બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / padmini ekadashi 2023 brahm and indra yog puja vidhi shubh muhurt and upay

ધર્મ / આવતીકાલે અધિક માસની અગિયારસ: બ્રહ્મ-ઈન્દ્ર યોગમાં ઉજવાશે પદ્મિની એકાદશી, જાણી લો વિધિ અને ઉપાય

Manisha Jogi

Last Updated: 11:36 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે અધિક માસ હોવાને કારણે કુલ 26 અગિયારસ રહેશે. અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે.

  • અધિક માસ હોવાને કારણે કુલ 26 અગિયારસ
  • આવતીકાલે અધિક માસની અગિયારસ
  • પદ્મિની અગિયારસના રોજ સવારે સ્નાન કરીને પૂજાનો સંકલ્પ લો

વર્ષમાં કુલ 24 અગિયારસ હોય છે, પરંતુ અધિક માસમાં અગિયારસની સંખ્યા વધી જાય છે. આ વર્ષે અધિક માસ હોવાને કારણે કુલ 26 અગિયારસ રહેશે. અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. જેનું પાલન કરવાથી યજ્ઞ, વ્રત અને તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જીવનના તમામ સંકટ દૂર થાય છે. આ વર્ષે 29 જુલાઈના રોજ પદ્મિની અગિયારસ છે. 

પદ્મિની અગિયારસ
હિંદુ પંચાંગ અનુસાર 28 જુલાઈના રોજ બપોરે 02:51 વાગ્યે પદ્મિની અગિયારસ શરૂ થશે અને 29 જુલાઈના રોજ બપોરે 01:05 વાગ્યે પૂર્ણ થશે. સૂર્યોદયના આધારે આ વ્રત 29 જુલાઈના રોજ રાખવામાં આવશે. 

પદ્મિની અગિયારસ શુભ યોગ
આ વર્ષે પદ્મિની અગિયારસના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે બ્રહ્મ અને ઈંદ્ર યોગ રહેશે. 28 જુલાઈના રોજ સવારે 11:56 વાગ્યાથી 29 જુલાઈના રોજ સવારે 09:34 વાગ્યા સુધી બ્રહ્મ યોગ રહેશે. 29 જુલાઈના રોજ સવારે 09:34 વાગ્યાથી 30 જુલાઈના રોજ સવારે 06:33 વાગ્યા સુધી ઈન્દ્ર યોગ રહેશે. 

પદ્મિની અગિયારસ પૂજા વિધિ
પદ્મિની અગિયારસના રોજ સવારે સ્નાન કરીને પૂજાનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરો. રાત્રે ચાર પહરની પૂજા કરો. પહેલા પહોરમાં નારિયેળથી ભગવાનની પૂજા કરો. બીજા પહોરમાં બિલીપત્રથી ભગવાનની પૂજા કરો. ત્રીજા પહોરમાં સીતાફળથી ભગવાનની પૂજા કરો. ચોથા પહોરમાં નારંગી અને સોપારીથી ભગવાનની પૂજા કરો. બીજા દિવસે સવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરો. 

પદ્મિની અગિયારસ સંતાન પ્રાપ્તિ ઉપાય
સંતાન પ્રાપ્તિ માટે પદ્મિની અગિયારસના દિવસે પતિ અને પત્નીએ એકસાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાનને પીળા ફળ-ફૂલ  અર્પણ કરો. ત્યાર પછી "ॐ क्लीं कृष्णाय नमः" મંત્રનો જાપ કરો. હવે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો. જે પણ ફળ અર્પણ કર્યું હોય તે પતિ અને પત્નીએ પ્રસાદ તરીકે ગ્રહણ કરવું. 

પાપ નાશ માટે ઉપાય
પદ્મિની અગિયારસે રાત્રે પૂજાની વ્યવસ્થા કરો. ભગવાનને ઘીનો દીવો કરો. ત્યાર પછી ભગવતગીતાના પાઠ કરો અથવા ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરો. હવે પાપના પ્રાયશ્ચિત માટે પ્રાર્થના કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ