બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Mansukh Vasava rains down on protesters in Narmada

નિવેદન / 'હું નાક દબાઉ તો કરોડો રૂપિયા ઓકાવું..' સાંસદ મનસુખ વસાવાએ વિરોધીઓની ગરદન મરોડી, ગુંજ ગાંધીનગર સુધી

Dinesh

Last Updated: 04:50 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનસુખ વસાવાએ કહ્યું હતું કે, હાથી પાછળ કૂતરાં ભસ્યાં કરે કહી દેડિયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને નીલ રાવના માથે હારનો ટોપલો નાખે છે

  • નર્મદામાં સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર વરસ્યા
  • "મારા વિરોધીઓ મારા વિશે પત્રો લખે છે"
  • "હાથી પાછળ કૂતરા તો ભસ્યા કરે"


નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે લાભાર્થી સંમેલન યોજાયો હતો. જે સંમેલનમાં જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર બરાબરના વરસ્યા છે. તેમણે કહ્યું હતું કે, હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું તેમ છું, પણ હરામનો પૈસો મારા ઘરમાં નહિ આવે.

'નાક દબાવુ તો કરોડો રૂપિયા કમાઈ શકું'
મનસુખ વસાવાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા તેમજ ફરતા પત્રને લઈ અનેક આક્ષેપો પણ કર્યા હતાં. તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ મારા વિશે પત્રો લખે છે તેમજ હાથી પાછળ કૂતરા તો ભસ્યા કરે. તેમણે કહ્યું કે, હું એક ઉદ્યોગપતિનું નાક દબાવુ તો કરોડો રૂપિયા કમાઈ શકું છું અને આ મારું કામ નથી હું સેટિંગ કરવા વાળો માણસ નથી. અત્રે તમને જણાવી દઈએ કે, મનસુખ વસાવાનો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો પત્ર વાયરલ થયો હતો.

નનામો પત્ર 

'જો હિંમત હોય તો મારી સાથે આવે ને વાર્તાલાપ કરે'
નર્મદા ભાજપના જ નેતા સામે મનસુખ વસાવાએ નિશાન તાક્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, હાથી પાછળ કૂતરાં ભસ્યાં કરે કહી દેડિયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને નીલ રાવના માથે હારનો ટોપલો નાખે છે. તેમણે કહ્યું કે, નર્મદા, છોટાઉદેપુરમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેમજ શિક્ષણમાં શિક્ષકોની ઘટ છે તો પુરી કરીશું. તેમણે આકાર પ્રહારો કરતા કહ્યું હતું કે, જે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવા બાયલા લોકોને હું ખુલ્લા પાડું છું અને એવા લોકો આવો નનામો પત્ર લખે છે. તેમણે કહ્યું કે, જો હિંમત હોય તો મારી સાથે આવે ને વાર્તાલાપ કરે. 

નનામો પત્ર 

પત્ર ચર્ચાનો વિષય બન્યો
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મને કાપો તો લોહીમાંથી હિન્દુત્વનું ટપકું પડે અને એક-એક ટપકું હિન્દુ-હિન્દુ બોલે, ડંકાની ચોટ પર કહું છું કે ભૂતકાળમાં હિન્દુની વાત કરી છે અને કરીશું તેમ પણ કહ્યું હતું. તેમણે પ્રહાર કરતા કહ્યું કે, અમે તો સૌનો સાથ સૌનો વિકાસમાં માનીએ છીએ અને કોઇ અમને છંછેડે તો તેને છોડવો પણ નહીં, મેં કોઇની સાથે સેટિંગ નથી કર્યું અને કરીશ પણ નહીં. તેમણે ઉમેર્યું હતું કે,  રાજનીતિમાં મૌન ન રહેવાય. જો દબાઇ ગયા તો સમજો તમારું રાજકારણ પતી ગયું. તમને જણાવી દઈએ કે, નર્મદા જિલ્લામાં હાલ નનામો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મન દુઃખ દાદાનો ઉલ્લેખ કરવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ