બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Meteorological department and Ambalal predicted freezing cold, Gujarat Congress announced new organization before Lok Sabha, final in Surat today

2 મિનિટ 12 ખબર / હવામાન વિભાગ અને અંબાલાલે કરી ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન જાહેર, આજે સુરતમાં ફાઇનલ

Dinesh

Last Updated: 07:22 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar suparfast news: અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. ઠંડીની સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ

 

There is no chance of rain in Gujarat for the next 7 days, but the cold will be bone chilling from this date

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. આ સાથે આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. રાજ્યમાં આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો એક બે ડિગ્રી ઘટશે. આ સાથે આગામી 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. 

Ambalal Patel's big prediction about cold and rain in the state

રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે.

Gujarat Pradesh Congress appointed 10 district presidents

Gujarat Congress District President : ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓના પ્રમુખની વરણી કરાઇ છે. આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી , અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં પ્રમુખની વરણી કરાઇ છે. 

The interrogation of the arrested suspects by the Gujarat ATS revealed that a woman had traveled to Pakistan several times

ગુજરાત ATSએ ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલી મહિલા અનેક વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે તેમજ મહિલા સાથે 4 શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો થયો છે. નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગેની પણ તપાસ શરૂ કરાઈ છે. અલગ અલગ UPI આઇડી પર પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકાના પગલે પણ તપાસ કરાઈ રહી છે. ATSએ તમામ શખ્સોના બેન્ક ટ્રાન્જેક્શનની તપાસ આદરી છે. ISKP આતંકી સંગઠનના બદલે અન્ય આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. બેંકના હિસાબની તપાસ બાદ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે.  

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી, નકલી IPS અને FCI અધિકારી બાદ હવે ગૃહમંત્રીનો નકલી PA ઝડપાયો છે.  નકલી PA બની ખુલ્લેઆમ દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે દારૂના નશામાં નકલી PA મારામારી કરી હતી.અત્રે જણાવીએ કે, વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે

Court rejects bail application of 6 including accused Raniba alias Vibhuti Patel who beat up youth in Morbi

 મોરબીમાં પગારને લઈને યુવક નિલેશને માર મારવાના કેસ મામલે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત તેના સાથીદારોને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. યુવકને માર મારનારા આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6ની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આપને જણાવીએ કે, સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે આરોપીઓની અરજી ફગાવી દેતા વિભૂતિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પગાર લેવા પહોંચેલા યુવકને 6 શખ્સોએ માર માર્યો હતો. જે માર મારવાના કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઈ હતી. જેમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ પણ સામેલ છે. યુવકને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (21)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં વિવિધ સંગઠનો સહિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાન આવ્યા હતાં. 

Surat jewelers tense as import of Russian rough diamonds is banned

Surat Dimond Industry : સુરત હીરા ઉદ્યોગને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. વિગતો મુજબ રશિયન રફ હીરા પર જી-7 દેશોએ પ્રતિબંધ મુક્ત આ સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈ હવે સુરતના રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. નોંધનિય છે કે, સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન રફ હીરાનો 30થી 35 ટકા હિસ્સો છે. સુરતના જગ વિખ્યાત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, હાલ હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. વિગતો મુજબ રશિયન રફ હીરા પર જી-7 દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ તરફ સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન હીરાનો લગભગ 30થી 35 ટકા હિસ્સો છે. 

Aditya L1 Mission: The SUIT payload of the Aditya L1 mission captured images of the Sun, you can also see.

આદિત્ય L1 મિશનઃ ભારતના સન મિશનમાં સ્થાપિત પેલોડ SUIT આદિત્ય L1એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. ઈસરોએ શુક્રવારેઆ માહિતી આપી હતી. સ્યુટ પેલોડે નજીકની અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક છબીઓ કેપ્ચર કરી છે. ISROએ તેની એક પોસ્ટમાં જણાવ્યું હતું. છબીઓમાં 200 થી 400 nm સુધીની તરંગલંબાઇ પર સૂર્યની પ્રથમ પૂર્ણ-ડિસ્ક રજૂઆતનો સમાવેશ થાય છે. છબીઓ સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની જટિલ વિગતો પ્રદાન કરે છે.

UPSC Mains Result 2023: UPSC has declared the result of Civil Services Mains Exam, check from this direct link.

યુપીએસસી મેન્સ રિઝલ્ટ 2023 યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એ શુક્રવારે સિવિલ સર્વિસીસ મેઈન પરીક્ષા-2023નું પરિણામ જાહેર કર્યું છે. પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 15 થી 24 સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. સફળ ઉમેદવારોના રોલ નંબર કમિશનની વેબસાઇટ https://upsconline.nic.in/ પર અપલોડ કરવામાં આવ્યા છે. આમાં સફળ ઉમેદવારો ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) માં પસંદગી માટે લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં દેખાશે.

PM Modi is once again at the top of the world leaders in the global rating approval rating. He received a 76 percent...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના નેતા બની ગયા છે. આ રેટિંગ 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના ડેટાના આધારે બહાર પાડવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામંજૂર રેટિંગ પણ અન્ય નેતાઓ કરતાં ઓછું છે.રેટિંગ મુજબ પીએમ મોદી પછી મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ બીજા સ્થાને, સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બાર્સેટ ત્રીજા સ્થાને, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની છે. 

20 દિવસોથી ચાલી રહેલાં લેજેન્ડ લીગ ક્રિકેટ હવે પોતાનાં ફાઈનલ્સ સુધી પહોંચી ગઈ છે. ગ્રુપ સ્ટેજ અને પ્લેઓફ મેચો બાદ હવે ફાઈનલ મેચ શરૂ થવા જઈ રહી છે. આ મેચ સુરતમાં યોજાઈ છે. મેચ પહેલા ટિકીટની કાળાબજારીનાં મામલા સામે આવ્યાં છે. સુરત સ્ટેડિયમની બહાર સુરતીઓને ટિકીટનાં ડબલ રૂપિયા ચુકવવા પડે છે. સ્ટેડિયમની બહાર એક શખ્સ 800ની ટિકીટના 1 હજાર રૂપિયા વસૂલી રહ્યો છે. કાળાબજારી થતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. અર્બન રાઈઝર હૈદરાબાદ અને મનીપાલ ટાઇગરની  ફાઈનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ પહેલાં કેપ્ટન સુરેશ રૈના અને હરભજન સિંહે કરી પત્રકાર પરિષદ કરી હતી જેમાં સુરેશ રૈનાએ કહ્યું કે રાંચીથી ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી. હું અને હરભજન સિંહ અનેક મેચ સાથે રમ્યા છીએ.  ભારતમાં IPL બાદ બીજા નંબરે સૌથી વધુ જોવાતી લીગ  LLC છે. તેમણે કહ્યું કે ફાઈનલની તમામ ટિકીટોનું વેંચાણ થઈ ચૂક્યું છે. 

Surat: Legends Legue Cricket final tickets are being sold in black

BJP appoints central observes: પાંચ રાજયોન વિધાનસભા ચૂંટણીમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ ભાજપ સામે એ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી કોણ બનશે. હવે એ વાતનો નિર્ણય લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે.રાજસ્થાનના નરીક્ષક તરીકે ભાજપે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાજ્યસભા સંસદ સરોજ પાંડેના નામની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશની જવાબદારી હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, કે લક્ષ્મણ અને આશા લકડાને સોંપવામાં આવી છે. જ્યારે છત્તીસગઢના નિરીક્ષક તરીકે અર્જુન મુંડા, સર્વાનંદ સીનોવાલ અને દુષ્યંત ગૌતમની પસંદગી કરવામાં આવી છે. 

Gold silver price rises again, crosses 63 thousand, silver becomes cheaper, know today's price..

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 8 ડિસેમ્બર, શુક્રવારના રોજ બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી આજે સસ્તી થઈ છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે તમારા શહેરમાં સોનાના ભાવ શું છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં વધારાને કારણે આજે દિલ્હીમાં સોનાના ભાવ રૂ. 100 વધીને રૂ. 63,050 પ્રતિ 10 ગ્રામ થયા હતા. જ્યારે ગઈકાલે એટલે કે તેના છેલ્લા ટ્રેડિંગમાં સોનું 62,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.શ્વિક બજારોમાં સોનું 2,032 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર હતું. વાયદાના વેપારમાં આજે સોનું રૂ. 12 વધીને રૂ. 62,478 પ્રતિ 10 ગ્રામ થયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરી ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 16,374 લોટના ટર્નઓવર સાથે રૂ. 12 અથવા 0.02 ટકાના વધારા સાથે રૂ. 62,478 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ