બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / less than 5 lakh salary not in tax slab still file income tax Return

તમારા કામનું / 5 લાખથી ઓછી સેલેરી હોય તો એવું ના સમજતા કે ITR ભરવાની જરૂર નથી! ફાયદા જાણશો તો તમે પણ આજે જ ભરવા દોડી જશો

Arohi

Last Updated: 12:58 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: 5 લાખ રૂપિયાથી ઓછી સેલેરી વાળી ઘણા લોકો વિચારે છે કે તેમને ITR ભરવાની જરૂર નથી. કારણ કે તેની મર્યાદામાં તેઓ નથી આવતા. આવી ભૂલ ભૂલથી પણ ન કરો.

  • 5 લાખથી ઓછી છે આવક?
  • તો પણ જરૂર ભરજો ITR
  • જાણો શું છે તેના ફાયદા 

સરકાર નોકરીયાત લોકો પાસેથી ટેક્સ વસુલે છે. સેલેરી રકમના હિસાબથી ટેક્સના રેટ નક્કી કરવામાં આવે છે. જોકે જુના ટેક્સ સ્ટ્રક્ચર પસંદ કરનારને 5 લાખ રૂપિયા સુધીની સેલેરી પર ટેક્સ નથી આપવાનો હોતો. નવી ટેક્સ વ્યવસ્થા સિલેક્ટ કરનાર માટે 7 લાખ રૂપિયાની સેલેરી ટેક્સ ફ્રી હોય છે. આ મર્યાદાથી વધારે સેલેરી મેળવનારને ઈનકમટેક્સ રિટર્ન ભરવું જરૂરી હોય છે. તેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. 

આ લોકોને પણ ITR ભરવું જરૂરી 
પરંતુ આજે અમે એની વાત કરવાના છીએ જે ટેક્સની મર્યાદામાં નથી આવતા. જુની વ્યવસ્થાના હિસાબથી 5 લાખ રૂપિયાથી ઓછી અને નવી વ્યવસ્થાના હિસાબથી 7 લાખ રૂપિયાથી ઓછી સેલેરી વાળા તેમાં આવે છે. 

મુશ્કેલી એ છે કે લોકો સમજે છે કે તેમની સેલેરી ટેક્સ ફ્રી છે માટે તેમને ITR ભરવાની જરૂર નથી. જ્યારે આ બધુ એક મોટી મિથ છે. ટેક્સની લિમિટમાં આવે કે ન આવે ITR બધાને ભરવું જોઈએ. કારણ કે ITR ઈનકમ પ્રૂફ હોવાના ઉપરાંત ઘણા બીજા પણ ફાયદા આપે છે. 

હકીકતે નોકરીયાત લોકો માટે ઈનકમ ટેક્સ રિટર્ન એક જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે. ITR ભરવાથી ટેક્સ સાથે જોડાયેલા ઘણી છુટની સાથે અન્ય ઘણી વસ્તુઓમાં પણ લાભ મળે છે. આવો જાણીએ કે ઓછી સેલેરી હોવા પર પણ ITR ભરવું કેમ ફાયદાકારક છે? 

પરત મળશે ટેક્સના પૈસા 
ઘણી વખત એવું થાય છે કે કોઈની સેલેરી અઢી લાખ રૂપિયા ઓછી છે. પરંતુ તેને કોઈ બીજી વસ્તુઓમાં ટેક્સ લેવામાં આવ્યો છે. એવામાં ITR ભરીને આ સંપૂર્ણ પૈસા પરત લઈ શકાય છે. જો આ શખ્સ ITR નહીં ભરે તો ટેક્સમાં કપાયેલા પૈસા બાતલ જશે. 

સરળતાથી મળી જશે લોન 
તમારે કેટલી રકમની લોન મળશે તેની સીધી લેવડદેવડ સેલેરીથી થાય છે. લોન આપતી વખતે બેંક બે વર્ષનું ITR માંગે છે. ઓછી સેલેરી હોવા પર પણ ITR ભરવાથી લોન મળવામાં સરળતા રહે છે. નહીં તે ઓછી સેલેરી ધરાવતા લોકોને લોન આપવામાં બેંક મોટાભાગે આનાકાની કરે છે. 

ધારોકે કોઈ કોઈ વ્યક્તિની સેલેરી 3 લાખ રૂપિયા છે. તેને એક લાખ રૂપિયાની લોન જોઈએ છે. તેણે બેંકની પાસે લોનની અરજી કરી છે. હવે બેંક તેને ITR અને સિવિલ સ્ટોક પુછે છે. જો લોન માંગનાર ITR બતાવી દે છે તો તેને લોન સરળતાથી મળી શકે છે. બેંક માને છે કે એક શખ્સના ઉપર ટેક્સની ઉધારી નથી. તેમ છતાં તેણે ITR ભર્યુ. તેને જવાબદાર વર્તન કહેવામાં આવે છે. 

લોસ બતાવી બચાવી શકો છો ટેક્સ 
માની લો એક શખ્સ 3 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. તે શેરોનું ખરીદ વેચાણ પણ કરે છે. મેન્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે. આવા લોકોને તો ITR ભરવો બિલકુલ ન ભુલવું જોઈએ એવું એટલા માટે તમને ઉદાહરણથી સમજાવીએ. માની લો કે તેને શેર બજારમાં રોકાણથી 1 લાખ રૂપિયાનો ફાયદો થયો અને તેની કુલ કમાણી 4 લાખ રૂપિયા થઈ ગઈ. જોકે હજુ પણ તે ટેક્સની મર્યાદાથી બહાર છે. 

પરંતુ બીજી સ્થિતિ બને છે કે તેને 1 લાખનો ફાયદો થવાની જગ્યાએ લોસ થયો. આવી સ્થિતિમાં તેમની કમાણી 2 લાખ રૂપિયા જ માનવામાં આવશે. આ શખ્સ ITR ભરીને જણાવી શકે છે કે તેને આ વર્ષે 1 લાખ રૂપિયાનો લોસ થયો છે. 

શેર બજારમાં એક ટર્મ છે, કેરી ફોરવર્ડ. જેના અનુસાર સેલેરીમાંથી લોસને ઓછો કર્યા બાદ જે રકમ આવે છે તેને જ અસલ કમાણી માનવામાં આવે છે. એક રોકાણકાર 8 વર્ષ સુધી પોતાનો લોસ આવતા વર્ષ માટે ફોરવર્ડ કરી શકે છે. 

જો શખ્સે નોકરી બદલી અને તેની સેલેરી હવે 6 લાખ રૂપિયા થઈ ગઈ. જો આ શખ્સ ITR ભરવા જઈ રહ્યો છે તો તેની કુલ કમાણી સેલેરી- ગયા વર્ષનો લોસ હશે. એટલે કે 6 લાખ- 1 લાખ રૂપિયા= 5 લાખ રૂપિયા. આ 1 લાખ રૂપિયા તેમનો ગયા વર્ષનો લોસ છે. તેના હેઠળ તેની કુલ કમાણી 6 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા હોય છે. તેને અત્યાર સુધી કોઈ ટેક્સ આપવો નહીં પડે. 

અન્ય રીતે થયેલી કમાણી થઈ જશે ટેક્સ ફ્રી 
ઘણા એવા બોન્ડ કે રોકાણના સાધન હોય છે જેનાથી મળતા ટેક્સ ફ્રી થાય છે. જો ITR ન ભર્યું હોય તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ ફાયદાને કમાણી માનીને તેને પેનલ્ટી પણ માંગી શકે છે. 

પરંતુ જો તમે 5 લાખ રૂપિયાથી ઓછી સેલેરી હોવા છતાં પણ ITR ભર્યું છે તો સરકારની પાસે પુરાવો રહે છે કે તમારી ટેક્સ દેવાદારી 5 લાખ રૂપિયાતી વધારે નથી. તમને બોન્ડથી વધારે કમાણી થઈ છે તો પણ ટેક્સ ફ્રી છે. આ રીતે તમે સંભવિત દંડથી બચી શકો છો. 

ઝડપથી મળશે વીઝા 
ઘણા દેશ વીઝા આપવા માટે ITR માંગે છે. ઈમીગ્રેશન એટલે કે બીજા કોઈ દેશમાં શિફ્ટ થવા માટે ITR જરૂરી કાગળોમાંથી એક છે. જો કોઈ અભ્યાસ કે ટ્રાવેલ કે કોઈ અન્ય હેતુથી વિદેશ જઈ રહ્યું છે તો તેને ITR માંગવામાં આવશે. 

એવું નથી કે તેના વગર વીઝા નહીં મળે. પરંતુ ITR ભરવાથી વીઝાની પ્રક્રિયા સરળતાથી થઈ જશે. અમુક દેશ ફક્ત એક વર્ષનું ITR માંગે છે. અમુક દેશ કે તેમની એમ્બેસી બે વર્ષનું ITR પણ માંગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ