ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Papmochani ekadashi committed sin by mistake will able to attain salvation

આસ્થા / પાપમાંથી મુક્ત થવું છે? તો આવનારી એકાદશીએ અપનાવો આ ઉપાય, મળશે મુક્તિ

Published By: Arohi

Last Updated: 03:44 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Papmochani Ekadashi 2024: 5 એપ્રિલે પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે.

ADVERTISEMENT

આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. દર મહિનામાં બે એકાદશી વ્રત રાખવામાં આવે છે. એક કૃષ્ણપક્ષમાં તો બીજુ શુક્લ પક્ષમાં. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ત્યાં જ માન્યતા છે કે ચેત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહે છે. આ દિવસે વ્રત કરીને તુલસી પૂજા કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી બધા પ્રકારના પાપ બ્રહ્મ હત્યા, ભોગ-વિલાસ, મદ્યપાન વગેરે નષ્ટ થઈ જાય છે. 

5 એપ્રિલે પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશી પર તુલસી પૂજનનું પણ ખાસ મહત્વ છે. 

ક્યારે છે એકાદશી તિથિ? 
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 4 એપ્રિલ સાંજે 4.16 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તિથિનું સમાપન 5 એપ્રિલ બપોર 2.55 મિનિટ પર થશે. ઉદયા તિથિને માનતા પાપમોચની એકાદશીનું વ્રત 5 એપ્રિલે રાખવામાં આવશે આ દિવસે તુલસી પુજાનું ખાસ મહત્વ છે. માટે તુલસી પૂજનનું શુભ મુહૂર્ત 5 એપ્રિલે 11.48થી 12.38 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્ત અભિજીત મુહૂર્ત છે. 

વધુ વાંચો: બુધ વક્રી આ રાશિના જાતકોને અપાવશે ધનલાભનો યોગ, આ તારીખ સુધી ભાગ્ય ચમકેલું રહેશે

પાપમોચની એકાદશીના દિવસે કરો આ ઉપાય 
જો જીવનમાં ભૂલથી તમારાથી કોઈ પાપ થઈ ગયો છે તો પાપમોચની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરી સંધ્યાના સમયે ગાયના ઘીનું ચૌમુખી દીવો કરો. સાથે જ વિષ્ણુ ભગવાનને સહસ્ત્રનામનો જાપ કરો. જો એવું કરો છો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહેશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ekadashi Lord Vishnu Maa Lakshmi Papmochani Ekadashi 2024 એકાદશી પાપમોચની એકાદશી Papmochani Ekadashi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ