આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.
પિતૃપક્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે
શ્રાદ્ધ, દાન અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે
પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
પિતૃપક્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ દરમિયાન શ્રાદ્ધ, દાન અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ તેમના પ્રત્યે આદર પણ વ્યક્ત કરવામાં આવે છે. શુક્રવારે, 29 સપ્ટેમ્બર 2023થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે, જે 14 ઓક્ટોબરના રોજ શનિવારે પૂર્ણ થશે. 29 સપ્ટેમ્બરે બપોરે 03:26 વાગ્યા સુધી ભાદરવી પૂનમ છે.
પિતૃપક્ષમાં તિથિનું મહત્ત્વ
પિતૃપક્ષ શરૂ થાય ત્યારે દરેક દિવસની એક તિથિ હોય છે. તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે દ્વિતિયા શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર એટલે કે, પિતૃપક્ષમાં શ્રાદ્ધની દ્વિતિયા તિથિ છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે તર્પણ, પિંડદાન કરવામાં આવે છે.
પિતૃપક્ષમાં કરો ઉપાય
પિતૃપક્ષ દરમિયાન સ્નાન, દાન અને તર્પણનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન જાણકાર વ્યક્તિ દ્વારા જ શ્રાદ્ધ અથવા પિંડદાન વગેરે ફક્ત કરાવવું જોઈએ. કોઈપણ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને અન્ન, પૈસા કે વસ્ત્રોનું દાન કરો. આ પ્રકારે કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પૂર્વજોની મૃત્યુની તિથિ અનુસાર પિતૃપક્ષમાં શ્રાદ્ધ અથવા પિંડ દાન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોની મૃત્યુની તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે સર્વપિતૃનું શ્રાદ્ધ કરી શકાય છે. આ પ્રકારે કરવાથી પણ ફળ પ્રાપ્ત થાય છે.