિજીએ ઓફિસની મર્યાદામાંથી બહાર આવીને મને આશ્ચર્યચકિત કરી દીધો હતો. મને રિસીવ કરવા તેઓ પોતે હેલિપેડ પર આવ્યા હતા. આનાથી મને ખૂબ જ શરમ અનુભવાઈ કારણ કે તેમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને તેમના પદની એક ગરિમા છે. તેઓ એક વરિષ્ઠ પદે બિરાજે છે. 

screen capture: pm modi youtube

PM MODI એ કહ્યું હતું કે મેં રાષ્ટ્રપતિને કહ્યું કે તેમણે આજે મારી સાથે મોટો અન્યાય કર્યો છે. તેના પર રાષ્ટ્રપતિએ કહ્યું કે હું બંધારણની મર્યાદાઓનું પાલન કરું છું, પરંતુ સંસ્કારોની પણ પોતાની તાકાત હોય છે. હું અહીં તમારું સ્વાગત રાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ એક બાળક તરીકે જે અહીં મોટો થયો છે, પરૌખ ગામના નાગરિક તરીકે કરું છું. PM મોદીએ કહ્યું હતું કે આ આપણી સામે એક ઉદાહરણ છે કે ભારતના એક ગામમાં જન્મેલો સૌથી ગરીબ વ્યક્તિ પણ વડાપ્રધાન, રાજ્યપાલ કે મુખ્યમંત્રી બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ