બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 10:22 AM, 14 March 2024
ફિનટેક કંપની Paytm પર સંકટના વાદળો છવાઈ ગયા છે અને એ વાત તો જાણીતી જ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર બિઝનેસ પ્રતિબંધ લાદી દીધો હતો. આવી સ્થિતિમાં આ કંપની પાર્ટનર બેંકની શોધમાં હતી. હવે પાર્ટનર માટે Paytmની શોધ પૂરી થઈ ગઈ છે.
ADVERTISEMENT
આખરે, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI એ Paytm ની પેરન્ટ કંપની One 97 Communications સાથે હાથ મિલાવ્યા છે. હવે Paytm SBI સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) બની શકશે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Paytm એ એક્સિસ, યસ અને HDFC બેંક સાથે TPAP પાર્ટનરશિપ માટે પહેલાથી જ પગલાં ભર્યા છે. અહેવાલો અનુસાર, આ બેંક Paytm સાથે ભાગીદારીમાં સૌથી આગળ છે. ગયા મહિને પેટીએમની પેરેન્ટ કંપની 97 કોમ્યુનિકેશને તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેંકને આપ્યું હતું. કંપનીએ BSEને પણ આ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં, તમે RBI દ્વારા આપવામાં આવેલી 15 માર્ચની સમયમર્યાદા પછી પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકશો.
સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI પણ 15 માર્ચ સુધીમાં Paytmને TPAP લાઇસન્સ આપી શકે છે. આ લાઇસન્સ મળ્યા પછી, Paytm ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી UPI નો ઉપયોગ કરી શકશે. રિપોર્ટ્સ અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંકે માર્ચ 15 પછી કામગીરી બંધ કરવી પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. Paytm ને અંતિમ તારીખ પહેલા TPAP લાયસન્સ મળશે.
વધુ વાંચો : Google Chrome યુઝર્સને સરકારી એલર્ટ, તાત્કાલિક કરી લેજો આ કામ, સિક્યોરીટીમાં ખામી આવી
TPAP એ NPCI અને ભાગીદાર બેંકોની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ સિવાય ટ્રાન્ઝેક્શન વિશેનો ડેટા RBI અને NPCI સાથે શેર કરવાનો રહેશે. ભારતમાં TPAP લાઇસન્સ Amazon Pay, Google Pay, MobiKwik અને WhatsApp સહિત 22 કંપનીઓ પાસે છે. જણાવી દઈએ કે UPI સેક્ટરમાં કામ કરતી મોટાભાગની કંપનીઓના પાર્ટનર એક્સિસ બેંક છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.