બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / NASA's Voyager 1 Resumes Data Transmission from 15 Billion Miles Away

સ્પેસમાં અનોખું / 2400 કરોડ કિમી દૂરથી પૃથ્વી કેવી દેખાય છે? ફોટો લેનાર અવકાશયાન એક્ટિવ, સ્પેસમાં અજીબ જોયું

Hiralal

Last Updated: 05:58 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીથી સૌથી દૂર રહેલી માનવ સર્જિત વસ્તુ વોયજર-1 ફરી એક્ટિવ થયું છે અને પૃથ્વી પર સંદેશા મોકલવાના શરુ કર્યાં છે.

બ્રહ્માંડ રહસ્યોથી ભરેલું છે. વૈજ્ઞાનિકો આજ સુધી અનેક રહસ્યો ઉકેલી શક્યા નથી. અનંત અને અમર્યાદિત બ્રહ્માંડમાં લાખો રહસ્યો છુપાયેલાં છે. વૈજ્ઞાનિકો માટે અવકાશ હંમેશાં ઉત્સુકતાનું કેન્દ્ર રહ્યું છે. જેમ જેમ વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ બ્રહ્માંડનું રહસ્ય પણ વધતું ગયું. પરંતુ હવે આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી દુનિયાના વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું છે.

વોયજર-1 એક્ટિવ થયું, પૃથ્વી પર મોકલ્યાં ડેટા
નાસાના વૈજ્ઞાનિકો માટે સારા સમાચાર છે કે વોયજર-1 સ્પેસક્રાફ્ટ એક્ટિવ થયુ છે અને તેણે પૃથ્વી પર ડેટા મોકલવાના શરુ કરી દીધાં છે. વોયજર-1 હાલમાં પૃથ્વીથી 2400 કરોડ કિલોમીટર દૂર છે. 2012ની સાલમાં વોયજર આપણા સોલર સિસ્ટમની પણ બહાર નીકળી ગયું હતું અને અસિમિત બ્રહ્માંડમાં આગળની યાત્રા કરી રહ્યાં છે. 

1 લાખ વર્ષ બાદ મળશે એલિયનને
વૈજ્ઞાનિકોનો દાવો છે કે એક લાખ વર્ષ બાદ આ અવકાશયાન કોઈ સભ્યતા કે એલિયનને મળશે. વોયજર-1થી પૃથ્વી પર મેસેજ પહોંચવામાં પણ 22 કલાકથી વધુનો સમય લાગે છે એટલે તે કેટલું દૂર હશે તેની કલ્પના કરો. 

અજીબોગરીબ ડેટા મોકલી રહ્યું છે 
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનું અંતરિક્ષયાન વોયેજર-1 અંતરિક્ષમાં આપણા સૌરમંડળની બહાર યાત્રા પર છે. નાસાએ 48 વર્ષ પહેલા આ અંતરિક્ષયાનને અંતરિક્ષમાં મોકલ્યું હતું. પરંતુ વોયેજર હવે એવા અજીબોગરીબ ડેટા મોકલી રહી છે જેનાથી વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું છે. નાસાનું કહેવું છે કે તેનું સ્પેસક્રાફ્ટ વોયેજર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. પરંતુ તે જે ડેટા મોકલી રહ્યો છે તે આશ્ચર્યજનક છે.

વોયજર-1માં શું સામેલ
વોયજર-1માં ગોલ્ડન રેકોર્ડ્સ ફીટ કરેલા છે જે એક ગોલ્ડ પ્લેટેડ કોપર ડિસ્ક છે અને જ્યારે હજારો વર્ષ બાદ તે કોઈ સભ્યતાના પરિચયમાં આવશે ત્યારે તેને આ વસ્તુઓ આપશે. આ રેકોરડ્સમાં આપણી સોલર સિસ્ટમની માહિતી, રેકોર્ડ કેવી રીતે વગાડવું તેની માહિતી, સચિત્રો સહિત બીજું ઘણું બધું છે. 

ક્યારે લોન્ચ થયું હતું
નાસાએ સોલર સિસ્ટમ બહારના રહસ્યો ઉકેલવા માટે સન 1977માં વોયજર-1 નામનું અવકાશયાન છોડ્યું હતું જે માનવ દ્વારા સર્જિત સૌથી વધારે દૂરની ચીજ છે. વોયજરથી દૂર પૃથ્વીની બીજી કોઈ ચીજ નથી. 2012ની સાલમાં તે સોલર સિસ્ટમની પણ બહાર નીકળી ગયું હતું અને રોજ પૃથ્વી જેવડો એક ગ્રહ પસાર કરીને ફૂલ સ્પીડમાં આગળ ધપી રહ્યું છે. 

વોયજરે શું શું જોયું
લોન્ચ થયાના થોડાજ સમયમાં વોયજરે સંદેશા મોકલવાનું શરું કર્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે બ્રહ્માંડ અસિમિત છે અને ચારે તરફ અંધારુ જ અંધારુ છે. તેનો કોઈ અંત નથી. કરોડો વર્ષ બાદ પણ તેની બહાર ન નીકળી શકાય તેટલું વિશાળ છે. 

વધુ વાંચો : VIDEO : OYO બંધ કરાવી દીધાં, હવે ક્યાં જઈએ? પાર્કમાં અશ્લિલ બન્યું કપલ, વીડિયો વાયરલ

વોયજર-1 વિશે જાણો વધુ

  • 1977ની સાલમાં નાસાએ લોન્ચ કર્યું 
  • 2012ની સાલમાં સોલર સિસ્ટમની બહાર નીકળ્યું 
  • એક લાખ વર્ષ બાદ બીજી કોઈ સભ્યતાને મળશે
  • વોયજરમાં ગોલ્ડન રેકોર્ડ્સ ફીટ કરેલો છે, બહારની સભ્યતાને મળશે ત્યારે આપશે
  • 2400 કરોડ દૂરથી પૃથ્વીનો ફોટો મોકલ્યો 
  • પૃથ્વીના આ ફોટાને પેલ બ્લૂ ડોટ એવું નામ અપાયું 
  • સ્પેસમાં માનવ સર્જિત સૌથી દૂરની ચીજ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ