બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Nitinbhais commendable work after Nitinbhai's death: One nod of the needy is present, blessed is the service

સેવાની સરવાણી / નીતિનભાઈ જાની બાદ સોનીનું સરાહનીય કામ: જરૂરિયાતમંદના એક હોકારે થાય છે હાજર, સેવાને ધન્ય

Vishal Dave

Last Updated: 07:55 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જરૂરીયાતમંદોને પાક્કા મકાન બનાવી આપ્યા, ગરીબ દર્દીઓના ઓપરેશન કરાવી આપ્યા, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા  લોકોને કરિયાણું ભરી આપે છે.

નિતીનભાઈ 2016થી વહાવી રહ્યા છે સેવાની સરવાણી 

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના રાજપુર વિસ્તારમાં રહેતા નીતિન સોનીએ સેવા કેવી હોય તે સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે. સાચી મદદ અને લોકોની સેવા કરી  નિતીનભાઈ સાચો માનવ ઘર્મ નિભાવી રહ્યા છે. . કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને અડધી રાતે પણ જરૂર પડી હોય તો તેઓ ત્યા પહોંચી તેની મદદ કરે છે. 2016થી લઈ અત્યાર સુધી જરૂરિયાતમંદ અનેક લોકોની નિતીનભાઈ  અવિરત મદદ કરી રહ્યા છે.

પહેલા તેમની પોતાની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી 

ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ સોની જે હાલ સોનાચાંદીના વેપાર સાથે સંકળાયેલા છે. એક સમયે  નિતીનભાઈ સોનીના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી.....પરિવારનું ગુજરાન ચલાવવા માટે સામાન્ય નોકરી કરતા નીતિનભાઈને ઘણીવાર લોકો પાસે ઉછીના પૈસા હાથ લાંબો કરવો પડતો હતો,  પણ જીવનપથ પર હાર માન્યા વગર નીતિનભાઈ સોનીએ પરિશ્રમ શરૂ રાખ્યો હતો અને આજે પોતાની સોના ચાંદીની દુકાન છે....... પોતે વેઠેલા ગરીબાઈના દિવસોને યાદ કરતા નિતીનભાઈને અન્ય કોઈપણ વ્યકતિને ગરીબીના કારણે તકલીફ ન પડે તે માટે જરૂરીયાતમંદ લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો અને વર્ષ 2016 થી માનવ સેવા કરવા ડગ માંડ્યા.........

સંગઠનના સભ્યો સાથે મળી અનેક લોકોને પાકા મકાન બનાવી આપ્યા 

ડીસા ખાતે રહેતા નિતીન સોની તેમના સંગઠનના ગ્રુપના સભ્યો સાથે મળી અત્યારે બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં પણ જરૂરિયાત મંદ લોકોને પોતાની સેવા આપી રહ્યા છે........ વર્ષ 2016 થી અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં પોતાના પરિવારમાં કોઈ આધાર ન હોય તેવા 26 જેટલા ઘરવિહોણા પરિવારોને નિતીનભાઈએ પાકા મકાન બનાવી આપી  ખૂબ મોટુ માનવસેવાનુ કામ કર્યુ છે..ડીસા શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં એવા કેટલાય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છે  જેમને નીતિનભાઈ અને તેમની ટીમ દ્વારા કાચા મકાનમાંથી પાકા નવા મકાન બનાવી આપવામાં આવતા હાલ પોતાના કુટુંબ સાથે સુખી જીવન પસાર કરી રહ્યા છે.......

સેવા કરીને આશિર્વાદ મેળવે છે 

પતિના અવસાન બાદ પોતાને પગે પેરાલીસીસ થતા અને પરિવારમાં કોઈ વ્યવસાય ન હોવાથી કાચા મકાનમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરતા જરુરીયાતમંદે નીતિનભાઈનો સંપર્ક કરતા  નીતિનભાઈએ તાત્કાલિક નવું મકાન બનાવી આપી તે પરિવારના સંઘર્ષને ટાળી જીવન સરળ બનાવી દીધુ છે.... વર્ષોથી કાચા મકાનમાં રહેતા પરિવાર ચોમાસાના સમયમાં પાણી ભરાઈ રહેતા માત્ર એક જ પલંગ પર દિવસો પસાર કરી, નાની મોટી મજૂરીથી પરિવારનું ગુજરાન ચલાવી  હાલાકીનો સામનો કરી બેઘર જેવી જ પરિસ્થિતિમાં જીવન પસાર કરતા લોકોને નીતિનભાઈ સોનીએ નવું મકાન બનાવી આપતા તે પરિવારના આશીર્વાદ મેળવી નિતીનભાઈ નિસ્વાર્થ ધન્યતા મેળવી લે છે......     

કડિયાકામ કરી ગુજરાન ચલાવતા સેજલબેનને નવું મકાન બનાવી આપ્યું 

માટીનુ કાચુ મકાન....પતિનુ અવસાન...પરિવારનો મોભ જ ના રહ્યો હોય તો ગુજરાન કેવી રીતે ચલાવવું.... પણ કહે છે ને. કે  એક રસ્તો બંધ થાય તો ભગવાન બીજો રસ્તો ખોલી જ નાંખે છે  અને આવા જરુરિયાતમંદોનો બીજો રસ્તો એટલે  નીતિનભાઈ સોની.... પતિના અવસાન બાદ જાતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સેજલબહેનને   નીતિનભાઈ સોનીએ નવું મકાન બનાવી આપી તેમને મકાન નહિ પણ ખરા અર્થમાં ઘર આપ્યુ  છે.... 

અનેક ગરીબ દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પુરી પાડી 
 
બનાસકાંઠા જિલ્લો હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ નીતિનભાઈ સોનીને જરૂરિયાતમંદ લોકો મદદ માટે પોકારે ત્યાં તે કોઈ પણ મુઝવણ વિના પહોંચી જરુરિયાતમંદોની મદદ કરે છે.... પહેલા પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી એકલા હાથે લોકોની મદદ કરતા નીતિનભાઈના મિત્ર મંડળને તેમના સેવાકીય કાર્યોની જાણ થતા મિત્રો પણ તેમની સાથે જોડાઈ આર્થિક મદદ કરી નિતીનભાઈના સેવાકાર્યને વિશાળ બનાવ્યુ છે.....જિલ્લાના અનેક સેવાભાવી લોકો નીતિનભાઈ સોની સાથે સેવાના મેદાને જોવા મળે છે. ફક્ત મકાન બનાવી આપીને નીતિનભાઈ સોનીની સેવા અટકતી નથી બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને નીતિનભાઈ દ્વારા હોસ્પિટલની પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે....

૮૦૦થી પણ વધુ દર્દીઓના ઓપરેશન કરાવી આપ્યા 

રાજસ્થાન બનાસકાંઠા પાટણ સહિત અનેક જિલ્લાઓમાંથી આવતા જરૂરિયાત મંદ દર્દીઓને નીતિનભાઈ સોની મોટા ઓપરેશનના ખર્ચ પૂરા પાડી સાચી માનવસેવા કરી રહ્યા છે..નીતિનભાઈ સોની ૮૦૦થી પણ વધુ દર્દીઓના ઓપરેશનના મોટા ખર્ચ પૂરા પાડી ખૂબ મોટી આર્થિક સહાય કરી ગરીબોના આધાર બન્યા છે, પરિવારની નાજુક આર્થિક પરિસ્થિતિના કારણે યોગ્ય સારવાર ના મળતા, નીતિનભાઈ સોનીનો સંપર્ક જીવનમાં સૌથી મોટો ચમત્કાર સર્જી ગયાની લાગણી નીતિનભાઈને ઉંચા આસને બિરાજમાન કરી દે છે............ 

બે વર્ષથી પથારીવશ વર્ષાબેનનું ઓપરેશન કરાવી આપ્યું 

અકસ્માતમાં બંને પગે ગંભીર ઇજાઓના કારણે છેલ્લા બે વર્ષથી પથારીવશ વર્ષાબેનના પરિવારે નીતિનભાઈ સોનીનો સંપર્ક કર્યો અને નીતિનભાઈ સોનીએ વર્ષાબેનને ખાનગી હોસ્પિટલમાં બંને પગોનુ તાત્કાલિક ઓપરેશન કરાવી આપી વર્ષાબેનને જીવનરાહ પર આત્મનિર્ભર બનાવ્યા. કોરોનાના કપરાકાળમાં દેશ દુનિયાના કામ ધંધા ઠપ્પ થતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવા સમયે ડીસા શહેરના નિતીનભાઈ સોનીએ પોતાની ચિંતા કર્યા વિના જિલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી રાશનકીટ પહોંચાડી ખરા અન્નદાતા બન્યા હતા..... 

જરૂરિયાતમંદોના મસીહા નીતિનભાઈ સોનીની સેવા સુવાસ દરેક જગ્યાએ ફેલાયોલી છે. બેરોજગારને રોજગાર માટે વૈકલ્પિક વ્યવસ્થા, ગાયોને ઘાસચારો અને પશુઓની સારવાર કરાવી અબોલના પણ આશીર્વાદ નીતિનભાઈ મેળવી લે છે........પરિવારમાં કોઈ કમાનારું ના હોય તેવા ડીસા શહેરમાં વસતા 150 થી પણ વધુ પરિવારને તેમના ઘરે દર મહિને રાશનકીટ પહોંચાડી નીતિનભાઈ ભુખ્યાની આંતડી ઠારે છે.....

આ પણ વાંચોઃ કોઈ ભૂખ્યુ ન સુવે તેનો ખ્યાલ રાખતી ગુજરાતની આ સંસ્થા, સેવાના 3 કામ જોઈ આંતરડી ઠરશે

અનેક પરિવારોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પુરી પાડે છે 

અનેક એવા પરિવારો ડીસા શહેરમાં વસવાટ કરી રહ્યા છે જેમાં કમાનાર વ્યક્તિ પથારીવશ હોય કે પછી પરિવાર નિરાધાર હોય અથવા તો કોઇ  વિધવા કે જરુરિયાતમંદ હોય તો તેમના  ઘરે દાળ, ચોખા, ઘઉં, ખાંડ, ચા પત્તિ, તેલ, મીઠું સહિત મકાનનું લાઈટ બિલ અને ગેસનો બાટલો પણ દર મહિને નીતિનભાઈ સોની દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે......ડીસા શહેરમાં અનેક વૃદ્ધો એવા છે જેમના પુત્રો અવસાન પામ્યા છે અને પરિવારમાં કોઈ જ કમાવનારું નથી તેવા પરિવારોની નીતિનભાઈ સોની અને તેમની ટીમ મુલાકાત કરી રાશન કીટ આપે છે.... ડીસા શહેરમાં  150 થી પણ વધુ પરિવારોને દર મહિને નીતિનભાઈ સોની રાશન પૂરું પાડી ઉત્તમ સેવાકાર્ય કરી રહ્યા છે... ભૂતકાળમાં પોતે ભોગવેલી મુશ્કેલી અન્ય કોઈ વ્યક્તિ પર ના પડે તેના માટે હંમેશા લોકોની મદદ કરતા રહી ભવિષ્યમાં પણ ગરીબોની મદદ કરી માનવતા મહેકાવતા નિતીનભાઈ સોનીને તેમની કામગીરી અને નિસ્વાર્થ સેવાને વીટીવી સલામ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ