બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Meteorological department has given a fresh forecast regarding the cold in Gujarat, sleeper sales have become active in the state, two cricketers had a fight in Surat.

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે કરી તાજી આગાહી, રાજ્યમાં ક્યાં સ્લીપર સેલ થયા એક્ટિવ? સુરતમાં બે ક્રિકેટરો બાખડ્યા

Dinesh

Last Updated: 07:29 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહશે, ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે

How will the weather be in Gujarat for the next 5 days? How will it be cold?

ગુજરાતમાં આગામી 4 દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન પણ સામાન્ય રહેશે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મનપસંદ ગરમ કપડાં ન પહેરવાને લઈને શાળાઓ દબાણ કરતી જોવા મળી છે. સ્કૂલનાં નિયમાનુસાર જ ગરમ કપડાં પહેરવા અંગેના બનાવો સામે આવ્યાં બાદ રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા રાજ્યની તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યાં છે.  રાજ્યની તમામ શાળાની અંદર ચોક્કસ પ્રકારનો જ સ્વેટર પહેરવો અથવા તો યૂનિફોર્મનો જ સ્વેટર પહેરવો એવા નિયમો છે ત્યાં હવે વિદ્યાર્થીઓ પોતાને ગમે તેવા ગરમ કપડાં પહેરી શકશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર હવેથી રાજ્યની કોઈપણ  શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકશે નહીં.  હવેથી વિદ્યાર્થીઓ મનપસંદ ગરમ કપડાં પહેરી શકશે. શાળા તરફથી કોઈપણ પ્રકારનું દબાણ  નહીં કરી શકાય. 

Following input from NIA and Central IB, Gujarat ATS detains 6 terror outfit suspects from Godhar

રાજ્યમાં ફરી એકવાર ગુજરાત  ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. આતંકી સંગઠનનાં સ્લીપર સેલ એક્ટિવ મુદ્દે એટીએસના હાથે સફળતા લાગી છે. ગોધરમાં 6 શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. પોરબંદર ,સુરત બાદ હવે ગોધરામાં પણ ATSનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અત્રે જણાવીએ કે, NIA અને સેન્ટ્રલ IBએ ગુજરાત એટીએસને ઇનપુટ આપ્યા હતા.  ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝનાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટનાં પગલે ATSએ સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી છે. અગાઉ પણ સુરતથી ISKP સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ કરાઈ હતી.

Uncle married against his will filed habeas corpus in high court Gujarat High Court heard on habeas corpus

ગુજરાત હાઈકોર્ટમાં લગ્ન મુદ્દેના કેસમાં હેબિયસ કૉર્પસ પર સુનાવણી હાથ ધરાઈ હતી. ભત્રીજીએ મરજી વિરૂદ્ધ લગ્ન કરતા કાકાએ હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરી હતી. જે મામલે કોર્ટ મહત્વનુ અવલોકોન કર્યું હતું. અરજી કરતા કાકાને જ હાઈકોર્ટે 35 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ગુજરાત હાઇકોર્ટે આ મહત્વના ચુકાદામાં ખાસ અવલોકન કર્યું હતું.  હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે તેમજ દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય. ભત્રીજીને ધમકાવતા બદલ ગુજરાત હાઇકોર્ટનો દંડનો ચુકાદો આપ્યો હતો.

Jatin Shah, owner of Nilkanth Traders, made headlines by committing suicide in his residential house in Narol.

Jatin Shah suicide case: અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે નારોલમાં રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતિન શાહ અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ કેસમાં આરોપી હતા. જતિન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલાયું હતું. અત્રે જણાવીએ કે, અંબાજી પ્રસાદ મામલે જતિન શાહની પોલીસે ધરપકડ કરી હતી. જતિન શાહના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વેપાર ધંધાના કારણે તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

દેશના કૃષિ મંત્રી તરીકે નરેન્દ્ર સિંહ તોમરે રાજીનામું આપી દેતા તેમને એમપીના સીએમ બનાવાય તેવી અટકળો ઉપડી છે.  તેઓ એમપીમાં ધારાસભ્યે પદે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટાયા બાદ ત્રણ કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને રેણુકા સિંહના કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી રાજીનામું સ્વીકારી લીધું હતું. રાષ્ટ્રપતિ ભવનની એક યાદીમાં જણાવાયું હતું કે અર્જુન મુંડાને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

sukhdev singh gogamedi last rites in Hanumangarhs Gogamedi

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાનું નાનું ગામ એવું હનુમાનગઢ આખું હિબકે ચઢ્યું હતું. પ્રસંગ છે ગામના પુત્ર સુખદેવસિંહ ગોગામેડીના આઘાતજનક મોતનો અને તેમની અંતિમવિધિમાં. દેશમાં ચમકેલા આ પુત્રને વિદાય આપવા આખું ગામ અને આજુબાજુના પંથકના લોકો ઉમટ્યાં હતા. સુખદેવસિંહ ગોગામેડીના તેમના ગામ ગોગામેડીમાં અંતિમ સંસ્કાર કરાયા છે. ગઈકાલે બપોરે જયપુરમાંથી ગોગામેડી તેમનું પાર્થિવ શરીર પહોંચ્યું હતું.ગોગામેડીને અંતિમ વિદાય આપવા આખું ગામ અને આજુબાજુના પંથકના લોકો ઉમટ્યાં હતા. ગામના દરેકને આંખ ભીની હતી. પ્રશાસન અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. 

suspense ends on sunday kailash vijayvargiya on cm post say about new face

ભાજપે ત્રણેય રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં શાનદાર જીત નોંધાવી છે. પરંતુ આ ત્રણેય જગ્યાએ મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ જાહેર કરાયું નથી. મુખ્યમંત્રીઓને લઈને અનેક અટકળો ચાલી રહી છે. લોકોને પણ રસ છે કે આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ ક્યારે જાહેર કરવામાં આવશે પરંતુ મુખ્યમંત્રીઓના નામ જાહેર કરવાના દિવસનું એલાન થયું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને એપી ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયને જ્યારે પૂછવામાં આવ્યું કે ત્રણ રાજ્યોમાં સીએમ પદ પર ક્યાં સુધી સસ્પેન્સ ચાલુ રહેશે? વિજયવર્ગીયે કહ્યું, 'આ સસ્પેન્સનો રવિવારે અંત આવશે...' પત્રકારોએ ફરી પૂછ્યું કે જૂના નેતા સીએમ બનશે કે નવા ચહેરાને તક આપી શકાય? વિજયવર્ગીયે કહ્યું, 'હું આ કહી રહ્યો છું... તેનો જવાબ તમને 10 તારીખે (રવિવાર) મળશે. '

On Nawab Malik, Devendra Fadnavis writes an open letter to ally Ajit Pawar

મહારાષ્ટ્ર સરકારનું માંડ રાગે પડેલું ગાડું ફરી પાછું અટવાયું છે. અવારનવાર મહારાષ્ટ્રના રાજનીતિ ચર્ચાની એરણે ચઢતી હોય છે અને ક્યારેક ગઠબંધનના ભાગીદારોની લડાઈ પણ સામે આવતી હોય છે. હવે નવા ઘટનાક્રમમાં ફરી પાછી ગઠબંધનના ભાગીદારો વચ્ચે તકરાર પડી હોય તેમ લાગી રહ્યું છે. કારણ છે એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિક.મની લોન્ડરિંગ કેસમાં જામીન પર છુટેલા એનસીપી નેતા નવાબ મલિકની વિધાનસભામાં એન્ટ્રી લઈને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બીજા ડેપ્યુટી સીએમ અજીત પવારને પત્ર લખી નવાબ મલિકની હાજરી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે નવાબ મલિક પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેથી તેમને સત્તારૂઢ ગઠબંધન 'મહાયુતિ'માં સામેલ કરવા યોગ્ય નથી. 

આયકર વિભાગે બુધવારે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંકળાયેલા સ્થળો પર રેડ પાડી હતી જેમાં ભારી માત્રામાં કેશ મળી આવ્યાં છે. ટેક્સ વિભાગનાં અધિકારીઓ અનુસાર ઓડિશાનાં બોલાંગીર- સંબલપુર અને ઝારખંડનાં લોહરદગા અને રાંચીમાં છાપેમારી ચાલુ છે. બુધવાર સુધી 50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે પણ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. કંપનીની વેબસાઈટ અનુસાર ગ્રુપનો હેડક્વાર્ટર ઓડિશામાં છે અને તેની ચાર કંપનીઓ છે જે કુલ 6 બિઝનેસ ચલાવે છે. આ ગ્રુપ સમગ્ર ઓડિશામાં કામ કરે છે.  કંપનીઓમાં બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ, બલદેવ સાહૂ ઈંફ્રા પ્રાઈવેટ લિમિટેડ , ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજિઝ પ્રાઈવેટ લિમિટેડ સામેલ છે.

Telangana: Iron barricades in front of the Chief Minister’s office (Pragathi Bhavan) are being removed

ત્રીજી ડિસેમ્બરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા. પરિણામો આવ્યા બાદ એક તરફ જ્યાં કોંગ્રેસે આજે તેલંગાણામાં સરકાર બનાવી પણ દીધી છે ત્યાં બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ હજુ મુખ્યમંત્રીના નામોનું એલાન પણ કર્યું નથી. તેલંગાણાની નવી સરકારનું ગઠન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રીએ પોતાનો પહેલો વાયદો પૂર્ણ પણ કરી દીધો. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા એ રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા પછી ગણતરીની મિનિટોમાં જ પહેલો વાયદો પૂર્ણ કર્યો. રેડ્ડીએ ચૂંટણીમાં કહ્યું હતું કે સીએમ આવાસ અને કાર્યાલયના દરવાજા હંમેશા લોકો માટે ખુલ્લા રહેશે. પોલીસ સુરક્ષામાં CM કાર્યાલય જેને તેલંગાણામાં પ્રગતિ ભવન નામ આપવામાં આવ્યું છે તેની આગળ લગાવેલ લોખંડના બેરીકેડ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા. બુલડોઝર, ટ્રેક્ટર સાથે શ્રમિકોએ કામ ચાલુ કર્યું હતું. 

Narendra Modi met Emir of Qatar Sheikh Tamim Bin Hamad Al Thani and talked about 8 Indian Navy officers in Qatar

કતારમાં 8 ભારતીય નૌસૈનિકોને મૃત્યુદંડ આપવાનાં આદેશનાં મામલામાં ભારતને મોટી સફળતા મળી છે. આ મામલામાં ભારતીય રાજદૂતને કૉન્સુલર એક્સેસ મળ્યો છે.  કોન્સુલરે આ લોકો સાથે મુલાકાત કરી છે અને તેમને કેસ અંગે જાણકારી આપી છે. મામલામાં 2 વખત સુનાવણી થઈ ચૂકી છે અને આવતી સુનાવણી ટૂંક સમયમાં જ થશે.સામે આવ્યું કે પીએમ મોદી જ્યારે દુબઈ ગયાં હતાં ત્યારે તેમણે ત્યાં UN ક્લાઈમેટ સમિટ સિવાય અલગથી કતારનાં અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી. મુલાકાત દરમિયાન 8 પૂર્વ નૌસૈનિકોને આપવામાં આવેલી સજા અંગે પણ વાત કરવામાં આવી હતી જે બાદ હવે રાજદૂતને કૉન્સુલર એક્સેસ મળ્યો હોવાની વાત સામે આવી છે.

gautam gambhir and s sreesanth fight in legends league cricket in surat match

સુરતમાં રમાયેલ લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે થયેલ બબાલનો વિવાદ હવે વધતો જઈ રહ્યો છે. શ્રીસંતે સમગ્ર મામલે મોટા ખુલાસા સાથે ગંભીર પર આરોપ લગાવ્યા છે.શ્રીસંતે કહ્યું, ગૌતમ ગંભીર વારે ઘડીએ મને ફિક્સર ફિક્સર કહી રહ્યા હતા. મને અભદ્ર ગાળો પણ આપી. મેં ગંભીરને એક પણ અપમાનજનક શબ્દ કહ્યો નથી, મેં માત્ર એટલું જ કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો? તે પછી તે મને વારંવાર ફિક્સર ફિક્સર કહેતા રહ્યા. ગૌતમ ગંભીર હાલમાં લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે સારા એવા રન પણ બનાવ્યા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ