બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sunil Shetty told CM Yogi, If you say boycott Bollywood can stop, not everyone takes drugs
ADVERTISEMENT
બોલિવૂડનો પર જઅને છેલ્લા ઘણા સમયથી સંકટના વાદળો છવાયેલા હોય છે એવું લાગી રહ્યું છે. કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોલિવૂડને લઈને નકારાત્મકતાની લહેર જોવા મળી રહી છે અને છેલ્લાં 2-3 વર્ષમાં આ લહેરમાં ઘણી હિંદી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. વર્ષ 2022માં આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'થી લઈને અક્ષય કુમારની 'રક્ષા બંધન', 'દોબારા' અને 'લાઈગર' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલિવૂડના લોકો અને હિન્દી ફિલ્મો પ્રત્યે લોકોમાં એટલો ગુસ્સો છે કે હવે ફિલ્મનું નામ સાંભળતા જ લોકો તેની સામે બૉયકોટનો ટ્રેન્ડ શરૂ કરી દે છે.
आज मुंबई में फिल्म जगत से जुड़े लोगों के साथ 'नए उत्तर प्रदेश' में फिल्म क्षेत्र से संबंधित विभिन्न बिंदुओं पर सार्थक चर्चा हुई।
— Yogi Adityanath (@myogiadityanath) January 5, 2023
सभी का हृदय से धन्यवाद! pic.twitter.com/oiFsGKsfFC
ADVERTISEMENT
વર્ષ 2022માં અનેક મોટા બજેટની હિન્દી ફિલ્મો ફ્લોપ થઈ હતી અને નવા વર્ષ પર, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ગીત 'પઠાણ'માં કેસરી રંગની બિકીનીને લઈને દેશના ઘણા ભાગોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકો હાલ આ ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે સુનીલ શેટ્ટીએ સીએમ યોગીને મદદ માટે વિનંતી કરી છે.
ADVERTISEMENT
યોગી આદિત્યનાથ પાસે બૉયકોટ ટ્રેન્ડને બંધ કરાવવા માટે મદદ કરવા વિનંતી કરી
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તાજેતરમાં બોલિવૂડની ઘણી હસ્તીઓને મળ્યા હતા, જેમાં સુનીલ શેટ્ટી, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, સોનુ નિગમ અને બોની કપૂરનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં એક ફિલ્મ સિટી બનાવવામાં આવી રહી છે અને આ વિશે યોગી આદિત્યનાથે ફિલ્મ સ્ટાર્સ સાથે વાત કરી હતી અને એ દરમિયાન સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથને બોલીવુડ સામેના બૉયકોટ ટ્રેન્ડને બંધ કરવા માટે મદદ કરવા વિનંતી કરી હતી. આ સમયે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે કે બોલિવૂડમાંથી બોયકોટનું ટેગ હટાવવું ખૂબ જ જરૂરી છે જેથી તેની કલંકિત છબીને સુધારી શકાય.
'બોલિવૂડ પરના બૉયકોટનો ટેગ હટવો જરૂરી
સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરતા કહ્યું હતું કે 'બૉલીવુડ પર લાગેલ આ બોયકોટ હેશટેગ હટાવવું ખૂબ જ જરૂરી છે. અમુક લોકો ખરાબ હોય શકે છે પણ બધા એવા નથી હોતા. અમારી વાર્તાઓ અને સંગીત આપણને વિશ્વ સાથે જોડે છે અને એ માટે આ કલંકને દૂર કરવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
'99% બોલિવૂડ ડ્રગ્સ નથી લેતું '
સુનીલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, 'બોલિવૂડના 99 ટકા લોકો ડ્રગ્સ લેતા નથી. અમે બધા સખત મહેનત કરી છીએ અને તેમના કામને લોકો સુધી લઈ જવા માટે જરૂરી છે કે બૉયકોટ ટૅગ હટાવીને બૉલીવુડની કલંકિત છબીને સુધારવી જોઈએ. ટોપલીમાં એક સડેલું સફરજન હોય શકે પણ બધા એવા નથી હોતા. મહેરબાની કરીને આ સંદેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પહોંચાડો.
Hashtag 'BoycottBollywood' can stop with your help. Imp to convey that we've done good work. There can be one rotten apple. 99% of us don't indulge in wrong things. We've to change this perception. If you take lead and also talk to PM, it will a difference: Suniel Shetty to UP CM pic.twitter.com/wlSlZmgOol
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 5, 2023
ADVERTISEMENT
બોયકોટ ગેંગના નિશાના પર ફિલ્મ 'પઠાણ'
જણાવી દઈએ કે હવે આ બોયકોટ ગેંગનું નિશાન શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ છે, જેનું 'બેશરમ ગીત' હાલ વિવાદમાં છે. કેટલાક સંગઠનો આ ગીતને 'પઠાણ'માંથી હટાવવાની માંગ કરી રહ્યા છે, જો ગીત હટાવવામાં ન આવ્યું તો ફિલ્મની રિલીઝ રોકવાની ધમકી પણ આપી રહ્યા છે. કેટલાક લોકોનો દાવો છે કે દીપિકાએ 'બેશરમ રંગ' ગીતમાં ભગવા રંગની બિકીની પહેરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે અને મેકર્સે જાણી જોઈને આવું કર્યું છે.
ADVERTISEMENT
બોલિવૂડમાં બોયકોટનો ટ્રેન્ડ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ બોલિવૂડ ફિલ્મોના બોયકોટનો ટ્રેન્ડ જોર પકડ્યો છે. વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. અભિનેતાના ચાહકોએ એમના મૃત્યુ માટે બોલિવૂડના કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાનો ગુસ્સો પણ કાઢ્યો હતો. સુશાંતના મૃત્યુ કેસમાં ડ્રગ્સ એન્ગલ આવ્યા પછી પરિસ્થિતિએ વધુ ભયંકર વળાંક લીધો હતો અને પરિણામે અઢી-ત્રણ વર્ષથી લોકો બોલિવૂડ સામે બૉયકોટ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.