બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Odisha Board Exam 2021: CM Naveen Patnaik directs postponement of class 10, 12 board exams

મહામારી / હવે આ રાજ્યોએ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી, અહીં ધોરણ 1 થી 12 ની સ્કૂલો 15 મે સુધી બંધ

Hiralal

Last Updated: 03:58 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

  • ઓડિશામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ
  •  મુખ્યમંત્રી નવીન પટનાયકે લીધો નિર્ણય 
  • ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ પ્રમોટ થશે 

ઓડિશામાં 3 મે થી 10 અને 12 મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ શરુ થવાની હતી જે 15 મે ના પૂરી થવાની હતી પરંતુ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ઓડિશામાં ધોરણ 9 અને 11 માના વિદ્યાર્થીઓને પણ ઉપરના ધોરણમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો છે.

યુપીમાં 10-12 ની પરીક્ષા રદ, 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો બંધ
યુપી સરકારે પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ મોકૂફ કરી દીધી છે. યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં ધોરણ 1 થઈ 12 ની સ્કૂલો 15 મે સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે. 

પંજાબ-હરિયાણાએ ધોરણ 10 ની પરીક્ષાઓ રદ કરી
પંજાબ અને હરિયાણા સરકારે પણ ધોરણ 10 ની પરીક્ષાઓ રદ કરી છે જોકે ધોરણ 12 ની પરીક્ષાઓ પર કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ પરિસ્થિતિને સમીક્ષા કર્યા બાદ કોઈ નિર્ણય કરવામાં આવશે તેવું જણાવાયું છે. 

મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ થઈ ગઈ 

અન્ય રાજ્યોમાં પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશમાં 24 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર જૂન મહિનામાં બોર્ડની પરીક્ષા લેવા માટે વિચાર કરી રહી છે.

મધ્ય પ્રદેશમાં મોકૂફ થઈ ગઈ પરીક્ષાઓ 

મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસના કહેરના કારણે બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે મોકૂફ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતાં સતત ચિંતામાં વધારો જોવા મળ્યો છે. 

ગુજરાતમાં 30 એપ્રિલ સુધી શાળાઓ લોક 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતાં 30 એપ્રિલ સુધી શાળાઓ સહિતના દરેક શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં કરવામાં આવવાની છે જેમાં વાલીમંડળો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવે. આ સિવાય ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા માટે ઑલ વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ