બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / Pathaan will be released in gujarat without any protest, annouces VHP
ADVERTISEMENT
બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, બૉયકોટ બોલિવૂડના નારા સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ફિલ્મની રીલીઝના એક દિવસ પહેલા જ VHP દ્વારા વિરોધ પાછો ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બોલ્ડ સીન હટાવી દેવામાં આવ્યા છે: VHP
પઠાન ફિલ્મની રીલીઝ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ ( VHP ) ગુજરાત ક્ષેત્ર મંત્રીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી, અશોક રાવલે જણાવ્યું હતું કે પઠાન ફિલ્મમાં ઘણા વાંધાજનક અશ્લીલ દ્રશ્યો હતા, જેને લઈ અમારો વિરોધ હતો કે આવી ફિલ્મ રજૂ ન થવી જોઈએ. પરંતુ સમગ્ર હિન્દુ સમાજની માંગને ધ્યાને લઈ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં 40 થી 45 જેટલા વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા છે. જેને લઈ આવતીકાલે રીલીઝ થનાર ફિલ્મનો હવે કોઈ વિરોધ નથી, ફિલ્મમાં કપડાના કલર અને મોટા ભાગે બોલ્ડ સીન દૂર કરી દેવામાં આવ્યા છે. લોકો પણ સામાન્ય વિવેકબુદ્ધિ વાપરી ફિલ્મ જોવા જાય, અને સેન્સર બોર્ડને ટકોર કરવામાં આવી છે કે આવા સીન પહેલેથી જ દૂર કરી દેવા જોઈએ, ભવિષ્યમાં પણ ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા સેન્સર બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડના નિર્ણયને લઈ સમગ્ર હિન્દુવાદની જીત છે.

ADVERTISEMENT
હાલમાં જ આસામના CMએ પણ પઠાન ફિલ્મને સુરક્ષા આપવાનું એલાન કર્યું હતું
દેશના અનેક રાજ્યોમાં એક સાથે હિન્દુ સંગઠનો દ્વારા પઠાનનો વિરોધ કરવામાં આવ્યો હતો, અનેક ફાયરબ્રાન્ડ નેતાઓ તથા સંતો દ્વારા આ મુદ્દે નિવેદનો આપવામાં આવ્યા હતા. આસામમાં પણ વિરોધને લઈને જ્યારે આસામના મુખ્યમંત્રી હિમ્નતા બિસ્વા સરમાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે કોણ શાહરુખ ખાન? હું નથી ઓળખતો. બાદમાં બીજા દિવસે તેમણે જ ટ્વિટ કરીને માહિતી આપી કે શાહરુખ ખાને રાતે બે વાગ્યે ફિલ્મના વિરોધને લઈને ફોન પર ચિંતા વ્યક્ત કરી છે, હું કાયદો અને વ્યવસ્થાને લઈને આશ્વાસન આપું છું.
વધુ માહિતી માટે ક્લિક કરો: ભાજપના CMએ કહ્યું હું શાહરુખ ખાનને નથી ઓળખતો, પછી રાતે 2 વાગ્યે શાહરુખે કર્યો ફોન, તો બોલ્યાં-સુરક્ષા આપીશું
ADVERTISEMENT
હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા ગયા હતા ગુજરાતનાં થિયેટર માલિકો
નોંધનીય છે કે ગુજરાતમાં ભારે વિરોધને જોતાં ગુજરાતનાં થિયેટર માલિકો પણ કાયદો અને વ્યવસ્થાને લઈને ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવા ગયા હતા અને તે સમયે પણ સંઘવી દ્વારા તમામ લોકોને સુરક્ષાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
PM મોદીએ નેતાઓને કરી હતી ટકોર
નોંધનીય છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારો દરમિયાન પણ દેશના વડાપ્રધાન મોદી દ્વારા ભાજપના નેતાઓને ટકોર કરવામાં આવી હતી કે બોલિવૂડની તમામ ફિલ્મો પર કોમેન્ટ કરવી જરૂરી છે? આ ટકોરની અસર પણ ભાજપના મોટા ગજાના નેતાઑ પર પડી હતી.
યોગી આદિત્યનાથને સુનિલ શેટ્ટીએ કરી હતી અપીલ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે મુંબઈના પ્રવાસે ગયા ત્યારે તેમણે બોલિવૂડના અનેક કલાકારો સાથે મુલાકાત કરી હતી, આ મીટિંગ દરમિયાન અભિનેતા સુનિલ શેટ્ટીએ યોગીને અપીલ કરી હતી કે બોલિવૂડના તમામ એક્ટર ખરાબ નથી હોતા. બધા ડ્રગ્સ નથી લઈ રહ્યા, બૉયકોટ બોલિવૂડ બંધ થવું જોઈએ. આટલું જ નહીં સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે તમે PM મોદીને પણ આ સંદેશ પહોંચડો.
ADVERTISEMENT
વધુ માહિતી માટે ક્લિક કરો: સુનિલ શેટ્ટીએ CM યોગીને કહ્યું, તમે કહેશો તો બૉયકોટ બોલિવૂડ બંધ થઈ શકે છે, બધા ડ્રગ્સ નથી લેતા
શું હતો સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે સૌથી પહેલા પઠાન ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ જ્યારે રીલીઝ કરવામાં આવી ત્યારે અભિનેત્રી દિપીકા પાદુકોણની બિકિનીના રંગને લઈને વિવાદ ભડક્યો હતો. લોકોએ કહ્યું હતું કે જાણી જોઈને બિકિનીનો રંગ ભગવો રાખવામાં આવ્યો છે અને તે હિન્દુ ધર્મનું અપમાન છે. જોકે આ પહેલેથી જ ટ્વિટર સહિતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પઠાનનો બૉયકોટ કરાશે તેવા હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા હતા, આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ ગઈ તે બાદથી જ લોકો કહી રહ્યા હતા કે હવે શાહરુખ ખાનની ફિલ્મ ફ્લોપ કરાવવામાં આવશે.
Hold on tight, the ride is about to get bumpy! #55DaysToPathaan
— Pathaan (@PathaanTheFilm) December 1, 2022
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/QdfcKo20x3
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.