બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / My India My Life Goals: This is 'Tree Man' Daripalli Ramaiah who planted one crore saplings

તેલંગાણા / 3 એકર જમીન પણ વેચી 100 લાખ વૃક્ષો વાવનારો 'ટ્રી મેન', ઘરેથી નીકળે તોય છોડ અને બીજ સાથે રાખે, કહાની પણ હરિભરી

Pravin Joshi

Last Updated: 10:09 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃક્ષો વાવવાની આદત દારીપલ્લી રામૈયાના જીવનનો એટલો હિસ્સો બની ગઈ છે કે જ્યારે પણ તે ઘરેથી નીકળે છે ત્યારે તે પોતાની સાથે બીજ અને છોડ લઈને જાય છે. તેની આ આદત જોઈને લોકોએ તેને પાગલ પણ કહ્યો, પરંતુ 2017 પછી લોકો ચૂપ થઈ ગયા અને તેના કામના વખાણ કરવા લાગ્યા.

  • દારીપલ્લી રામૈયા જેમણે એક કરોડ વૃક્ષો વાવ્યા
  • વિશ્વભરમાં ટ્રી મેન તરીકે પણ ઓળખવામાં આવે છે
  • વૃક્ષો વાવવાની આદત જીવનનો હિસ્સો બની ગઈ

દુનિયા વિવિધ પ્રકારના લોકોથી ભરેલી છે. જેમાં કેટલાક એવા જુસ્સાદાર લોકો પણ છે કે જેના કારણે પૃથ્વી હરિયાળી રહે છે. એક તરફ આડેધડ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જંગલો નાશ પામી રહ્યા છે, હરિયાળીનો નાશ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ પણ સ્વાર્થ વગર ધરતીને હરિયાળી બનાવનાર આ મહાન હસ્તીઓનો આપણે આભાર માનવો જોઈએ જે તેના અભિયાનમાં લાગેલા છે. તેમનું અભિયાન એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમણે પોતાની જાતે જ આ અભિયાન શરૂ કર્યું હતું. તેમાંથી એક વ્યક્તિનું નામ છે દારીપલ્લી રામૈયા. રામૈયા તેલંગાણાના રહેવાસી છે અને ચારેબાજુથી સતત વૃક્ષો કપાઈ જવાની વચ્ચે તેણે કોઈ તેની સાથે આવે તેની રાહ જોઈ ન હતી અને એકલા જ વૃક્ષો વાવવાના અભિયાનમાં જોડાઈ ગયા હતા. પૃથ્વી પર હરિયાળી વધારવા માટે તેમણે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ વૃક્ષો વાવ્યા છે. તેમની હિંમત અને અથાક પ્રયાસોને કારણે હવે તેમને ચિતા રામૈયા પણ કહેવામાં આવે છે.

વિશ્વભરમાં ટ્રી મેન તરીકે પણ ઓળખવામાં આવે છે

દરિપલ્લી રામૈયાને વિશ્વભરમાં ટ્રી મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. વૃક્ષારોપણની પ્રક્રિયા સતત ચાલી રહી છે. હવે તેની આદત એટલી વધી ગઈ છે કે જ્યારે પણ તે ઘરેથી નીકળે છે ત્યારે તે પોતાની સાથે બીજ અને છોડ લઈને નિકળે છે. તેની આ આદત જોઈને લોકોએ તેને પાગલ પણ કહ્યો પરંતુ તે અટક્યા નહીં અને આગળ વધતા જ ગયા. હવે તેણે એક કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવ્યા છે.

 

2017 માં પદ્મશ્રીથી સન્માનિત થયા પછી આવ્યા ચર્ચામાં

શરૂઆતમાં લોકોએ તેની મહેનત પર વધુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ વર્ષ 2017 માં જ્યારે તેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા ત્યારે તેને રાષ્ટ્રીય માન્યતા મળી. તેમના કામને લોકોમાં ઓળખ મળી. તેમના નિશ્ચય માટે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજ્યા હતા. આ સાથે તેમને યુનિવર્સલ ગ્લોબલ પીસ એકેડમી તરફથી માનદ ડોક્ટરેટની પદવી પણ આપવામાં આવી છે. એટલું જ નહીં આંધ્ર પ્રદેશ સરકારે પણ તેમનું સન્માન કર્યું હતું.

 

બાળપણથી જ પ્રકૃતિ સાથે જોડાયેલા 

તેમનો જન્મ વર્ષ 1937માં થયો હતો. તેમનો જન્મ તેલંગાણાના ખમ્મમ જિલ્લાના રેડ્ડીપલ્લી ગામમાં થયો હતો. તેમનો અભ્યાસ લાંબો સમય ટકી શક્યો નહીં અને તે માત્ર ધોરણ 10 સુધી જ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો. પરંતુ તેઓ બાળપણથી જ પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યા. તે તેની માતા સાથે શાકભાજી ઉગાડતી વખતે આ વસ્તુઓ જોતો હતો. પછી અહીંથી તેમના મનમાં વૃક્ષો અને છોડ માટેનો પ્રેમ ખીલ્યો, જે આજ સુધી ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ