બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Launch of INS Taragiri with 75 percent indigenous equipment

INS તારાગીરી / ભારતીય નૌકાદળ માટે આજનો દિવસ ઐતિહાસિક, 75 ટકા સ્વદેશી ઉપકરણો ધરાવતી INS તારાગીરીનું લોન્ચિંગ

Priyakant

Last Updated: 12:27 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ આજે ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ 'તારાગિરી'ના પ્રક્ષેપણનો સાક્ષી બનવા માટે તૈયાર

  • 11 સપ્ટેમ્બર એટલે કે આજે  નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ 'તારાગિરી'ના પ્રક્ષેપણ થશે 
  • આ યુદ્ધ જહાજમાં લગભગ 75 ટકા સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે
  • યુદ્ધ જહાજ 'તારાગિરી'નું વજન 3510 ટન,  ટોપ સ્પીડ 28 નોટ્સ (52 KMPH)થી વધુ હશે

દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે. આધુનિક હથિયારો, મિસાઈલ, હેલિકોપ્ટરથી લઈને મોટા યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત થોડા દિવસ પહેલા જ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે.  જોકે હવે દેશ 11 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ 'તારાગિરી'ના પ્રક્ષેપણનો સાક્ષી બનવા માટે તૈયાર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની છબી શસ્ત્રો અને યુદ્ધ જહાજોના 'ખરીદનાર'માંથી 'નિર્માતા'માં બદલાઈ રહી છે. ભારતમાં 1964 થી 90 થી વધુ નાનાથી મોટા એરક્રાફ્ટ કેરિયર્સ બનાવવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ ફ્રિગેટ તારાગિરી પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવી રહી છે. તે મુંબઈ સ્થિત મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ યુદ્ધ જહાજમાં લગભગ 75 ટકા સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. તારાગિરી 10 સપ્ટેમ્બર, 2020 થી નિર્માણાધીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટ 2025 સુધીમાં તેની ડિલિવરી અપેક્ષિત છે.

 'તારાગિરી'ની શું છે ખાસિયત ?

યુદ્ધ જહાજ 'તારાગિરી'નું વજન 3510 ટન છે. તારાગીરીને ભારતીય નૌકાદળના ઇન-હાઉસ બ્યુરો ઓફ નેવલ ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. 149 મીટર લાંબુ અને 17.8 મીટર પહોળું જહાજ બે ગેસ ટર્બાઇન અને બે મુખ્ય ડીઝલ એન્જિનના સંયોજન દ્વારા સંચાલિત થશે. તેની ટોપ સ્પીડ 28 નોટ્સ (લગભગ 52 કિમી પ્રતિ કલાક)થી વધુ હશે. INS તારાગિરીનું વિસ્થાપન 6670 ટન છે. તે સમુદ્રના મોજાને તોડીને મહત્તમ 59 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ સ્વદેશી યુદ્ધ જહાજ પર 35 અધિકારીઓની સાથે 150 લોકો તૈનાત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ