બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / nitish kumar attacks lalu yadav family says he has given birth to so many children

બિહાર / VIDEO : ઘણા પેદા કરી નાખ્યાં, આટલા બાળકો પેદા કરવા જોઈએ? 'ફરી બગડ્યાં' નીતિશ

Hiralal

Last Updated: 04:50 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ફરી જીભ લપસી છે અને તેમણે લાલુ પર 'અશ્લિલ' વાર કરીને નિશાન સાધ્યું છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પારિવારિક વિવાદને લઈને ફરી એકવાર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું છે. નીતિશ કુમારે શનિવારે કટિહારમાં લાલુ અને રાબડી દેવીનું નામ લીધા વગર ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, આ લોકોએ ઘણા પેદા કર્યાં, શું કોઈએ આ રીતે બાળકો પેદા કરવા જોઈએ? તેમણે લાલુને ટોણો મારતા કહ્યું કે પહેલા તેઓ પોતે સીએમ બન્યા, જો તેઓ જતા રહ્યા તો તેમણે પત્ની બનાવી. તે હવે બાળકોને આગળ કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ તેઓ દીકરીઓને મૂકી રહ્યા છે તો બીજી જગ્યાએ દીકરાઓને મૂકી રહ્યા છે.

વધુ વાંચો : કચ્છમાંથી મળેલા 5 કરોડ વર્ષ જુના નાગરાજ વાસુકીનું મોટું રહસ્ય, સમુદ્ર મંથન સાથે ખાસ કનેક્શન

આરજેડી પરિવારની પાર્ટી-નીતિશ 
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે કટિહારના દાંડખોરાના દુમરિયામાં જેડીયૂ ઉમેદવાર દુલાલચંદ ગોસ્વામીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી. પોતાની વિકાસગાથાની ચર્ચા કરવાની સાથે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં લોકોમાં લઘુમતીઓ માટેનું કામ રાખ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ ઈશારાઓમાં પરિવારવાદ માટે લાલુ પરિવાર પર અલગ અંદાજમાં પ્રહાર કર્યા હતા. તેમણે આરજેડી વિશે કહ્યું કે આ પરિવાર કોઇનો નથી, પરંતુ તેમના પરિવારની પાર્ટી છે. તેમણે વિકાસના મુદ્દે એનડીએના ઉમેદવારને મત આપવા લોકોને અપીલ કરી હતી. પોતાના ભાષણમાં નીતિશ કુમારે લોકોને આરજેડીના શાસનની સ્થિતિની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે તમે જૂની વાત ભૂલી ગયા હશો, તેથી કહેવા માંગો છો કે પહેલા કોઈ કામ થયું ન હતું. રાત્રે કોઈ બહાર જઈ શકતું ન હતું. આવવા-જવાનો કોઈ રસ્તો નહોતો. અભ્યાસ અને સારવાર માટે કોઈ સુવિધા નહોતી. ક્યાંય પણ વ્યવસ્થા નહોતી.

લાલુનો આખો પરિવાર રાજનીતિમાં 
લાલુ પ્રસાદ યાદવનો આખો પરિવાર રાજનીતિમાં રહી ચૂક્યો છે હાલમાં પણ છે. લાલુ પ્રસાદ યાદવની બે પુત્રીઓ મીસા ભારતી અને રોહિણી આચાર્ય આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. સીએમ નીતિશ ઘણીવાર પોતાના ભાષણોમાં આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે અને લાલુ યાદવ પર પોતાના પરિવારને આગળ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ