બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ટેક અને ઓટો / now information about jobs will also be available on x

નવી સુવિધા / FB, યુટ્યુબ બાદ હવે લિંક્ડઈનને ટક્કર આપશે એલોન મસ્ક: X પર શરૂ થશે નોકરીનું આ ખાસ ફીચર

Malay

Last Updated: 10:26 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk's X Releases Beta Version: Xએ તેના પ્લેટફોર્મ પર હાયરિંગનું બીટા વર્ઝન લૉન્ચ કરીને એક નવી સર્વિસ કરી શરૂ, માત્ર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ જ આ નવી સુવિધાનો લાભ ઉઠાવી શકશે.

  • એલોન મસ્કે 'X' પર જોબ સર્ચ ફીચર શરૂ કર્યું
  • લોકોને નોકરી મેળવવામાં સરળતા રહેશે
  • જોબ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedInને મળી શકે છે ટક્કર

એલોન મસ્ક 'X' (અગાઉ ટ્વિટર) પર નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે 'X'એ પ્રોફેશનલ નેટવર્કિંગ ક્ષેત્રમાં પણ પગ મુક્યો છે. 'X'એ તેના પ્લેટફોર્મ પર હાયરિંગનું બીટા વર્ઝન લૉન્ચ કરીને એક નવી સર્વિસને શરૂ કરી છે. હવે કંપનીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર જોબ વેકેન્સી મૂકી શકશે, જેનાથી લોકોને નોકરી મેળવવામાં સરળતા રહેશે અને કંપનીઓેને યોગ્ય કર્મચારી મળવામાં સરળતા રહેશે. 'X'ની આ સર્વિસ શરૂ થતાં જ જોબ નેટવર્કિંગ પ્લેટફોર્મ જેમ કે LinkedInને મુશ્કેલ પડકાર મળી શકે છે. 

એક્સે લૉન્ચ કર્યું હાયરિંગ બીટા 
એક્સએ શનિવારે એક પોસ્ટમાં જણાવ્યું કે, માત્ર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ જ આ નવી સુવિધાનો લાભ ઉઠાવી શકશે. વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ એ એવી કંપનીઓ અને ઓર્ગેનાઈઝેશન્સ છે જેમણે Twitterની 'વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ'નું સબ્સક્રિપ્શન લીધું છે. આ ઓર્ગેનાઈઝેશન X હાયરિંગ બીટા પ્રોગ્રામ માટે સાઇન અપ કરી શકે છે. પોસ્ટમાં જણાવ્યું કે, એક્સ હાયરિંગ બીટા, જે ફક્ત વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ માટે છે. તેનો ઉપયોગ કરવા માટે તેને અનલૉક કરો. તેની મદદથી ઓર્ગેનાઈઝેશન્સ લાખો લોકો સુધી પહોંચી શકે છે.

કંપનીએ લેવું પડે છે સબસ્ક્રિપ્શન
હવે 'X' પર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનનું ટેગ મેળવવા માટે કોઈપણ કંપનીએ સબસ્ક્રિપ્શન લેવું પડે છે. આ માટે તેણે દર મહિને 82,300 રૂપિયા ચૂકવવા પડે છે. ઓર્ગેનાઈઝેશનના પેઈડ એકાઉન્ટના ફાયદા વિશે વાત કરીએ તો કંપનીઓ અને ઓર્ગેનાઈઝેશન્સ તેમના કર્મચારીઓના એકાઉન્ટને એફિલિએટ અને વેરિફાઈ કરાવી શકે છે. આ રીતે વેરિફાઈ થયેલા એકાઉન્ટ્સને ટિકની સાથે ઓર્ગેનાઈઝેશનનું યુનિટ બેજ પણ મળે છે. 

ક્રિએટર્સ કમાઈ શકશે પૈસા
માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X દ્વારા વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ પૈસા પણ કમાઈ શકશે. આ માટે કંપનીએ જુલાઈમાં એડ રેવેન્યૂ શેરિંગ પ્રોગ્રામ પણ લૉન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત ક્રિએટર્સને તેમના ટ્વીટના રિપ્લાઈમાં દેખાતી જાહેરાતો માટે પૈસા આપવામાં આવશે. કંપનીના માલિક એલોન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે કંપની ક્રિએટર્સને ફર્સ્ટ બ્લોકમાં ટોટલ 5 મિલિયન ડોલર (41 કરોડ રૂપિયા) ચૂકવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ