બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / mamata banerjee met sri lanka president ranil wickremesinghe in dubai replied on lead india

રાજનીતિ / 'જો સમર્થન મળ્યું તો..', INDIA ગઠબંધનના સવાલ પર મમતા બેનર્જીનો ધારદાર જવાબ

Manisha Jogi

Last Updated: 11:17 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 12 દિવસ દુબઈ અને સ્પેનના પ્રવાસે છે. મમતા બેનર્જીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી અને નવેમ્બરમાં સ્ટેટ બિઝનેસ સમિટ માટે આમંત્રણ પણ આપ્યું હતું.

  • મમતા બેનર્જી 12 દિવસ દુબઈ અને સ્પેનના પ્રવાસે
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી
  • INDIA ગઠબંધન પર મમતા બેનર્જીએ આપ્યો મજેદાર જવાબ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 12 દિવસ દુબઈ અને સ્પેનના પ્રવાસે છે. મમતા બેનર્જીએ બુધવારના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી અને નવેમ્બરમાં સ્ટેટ બિઝનેસ સમિટ માટે આમંત્રણ પણ આપ્યું હતું. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મમતા બેનર્જીને પૂછ્યું હતું કે, ‘શું તમે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ કરશો.’ આ બાબતે મમતા બેનર્જીએ જવાબ આપ્યો હતો કે, ‘જો લોકોનું સમર્થન મળશે, તો જરૂરથી સત્તામાં આવીશું.’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જણાવે છે કે, દુબઈમાં એરપોર્ટ લાઉન્જમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ તેમને જોતા વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. હું તેમના અભિવાદનથી અભિભત થઈ અને તેમનો કોલકત્તામાં થી રહેલ બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023 માટે આમંત્રણ આપ્યું. મમતા બેનર્જી જણાવે છે કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તેમને શ્રીલંકાના પ્રવાસ માટે આમંત્રણ આપ્યું છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે દુબઈ પહોંચ્યા હતા, બુધવારે તેમણે દુબઈથી સ્રેન માટે ઉડાન ભરી. મમતા બેનર્જી દુબઈ અને સ્પેન યાત્રા દરમિયાન રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન માટે બિઝનેસ સમિટમાં ભાગ લેશે. 

વિપક્ષી દળોએ ‘INDIA’ ગઠબંધન બનાવ્યું
વિપક્ષી દળોએ એકસાથે મળીને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ‘INDIA’ ગઠબંધન બનાવ્યું છે. શરાતમાં કોંગ્રેસ, TMC, NCP, શિવસેના, રાજદ, આપ, જદયૂ, CPI, CPM. JMM સહિત 26 દળ શામેલ થયા હતા. ત્યારપછી તેમાં અન્ય બે દળ શામેલ થયા. આ વિપક્ષી દળમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તે બાબતે ભાજપ સતત ‘INDIA’ ગઠબંધન પર નિશાન સાધી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ