બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Lt Gen Manoj Pande becomes first engineer to be appointed as Army chief

લશ્કરી નિમણૂંક / BIG NEWS : નરવણેના સ્થાને લેફ્ટ.જનરલ મનોજ પાંડે બનશે દેશના આર્મી ચીફ, સરકારે આપી લીલીઝંડી

Hiralal

Last Updated: 08:13 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે દેશના નવા આર્મી ચીફ તરીકે લેફ્ટ.જનરલ મનોજ પાંડેના નામની લીલીઝંડી આપી છે.

  • લેફ્ટ.જનરલ મનોજ પાંડે બનશે દેશના આર્મી ચીફ
  • કેન્દ્ર સરકારે નિયુક્તીને આપી લીલીઝંડી
  • મનોજ પાંડે બનશે દેશના પહેલા એન્જિનિયર આર્મી ચીફ 

કેન્દ્ર સરકારે દેશના નવા આર્મી ચીફ તરીકે  જનરલ મનોજ પાંડેના નામ પર મહોર લગાવી દીધી છે. લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે આર્મી ચીફ તરીકે નિયુક્ત થનારા દેશના પહેલા એન્જિનિયર બનશે.  જનરલ મનોજ પાંડે 30 એપ્રિલે નિવૃત થનારા નરવણેનું સ્થાન ગ્રહણ કરશે. 

આર્મી ચીફ બનનારા મનોજ પાંડે દેશના પહેલા એન્જિનિયર 

મનોજ પાંડે દેશના પહેલા એન્જિનિયર હશે જેમને આર્મી ચીફની કમાન સોંપવામાં આવી છે.30 એપ્રિલે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે. 

આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે 30 એપ્રિલે થઈ રહ્યાં છે નિવૃત 

ઉલ્લેખનીય છે કે હાલના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે (જનરલ એમએમ નરવણે) આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. મનોજ મુકુંદ નરવાણે બાદ લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે આર્મીમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના પદ માટેની સ્પર્ધામાં જનરલ એમ.એમ.નરવણેને સૌથી આગળ માનવામાં આવે છે.

કોણ છે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે?
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને ડિસેમ્બર 1982 માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સ્ટાફ કોલેજ, કેમ્બર્લી (યુકે)ના સ્નાતક છે અને તેમણે દિલ્હીની આર્મી વોર કોલેજ, મહુ અને નેશનલ ડિફેન્સ કોલેજમાં હાયર કમાન્ડના અભ્યાસક્રમોમાં પણ ભાગ લીધો હતો. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ પોતાની 37 વર્ષની સેવામાં ઓપરેશન વિજય અને ઓપરેશન પરાક્રમમાં સક્રિય રીતે ભાગ લીધો છે. 

39 વર્ષની લશ્કરી કરિયર ધરાવે છે જનરલ મનોજ પાંડે 

39 વર્ષની સૈન્ય કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ વેસ્ટર્ન થિયેટરમાં એન્જિનિયર બ્રિગેડ, એલઓસી પર ઇન્ફન્ટ્રી બ્રિગેડ, લદ્દાખ સેક્ટરમાં એક પર્વતીય વિભાગ અને ઉત્તર-પૂર્વમાં એક કોર્પ્સની કમાન સંભાળી છે. ઈસ્ટર્ન કમાન્ડનો હોદ્દો સંભાળતા પહેલા તેમણે આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફનો હવાલો સંભાળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ