બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / ODI World Cup schedule announced, have to pay so much rupees to watch the match, know what are the ticket rates

ICC World Cup 2023 / દિલ ગાર્ડન-ગાર્ડન હો ગયા... ODI વર્લ્ડકપ શિડ્યુલ જાહેર, મેચ જોવા ચૂકવવા પડશે આટલાં રૂપિયા, જાણો શું છે ટિકિટના દર

Megha

Last Updated: 09:23 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી મેચ માટે ટિકિટના ભાવની જાહેરાત કરવામાં આવી છે.

  • ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવા જઈ રહ્યો છે
  • કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન સહિત 10 સ્થળોએ રમાશે મેચ 
  • વર્લ્ડ કપ મેચ માટે ટિકિટના ભાવની જાહેરાત કરી 

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન સહિત 10 સ્થળોએ રમાશે. ઈડન ગાર્ડન્સ ખાતે લીગ તબક્કાની કુલ પાંચ મેચો રમાવાની છે જ્યારે એક સેમી ફાઈનલ મેચ પણ અહીં રમાશે.

વર્લ્ડ કપ મેચ માટે ટિકિટના ભાવની જાહેરાત કરી 
એવામાં હવે લાંબી રાહ જોયા બાદ ગયા મહિને ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી હતી. વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે પરંતુ અત્યાર સુધી આઈસીસીએ ટિકિટની કિંમત અને વેચાણ અંગે મૌન સેવ્યું હતું. આ દરમિયાન ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી મેચ માટે ટિકિટના ભાવની જાહેરાત કરી હતી. ઈડન ગાર્ડન્સ ખાતે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ સહિત કુલ 5 મેચ રમાશે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ સોમવારે ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી વર્લ્ડ કપ મેચોની ટિકિટના ભાવની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે અહીં મેચ જોવા માટે દર્શકોએ ઓછામાં ઓછા 650 રૂપિયા ખર્ચવા પડશે.

ભારત vs સાઉથ આફ્રિકા અને સેમિફાઇનલ મેચની ટિકિટ
જણાવી દઈએ કે ભારતે ઈડન ગાર્ડન્સમાં ગ્રુપ સ્ટેજમાંથી એક રમવાનું છે, જેમાં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સાથે થશે. ભારત vs સાઉથ આફ્રિકા અને સેમિફાઇનલ મેચની ટિકિટની કિંમત સમાન છે. આ બે મેચો માટે દર્શકોએ રૂ. 900 (અપર ટાયર), રૂ. 1500 (ડી, એચ બ્લોક) અને રૂ. 2500 (સી, કે બ્લોક) અને રૂ. 3000 (બી, એલ બ્લોક)ની ટિકિટ લેવી પડશે.

આ સાથે જ પાકિસ્તાને કોલકાતામાં બે મેચ રમવાની છે. પાકિસ્તાનની ટક્કર ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સાથે થવાની છે.આ મેચોની ટિકિટની કિંમત રૂ. 800 (અપર ટાયર), રૂ. 1200 (ડી, એચ બ્લોક) અને રૂ. 2000 (સી, કે બ્લોક) અને રૂ. 2200 હજાર (બી, એલ બ્લોક) છે. બાંગ્લાદેશ અને અહીં પ્રથમ ક્વોલિફાયર વચ્ચેની મેચની ટિકિટ રૂ. 650 (અપર ટાયર), રૂ. 1000 (ડી એન્ડ એચ બ્લોક) અને રૂ. 1500 (બી, સી, કે, એલ બ્લોક)માં ઉપલબ્ધ હશે.

વર્લ્ડ કપમાં એક ટીમને 9 મેચ રમવાની તક મળશે
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં 10 ટીમો ભાગ લેશે. તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે. આવી સ્થિતિમાં એક ટીમને 9 મેચ રમવાની તક મળશે. ભારત 8 ઓક્ટોબરે તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારતે પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. ટીમ ઈન્ડિયા 15 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ