બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / lalu yadav came on front foot will take all decisions in place of tejashwi rjd legislature party meeting

બિહાર રાજનીતિ / નીતિશે મારી પલટી તો બેસી નહીં રહે લાલુ યાદવ, કરી શકે 'મહારાષ્ટ્રવાળો' ખેલ- માંઝીનો પણ ભાવ આવ્યો

Hiralal

Last Updated: 04:56 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના રાજકીય ઘટનાક્રમમાં હવે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પણ એક્શનમાં આવ્યાં છે. લાલુએ પણ જોડતોડ દ્વારા સરકાર રચવાની તૈયારી કરી છે.

  • બિહારમાં નીતિશનું એનડીએમાં જવાનું ફાઈનલ
  • સક્રિય થયાં લાલુ પ્રસાદ યાદવ
  • જોડતોડ દ્વારા સરકાર રચવાની કરી તૈયારી 

નીતિશ અલગ થઈ જાય તો સરકાર કેવી રીતે રચવી તેને લઈને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે બાગડોર સંભાળી છે. લાલુની પાર્ટી આરજેડી વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે અને તેના 79 ધારાસભ્યો છે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પાસે બે વિકલ્પ છે. સૌપ્રથમ, વર્તમાન સરકારમાંથી સમર્થન પાછું ખેંચીને સૌથી મોટી પાર્ટીને નાતે રાજ્યપાલને 122 ધારાસભ્યોને યાદી આપે, રાજ્યપાલ સ્વીકારે તો આરજેડીની સરકાર બની શકે છે. આરજેડી ફક્ત ત્યારે જ સરકાર બનાવી શકે કે જ્યારે રાજ્યપાલ આરજેડીને મોટી પાર્ટી માનીને તેજસ્વી યાદવને સરકાર બનાવવાનું આમંત્રણ આપે. જો આવું થાય છે, તો RJD સુપ્રીમો ફ્લોર ટેસ્ટમાં જીતી શકે છે.

ફ્લોર ટેસ્ટમાં RJD કેવી રીતે જીતી શકે?
જો રાજ્યપાલ આરજેડીની અરજી સ્વીકારે છે અને તેમને ગૃહમાં બહુમત સાબિત કરવા કહે તો લાલુ યાદવને તેમની તમામ વ્યૂહરચના બતાવવાની તક મળી શકે છે. બિહાર વિધાનસભાના સ્પીકર અવધ બિહારી ચૌધરી આરજેડી ક્વોટામાંથી છે અને વિધાનસભાના અધ્યક્ષ પાસે અમર્યાદિત સત્તા છે. વિધાનસભા અધ્યક્ષ આરજેડીને અલગ જૂથનો દરજ્જો આપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે, મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું હતું. વિધાનસભા અધ્યક્ષે શિંદે જૂથને અલગ જૂથ તરીકે માન્યતા આપી હતી. બીજી સ્થિતિ એ છે કે જેડીયુ કેટલાક ધારાસભ્યોને ગેરહાજર રાખીને ગૃહમાં બહુમત સાબિત કરી શકે છે. અથવા લાલુ પ્રસાદ મેજિક નંબર મેળવવા માટે કેટલાક ધારાસભ્યોના રાજીનામા મેળવીને પોતાની રણનીતિને અસરકારક બનાવી શકે છે.

લાલુએ જીતનરામ માંઝીને કરી સીએમ પદની ઓફર 
RJDએ જીતન રામ માંઝીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી છે. જીતન રામ માંઝી હમ (HAM)ના નેતા છે અને તેમની પાર્ટીના વિધાનસભામાં ચાર ધારાસભ્યો છે જ્યારે RJD પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે. જીતન રામ માંઝી બિહારના સીએમ રહી ચૂક્યા છે.  જોકે માંઝીની પાર્ટીએ લાલુની ઓફર ફગાવી દીધી છે.  પાર્ટીના પ્રવક્તા ડેનિશ રિઝવાને કહ્યું કે, 'જો RJD વડાપ્રધાનનો ઉમેદવાર આપે તો પણ તેમની સાથે નહીં જઈએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ અને રહીશું. બિહારમાં થોડાક કલાકોમાં મોટું પરિવર્તન આવશે. અમારા માટે પદ નહીં પરંતુ બિહારનો વિકાસ મહત્વનો છે. અમે NDA સાથે એક છીએ અને અમારા ધારાસભ્યો પણ સાથે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ