બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / loc border indian army installs aqua jammers multi shot guns for drones

નિર્ણય / બોર્ડર પર કોઈ પણ ચાલ ચલતા પહેલા 10 વાર વિચારશે પાકિસ્તાન, સેનાએ ઉઠાવ્યું મોટું પગલું

Hiralal

Last Updated: 03:03 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને પહોંચી વળવા માટે સરહદે ક્વાડકોપ્ટર જામર અને મલ્ટી શોટ ગન સહિતની બે સિસ્ટમ તૈનાત કરી છે.

  • પાકિસ્તાનને હવે ડ્રોન દ્વારા જાસૂસી ભારે પડશે 
  • સેનાએ LoC પર જામર અને મલ્ટી શોટ ગન સિસ્ટમ તૈનાત કરી 
  • નવી સિસ્ટમ દુશ્મનના ડ્રોનને તોડી પાડવા સક્ષમ

સરહદે ડ્રોન દ્વારા અવારનવાર છમકલા કરી જનાર પાકિસ્તાનને હવે આવી હરકત ભારે પડવાની છે કારણ કે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને ખાળવા માટે એક મોટું પગલું ભર્યું છે. નિયંત્રણ રેખા (એલઓસી) પર ડ્રોન સર્વેલન્સને પહોંચી વળવા માટે સેનાએ ક્વાડકોપ્ટર જામર અને મલ્ટી શોટ ગન સહિત બે સિસ્ટમ લગાવી છે. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, "સેનાએ એલઓસી પર ક્વાડકોપ્ટર જામર સ્થાપિત કર્યા છે, જેને એક્વા જામર કહેવામાં આવે છે અને તે મલ્ટી-શોટ ગન દ્વારા સપોર્ટેડ છે. 

4,900 મીટરની ઊંચાઈએ દુશ્મનના ડ્રોનને તોડી પાડી શકે છે 
એક્વા જામરની ક્ષમતા 4,900 મીટરની ઊંચાઈ સુધી હોય છે. આ એક્વા જામર દુશ્મનના ડ્રોનને ફ્રીઝ કરતા પહેલા તેના ઓપરેટર સાથે સરહદ પારથી તેની કનેક્ટિવિટી તોડી નાખે છે. ત્યાર બાદની કાર્યવાહી બાદ મલ્ટિ-વેપન પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલી મલ્ટિ-શોટ ગન દ્વારા તેને નીચે લાવવા માટે અન્ય કાર્યવાહી કરવામાં આવે છે. ઘણા સૈનિકો આ બંને મશીનો ચલાવે છે. એક્વા જામર 5 કિ.મી.ની રેન્જ સુધીના ડ્રોન સિગ્નલને શોધી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જામરમાં ફીટ  ત્રણ બંદૂકો ત્રિકોણાકાર ફોર્મેટમાં એક સાથે નવ ગોળીઓ ચલાવે છે, જેનાથી દુશ્મનના ડ્રોનની આગથી બચવાનો કોઈ અવકાશ રહેતો નથી." બંને સિસ્ટમ એલઓસીથી લગભગ 400 મીટર પાછળ તૈનાત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વેલન્સ સેન્ટરો કેમેરા અને થર્મલ ઇમેજર્સથી સજ્જ છે અને દુશ્મન દેશની કોઈ પણ હરકતને પકડી પાડવા સક્ષમ છે. 

2022માં 191 પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યા હતા
આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 191 પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યા હતા, જેમાંથી 171 પંજાબ સેક્ટરમાં અને 20 જમ્મુ સેક્ટરમાં જોવા મળ્યા હતા.

પાકિસ્તાનને અત્યાચારનું પરિણામ ભોગવવું પડશે 
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર હુમલો કરતા કહ્યું કે પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરમાં લોકો પર અત્યાચાર કરી રહ્યું છે અને તેનું પરિણામ તેને ભોગવવું પડશે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ને ફરીથી પ્રાપ્ત કરવાના સંકેત આપતા સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વાંગી વિકાસનું લક્ષ્ય પીઓકેના ભાગ ગિલગિટ અને બાલ્ટિસ્તાન સુધી પહોંચ્યા પછી જ પ્રાપ્ત થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ