બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PG resident doctors strike from today in gujarat news

હડતાળ / ગુજરાતની મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આંદોલનના માર્ગે, સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ, જાણો શું છે માંગ

Dhruv

Last Updated: 10:43 AM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોન્ડની માંગને લઇને રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર. કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે.

  • રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર
  • બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબોનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ
  • નિર્ણય નહીં આવે તો આવતીકાલથી ઇમરજન્સી, કોવિડ ડ્યુટીનો પણ કરશે બહિષ્કાર

રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. જો રેસિડેન્ટ તબીબોની માંગને લઇને કોઇ નિર્ણય નહીં આવે તો આવતી કાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.

2019ની બેંચના સિનિયર તબીબોની કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ

2019ની બેંચના સિનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2020માં કોરોના હતો તે સમયે સિનિયર રેસિડેન્ટ તબીબોએ કોવિડમાં સેવા આપી હતી. 2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને સરકારે બોન્ડમાં ગણીને રાહત આપી હતી. આ સમયગાળા દરમિયાન 2019ની બેંચના તબીબોએ પણ કોવિડ કામગીરી કરી હતી.

2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણી સરકારે રાહત આપી હતી

વધુમાં જણાવી દઇએ કે, વર્ષ 2019ની બેંચના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા તેમની 36 મહિનાની રેસીડેન્સીમાંથી સૌથી વધુ 17 મહિના કોવિડની સેવામાં આપી હોવાથી તેઓને પણ બોન્ડ સેવામાં રાહત મળે તેવી માંગ કરી હતી. એ માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે રેસિડેન્ટ તબીબોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જેથી બુધવારે આજ રોજ સવારના 11 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી કામગીરીથી અળગા રહેશે. જેના લીધે સિવિલ હોસ્પિટલમાં OPDમાં સારવાર માટે આવતા દર્દીઓએ હાલાંકીનો સામનો કરવો પડશે. જ્યારે ઈમરજન્સી સેવા યથાવત રહેશે.

જાણો શું છે હોય છે આ બોન્ડ?

તબીબોએ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ બાદ 1 વર્ષ હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે
અભ્યાસ બાદ સરકાર ઈચ્છે ત્યાં 1 વર્ષ માટે તબીબોએ ડ્યૂટી કરવાની હોય છે
સિનિયર તબીબોએ કોરોનામાં કામ કર્યું હતું તે સમયે તેમનો અભ્યાસક્રમ છૂટ્યો હતો
અધૂરો અભ્યાસક્રમ પૂરો થઇ શકે તે માટે સિવિલમાં 1 વર્ષ કામ કરવાની મંજૂરી આપવાની તબીબોની માંગ
અત્યારે અભ્યાસ પૂર્ણ થતા સરકાર 1 વર્ષ માટે સિનિયર તબીબોને અન્ય સ્થળે ડ્યૂટી આપી રહી છે
આ સિનિયર તબીબોએ 2019 અને 2020ની બેંચમાં કોરોના ડ્યૂટી કરી હતી
ડોક્ટરોની માંગ છે કે બોન્ડને સિનિયર રેસિડન્ટ ડોક્ટરોમાં ગણવામાં આવે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ