બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Long queues of devotees since morning at temples and ashrams in Gujarat including Saurashtra

ગુરુ પૂર્ણિમા વિશેષ / ગુરુ સાક્ષાત પરબ્રહ્મ: ગુરુ પૂજન કરવા ગુજરાતનાં આશ્રમ-મંદિરોમાં ભક્તોની ભીડ, સાળંગપુરમાં જોવા મળી કોમી એકતા

Malay

Last Updated: 01:01 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurupurnima 2023: "ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર", સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ગુરુદેવ મય, સવારથી મંદિરો અને આશ્રમોમાં ભક્તોની લાંબી લાઇનો, ઠેર ઠેર મહાપ્રસાદના આયોજન.

 

  • આજે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી થઈ રહી છે ઉજવણી 
  • આશ્રમો અને મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી
  • સવારની આરતીથી લઈ બપોરે મહાપ્રસાદના ઠેર ઠેર આયોજન

આજે ગુરુપૂર્ણિમા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુરુઓના આશ્રમો અને મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી છે. ગુરુના દર્શન માટે લાઈન લાગી છે. સવારની આરતીથી લઈ બપોરે મહાપ્રસાદના ઠેર ઠેર આયોજન થઈ રહ્યા છે. રાજકોટનું ગુરુદેવ રણછોડદાસ બાપુનું આશ્રમ હોય કે વીરપુર હોય કે ગધેથળ હોય કે પછી સાળંગપુર મંદિર હોય તેમાં અલગ અલગ આશ્રમ અને મંદિરોને પણ શણગાર કરવામાં આવ્યા છે અને ગુરુઓની મૂર્તિને પણ શણગારવામાં આવી છે સાંજે ઠેર ઠેર મહાપ્રસાદના આયોજન પણ કરવામાં આવ્યા છે.

રણછોડદાસ આશ્રમ ખાતે ભક્તોની લાંબી લાઈનો 
રાજકોટમાં આજે ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિતે રણછોડદાસ આશ્રમ ખાતે ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ ભક્તો રણછોડદાસજી આશ્રમ ખાતે પહોંચી રહ્યા છે. 
રણછોડદાસ આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક પૂજા વિધિઓ કરવામાં આવી રહી છે. 

ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે કષ્ટભંજન દાદાને ગુરુપૂર્ણિમા નિમિત્તે સુવર્ણ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. ગુરુ પૂર્ણિમાને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે. મંદિરે આવતા તમામ ભક્તો માટે મંદિર દ્વારા ભોજન, રહેવા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

સાળંગપુરમાં જોવા મળ્યું કોમી એખલાસનું ઉદાહરણ
સાળંગપુર હનુમાનજી મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. બોટાદના મુસ્લિમ આગેવાને સાળંગપુર કષ્ટભંજન મંદિરના કોઠારી સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુસ્લિમ આગેવાન મહંમદભાઈએ સ્વામીને ગુરૂ ધારણ કરી ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરી હતી અને દેશમાં તમામ લોકોએ ભાઈચારો રાખવા મુસ્લિમ આગેવાને સંદેશો આપ્યો હતો.

વડિયામાં યોગદા સત્સંગ આશ્રમમાં પણ ઉજવણી
રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયામાં યોગદા સત્સંગ આશ્રમમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. વડિયા સુરવોડેમમાં આવેલા સરવાનંદબાપુના આશ્રમ ખાતે આસપાસ તેમજ શહેરના લોકો પહોંચી રહ્યા છે.  ભક્તો ગુરુના ચરણમાં જળાભિષેક કરી ગુરુપૂજન અને સત્સંગ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો 
આજે ગુરુપૂર્ણિમાના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારી ભીડ જોવા મળી રહી છે. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો જોવા મળી રહ્યા છે. આજે ગુરુપૂર્ણિમા દિવસે અંબાજી મંદિરમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે માતાજીની મંગલા આરતી વહેલી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. અંબાજી મંદિર અને મંદિરના ચાચર ચોક આજે શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો. 

કાંકણોલ નરસિંહ ધામમાં ભક્તોનું ઘોડાપૂર 
દરેક વ્યક્તિના જીવનમાં બદલાવ માટે ગુરુનું અનોખું મહત્વ હોય છે. આજે ગુરુ પુનમ નિમિત્તે ભક્તો ગુરુના દર્શન કરવા પહોંચ્યા છે. હિંમતનગરના કાંકણોલ પાસે આવેલા નરસિંહ ધામમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ગુરુના દર્શન કરવા દેશ વિદેશથી ભક્તો ગુરુપૂર્ણિમાં નિમિત્તે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ