બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / NIA's biggest crackdown against left-wing extremists

તાબડતોબ એક્શન / વામપંથી ઉગ્રવાદીઓ વિરૂદ્ધ NIAની સૌથી મોટી કાર્યવાહી, આ રાજ્યોમાં એકસાથે 60 જગ્યાઓએ પડાઇ રેડ

Priyakant

Last Updated: 01:42 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NIA News: NIAએ સોમવારે ડાબેરી ઉગ્રવાદ-નક્સલ કેસમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું

  • NIAની સોમવારે ડાબેરી ઉગ્રવાદ-નક્સલ કેસમાં મોટી કાર્યવાહી  
  • આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું
  • બંને રાજ્યોમાં સંદિગ્ધોના ઠેકાણાઓ પર હજુ પણ દરોડા યથાવત 

NIA News : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, એજન્સીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બંને રાજ્યોમાં સંદિગ્ધોના ઠેકાણાઓ પર હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

NIAની અલગ-અલગ ટીમોએ સવારે રાજ્ય પોલીસ દળો સાથે દરોડા પાડવાનું શરૂ કર્યું. NIAના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે ડાબેરી ઉગ્રવાદના કેસમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કુલ 60 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે નેતાઓના ઘરની તલાશી લેવામાં આવી રહી છે તેમાં એવા લોકો પણ સામેલ છે જેમના નક્સલવાદીઓ સાથે સંબંધ હોવાની આશંકા છે. તેલંગાણાના હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના ગુંટુર, નેલ્લોર અને તિરુપતિ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, અગાઉ 9 સપ્ટેમ્બરના રોજ NIA એ ઓગસ્ટ 2023ના કેસના સંબંધમાં તેલંગાણા અને છત્તીસગઢમાં અનેક દરોડા પાડ્યા હતા જેમાં સુરક્ષા દળો સામે ઉપયોગ કરવા માટે પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) સાથે જોડાયેલા વિસ્ફોટક સામગ્રી, ડ્રોન અને લેથ મશીનની રિકવરી સામેલ હતી. NIAએ કોઠાગુડેમના ચેરલા મંડલમાં જૂન મહિનામાં વિસ્ફોટક સામગ્રી, ડ્રોન અને લેથ મશીન જપ્ત કર્યા બાદ 12 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ