બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Moths out of Jalebi in Tapina Vyaras Bharat Sweet

દેકારો / જલેબી માંથી નીકળી જીવાત: નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને થયો કડવો અનુભવ, તાપીના વ્યારાનો વીડિયો

Mahadev Dave

Last Updated: 12:00 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપીના વ્યારામાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા બેકરીમાં દેકારો બોલી ગયો હતો.

  • તાપીના વ્યારાની ભારત સ્વીટમાં જલેબીમાંથી નિકળી જીવાત 
  • નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને થયો કડવો અનુભવ
  • નાસ્તામાં મંગાવેલી જલેબીમાં જીવાત નિકળતા બનાવ્યો વીડિયો 

નાસ્તાની દુકાનો અને લારીઓમાં નીતિ નિયમને નેવે મૂકી અને આડેધડ ખોરાક પીરસવામાં આવે છે. જેમાં અમુક કિસ્સાઓમાં સ્વચ્છતા બાબતે ઉદાસીનતા જોવા મળતી હોય છે. ભૂતકાળમાં આવી ઘટનાના બોલતા પુરાવારૂપ અનેક કિસ્સાઓ  સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તાપીના વ્યારામાં સામે આવ્યો છે. જેમાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા તેને કડવો અનુભવ થયો હતો.

તાપી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ સામે સવાલ

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત એવી છે કે તાપીના વ્યારામાં આવેલી ભારત સ્વીટ નામની દુકાન નાસ્તા માટે પ્રખ્યાત છે. જેમાં એક એડવોકેટ નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે જલેબી સહિતની વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર આવતાની સાથે જ જલેબી હાથમાં લેતા જલેબીમાંથી જીવાત નીકળી હતી. જેને લઈને એડવોકેટ ચોંકી ગયા હતા અને તેમણે આ મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી. જોકે જલેબીમાંથી આ પ્રકારે જીવાત નીકળવાની ઘટનાને પગલે તાપી જિલ્લાના ફૂડ સેફટી વિભાગે સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય તેવું ધારાશાસ્ત્રીએ  આક્ષેપ લગાવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Bharat Sweet Vyara jalebi જલેબીમાં જીવાત તાપી ફૂડ સેફ્ટી વ્યારા Vyara Bharat Sweet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ