બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / mughal emperor humayun lost bilgarm battle to shershah

Mughal Emperor Humayun / યુદ્ધભૂમિ છોડી પત્નીને મૂકી નાસી છૂટયો, એક માત્ર મુગલ બાદશાહ જે જીવનભર ડગમગાતો જ રહ્યો, 1540ના ભયાનક યુદ્ધ સાથે કનેક્શન

Kishor

Last Updated: 08:19 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mughal Emperor Humayun : અફઘાન સેનાના આતંકથી બચવા મુઘલ સૈનિકો ગંગામાં કૂદી પડતા હુમાયુ ડરી ગયો અને યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો હતો.

  • હરિયાણાના પાણીપત ખાતે 16મી સદીના ત્રીજા દાયકામાં થયું હતું યુદ્ધ
  • હુમાયુ પત્નીને છોડી યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો હતો
  • જાણો ઇતિહાસની રોચક કહાની

હરિયાણાના પાણીપત ખાતે 16મી સદીના ત્રીજા દાયકામાં એટલે કે 1526માં યુદ્ધ ખેલાયું હતું. જે યુદ્ધના પરિણામ બાદ અફઘાનોની સત્તાનો અંત આવ્યો અને ભારતમાં નવા રાજવંશ તરીકે બાબરના નેતૃત્વમાં મુઘલોએ સત્તા સ્થાપી હતી. બાદમાં બાબર લગભગ ચાર વર્ષ જ જીવ્યો હતો. પરંતુ પોતાના આ સામ્રાજ્યને ટકાવી રાખવા આ ટૂંકા ગાળામાં તેમણે ઘણી લડાઈઓ લડવી પડી હતી. જેમાં ખાસ કરીને ખાનવા, ચંદેરી અને ઘાઘરા ની લડાઈ જાણીતી છે. તેમાં ખાનવા અને ચંદેરીને તેમના શાસન હેઠળ આવ્યા હતા પરંતુ અફઘાન  સામે ઘાઘરાના યુદ્ધમાંથી ઘણા પાઠ ભણ્યા! બાબરએ વાત સારી રીતે જાણતો હતો કે રાજપૂતો કરતાં અફઘાન મુઘલો માટે વધુ ખતરનાક નીવડી શકે છે.

હુમાયુ જીવનભર ડગમગતો રહ્યો

બાબરની વાતમાંથી હુમાયુ કેટલું શીખ્યો હશે, તેનું ઉદાહરણએ છે કે અફઘાનોએ તેના માથા પરથી ભારતનો તાજ છીનવી લીધો હતો. 1539માં ચૌસાની લડાઈમાં લડાઈ થઈ તેમાં હાર થયા બાદ પણ જ્ઞાન ન આવ્યું અને 1540માં બિલગ્રામમાં અફઘાન સેના સામે તેને ભારતમાંથી ભાગવું પડ્યું હતું. દેશનિકાલ બાદ તે લગભગ 15 વર્ષ ઈરાનમાં રહ્યો અને બ્રિટિશ ઈતિહાસકાર લેનપૂલ પોતાના એક લેખમાં કહ્યું કે હુમાયુ એકમાત્ર મુઘલ શાસક હતા જે જીવનભર ડગમગતો રહ્યો હતો.

યુદ્ધના મેદાનમાંથી દોટ લગાવી

શેરશાહ તથા હુમાયુ વચ્ચે 26 જૂન 1539ના રોજ ચૌસાનું યુદ્ધ લડાયું હતું. જ્યારે 1540માં બિલગ્રામનું યુદ્ધ લડાયું હતું. જેમાં મુઘલ સમ્રાટ હુમાયુને ભારતમાંથી ભગવાની નોબત આવી હતી. આટલું જ નહીં તે 15 વર્ષ સુધી રાજ્ય વિના શાસન કરતો રહ્યો. બાદમાં શેરશાહ અને હુમાયુ બંને એકબીજાને હરાવવાના પ્રયાસોમાં જોતરાયા હતા આ દરમિયાન નબળી વ્યૂહરચના અને લોજિસ્ટિક્સની અછતને પગલે હુમાયુની સેનાને અસર થઈ હતી. આ વેળાએ શેરશાહે પોતાના એક જાસૂસને હુમાયુની સેનામાં મોકલી દિધો હતો.જ્યા જાસૂસને જાણવા મળ્યું હતું કે  હુમાયુ પાસે રસદ (લોજિસ્ટિક્સ)નો અભાવ છે અને તેના ભાઈઓએ પણ મદદની મનાઈ કરી દીધી હતી. બાદમાં આ માહિતી શેરશાહ સુધી પહોંચી અનેં તેમણે ઉગ્ર હુમલો કર્યો. બાદમાં અફઘાન સેનાના આતંકને કારણે મુઘલ સૈનિકો જીવ બચાવવા ગંગામાં કૂદી પડ્યા હતાં. આ બધું જોઈને હુમાયુ ડરી ગયો અને એને પણ પોતાની પત્નીને તેવી જ હાલતમાં છોડી યુદ્ધના મેદાનમાંથી દોટ લગાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ