બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Meteorological Department and Ambalal's odd forecast, Home Accounts aid of 338 crores to Gujarat

2 મિનિટ 12 ખબર / હવામાન વિભાગ અને અંબાલાલની વિષમ આગાહી, કેન્દ્રની ગુજરાતને 338 કરોડની કરી સહાય, શિવરાજે કહ્યું '..એના કરતાં મરવાનું પસંદ'

Dinesh

Last Updated: 12:18 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં મોટી રાહત અપાઇ છે. એટલે કે મુદ્દતમાં 2 જાન્યુઆરી સુધી તારીખ લંબાવાઇ છે

The Meteorological Department in the state has once again predicted the cold, the weather will remain dry in the state for...

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. ત્યારે 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

Meteorologist Ambalal Patel has predicted about the cold, that we will have to face bone-chilling cold in 24 hours.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 24 કલાકમાં પશ્ચિમિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. આગામી 24 કલાકમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ 16મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

Union Home Department approves Rs 338 crore assistance to Gujarat for Cyclone Biparjoy

કેન્દ્રીય ગૃહ  વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને  લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. 

Online registration deadline extended for 10th exam in gujarat

રાજ્ય (Gujarat) માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજાવા જઇ રહેલી ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે તારીખ લંબાવી દેવાઇ છે. 2024માં યોજાવા જઇ રહેલી ધોરણ 10ની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધો. 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દત સોમવારે પૂર્ણ થઇ ગયા બાદ હવે બોર્ડ દ્વારા મુદ્દત લંબાવાઇ છે. એટલે કે તારીખ 12 ડિસેમ્બરથી લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારાશે.ૉ

talati kam mantri exam

હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. કારણ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરી દેવાઇ છે.અત્રે નોંધનીય છે કે, હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે હાલમાં નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ પણ જાતની શક્યતા દેખાતી નથી.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. 

Shivraj Singh Chauhan News: I prefer to die than ask for something for myself... Why did Shivraj Singh Chauhan say this...

મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ શિવરાજ સિંહે મીડિયા સામે આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. શિવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે હું એક વાત ખૂબ નમ્રતા સાથે કહું છું. તેણે કહ્યું કે તે પોતાના માટે કંઈક માંગવા જવા કરતાં મરી જશે. તે મારું કામ નથી અને તેથી જ મેં કહ્યું હતું કે હું દિલ્હી નહીં જઈશ. પાર્ટી મને જે કામ આપશે તે હું કરીશ. શિવરાજ સિંહે કહ્યું કે હું ક્યારેય તેમના વિશે કોઈ નિર્ણય લેતો નથી અને ન તો મેં ક્યારેય કર્યું છે.જે થશે તે અમારી પાર્ટી કરશે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું રાજ્યના નવા મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.

A fake DYSP has been caught from Junagadh, identified as Vineet Bansilal Dave.

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી PA, નકલી CMO અધિકારી બાદ હવે જૂનાગઢમાં નકલી DYSP ઝડપાયો છે. આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઇ છે. વિનીત નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની  છેતરપિંડી પણ આચરી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી DYSPને પોલીસ તંત્રે દબોચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ ખાતામાં નોકરી આપવાનું કહીને 17થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. નકલી DYSP વિનિતે પોલીસ કર્મચારીઓના કાર્ડ પર ફોટો લગાવી રોફ જમાવતો હતો. હાલ પોલીસ પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Ahmedabad 4 schools recognition cancelled for Inconvenience

અમદાવાદની સ્કૂલો વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને શહેરની 4 સ્કૂલોની તપાસ હાથ ધરાઇ હતી. ત્યાર બાદ 23 ઓક્ટોબરે રૂબરૂ સુનાવણી કરાઇ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી હાજર ન રહેતા 8 નવેમ્બરે ફરીથી સુનાવણી રખાઇ હતી. આથી તપાસના તારણો અને સુનાવણીના નિવેદન હાદ ફાઇનલ રિપોર્ટ DEOને મોકલાયો હતો. જેના જણાવ્યાં મુજબ, આ ટ્રસ્ટની સ્કૂલ અગાઉ બીજા સ્થળે હતી અને જે શહેર DEO કચેરીમાં સ્થળ ફેરફારની તપાસ ફાઇલ ચાલતી હતી. જેથી આ ફરિયાદની તપાસ પણ અહીંથી જ કરાઇ હતી.

bhajan lal sharma rajasthan CM introduction networth seat

ભજન લાલ શર્મા એક ભારતીય રાજકરણી છે જેમને હાલમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી ભાજપ દ્વારા સોંપવામાં આવી છે. ભાજપ વિધાયક દળની બેઠકમાં ભજનલાલ શર્માનાં નામ પર સર્વસમ્મતિથી મોહર લગાડવામાં આવી છે. તેઓ રાજસ્થાન વિધાનસભાનાં સદસ્યનાં રૂપમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ભજન લાલ શર્મા ચાર વખત ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ બન્યાં છે. 2023ની આ ચૂંટણીમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીમાં ભજનલાલે કોંગ્રેસનાં ઉમેદવાર પુષ્પેંદ્ર ભારદ્વાજને 48081 વોટનાં અંતરથી હાર આપી હતી.  ભાજપે તેમને પહેલીવાર જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટ પરથી ચૂંટણી લડાવી હતી. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટીકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યું હતું. આ જીત બાદ તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યાં છે. અને હવે તેમને રાજસ્થાનની કમાન સોંપી દેવામાં આવી છે. 

CBSE board examination 2024 std 10 12 datesheet out check it here

સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની સેકેન્ડરી સ્કૂલ એક્ઝામીનેશન 2024ની ડેટશીટ જાહેર થઈ ગઈ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. જ્યારે માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે. બોર્ડની આ પરીક્ષા આશરે 25-30 દિવસો સુધી ચાલશે. જુઓ ટાઈમ ટેબલ.

BHAGWANT MANN go to Gurudwara after drinking alcohol, tortured her wife Punjab CM daughter made serious allegations

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દીકરી સિરત કૌર માને તેના પિતા પર મોટા આરોપો લગાવ્યા છે. સિરતે કહ્યું કે માન તેની પૂર્વ પત્ની એટલે કે સિરતની માતાને શારીરિક અને ભાવનાત્મક રીતે ટોર્ચર કરતો હતો. સીરતે માન પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે તેના પુત્ર એટલે કે સીરતના ભાઈને રાત્રે સીએમ આવાસની બહાર ફેંકી દીધા હતા. સીરતનો આરોપ લગાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એમને પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો. વાઈરલ થયેલા વીડિયોમાં ભગવંત માનની પુત્રીએ કહ્યું, “હું સીરત કૌર માન છું. હું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી છું. શરૂઆતમાં જ હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ વિડિયોમાં હું તેમને શ્રી માન અથવા સીએમ સાહેબ તરીકે સંબોધીશ. એમને પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.”

Article 370 was a stigma, I wanted to erase it PM Modi's article after Supreme Court's historic judgment

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે આ ઔતિહાસિક ચુકાદા સાથે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને સમર્થન આપ્યું છે, જેનો દરેક ભારતીય આદર કરે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ લેવાયેલો નિર્ણય બંધારણીય એકીકરણને વધારવા માટે હતો. અમે 370, 35Aના કલંકને ભૂંસી નાખવા માંગીએ છીએ કારણ કે જમ્મુ-કાશ્મીરની પ્રગતિના માર્ગમાં આ અવરોધો હતા, જેને અમે દૂર કર્યા છે.' 

BCCI announces India U19 squad for tri-series in South Africa and Men’s U19 World Cup

આવતા વર્ષે દક્ષિણ આફ્રિકાની મેજબાનીમાં અંડર-19 વર્લ્ડ કપની યજમાની થશે. 19 જાન્યુઆરી 202 4થી આ ટૂર્નોમેન્ટ શરુ થવાની છે અને 11 ફેબ્રુઆરીએ વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. વર્લ્ડ કપને આડે હવે મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે તે પહેલા BCCIએ ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે. પંજાબના ઉદય સહારનને ટીમનો કેપ્ટન અને મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડેને વાઇસ કેપ્ટન બનાવાયો છે.ભારતની અંડર 19 વર્લ્ડ કપની ટીમમાં ટોટલ 15 ખેલાડીઓને સમાવાયા છે. બીસીસીઆઈની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ત્રિકોણીય શ્રેણી બાદ અંડર-19 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. વર્લ્ડ કપ 19 જાન્યુઆરી 2024થી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ