બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / limbdi road accident between eco and luxury near kataria four killed

સુરેન્દ્રનગર / લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો: લક્ઝરી અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4નાં મોત અને 2 ઘાયલ

Dhruv

Last Updated: 12:32 PM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં લક્ઝરી બસ અને ઇકો વાન વચ્ચે ટક્કર થતા 4ના મોત અને બે લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • સુરેન્દ્રનગર જિલ્લામાં લક્ઝરી બસ અને ઇકો વચ્ચે ધડાકાભેર ટક્કર
  • અકસ્માતમાં 4 લોકોના મોત જ્યારે 2 લોકો ઘાયલ
  • અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા

રાજ્યમાં આજ રોજ સવાર-સવારમાં જ એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં લક્ઝરી બસ અને ઇકો વાન વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ છે. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ-અમદાવાદ રાજમાર્ગ પર કટારિયા ગામ નજીક આ દુર્ઘટના ઘટી

મળતી જાણકારી અનુસાર, રાજકોટ-અમદાવાદ રાજમાર્ગ પર કટારિયા ગામ નજીક આ દુર્ઘટના ઘટી હતી. લક્ઝરી બસ અને ઇકો વાનની સામસામે ટક્કર થતા 4 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યાં અનુસાર, ઇકો વાનમાં 6 લોકો સવાર હતાં. તેઓ તમામ રાજકોટથી રાજસ્થાન નજીક એક લગ્નપ્રસંગમાં સામેલ થવા જઇ રહ્યાં હતાં.

વાન વિપરિત દિશામાંથી આવેલી બસ સાથે જઇ ટકરાઇ

લિંબડી પોલીસે જણાવ્યું કે, અનિયંત્રિત થયેલી ઇકો વાન વિપરિત દિશામાંથી આવી રહેલી લક્ઝરી બસ સાથે જઇને અથડાતા આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ઇકોમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય 2 ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવાયા. હાલમાં તેઓની સારવાર શરૂ છે. પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતદેહોને કારના પતરા ચીરીને બહાર કઢાયા

તમને જણાવી દઇએ કે, આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. જો કે, લોકો બચાવ કાર્યમાં જોતરાઇ ગયા હતા. લીંબડી પોલીસ પણ ઘટનાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. લીંબડી પોલીસ અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહોને કારના પતરા ચીરીને બહાર કાઢ્યા હતાં. મૃતદેહોને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ મોકલી અકસ્માતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો તો બીજી બાજુ આ યુવાનોના પરિવારને જાણ થતાં પરિવાર પણ ભારે શોકમાં ડૂબ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ