બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Karwa Chauth 2023 Moonrise Time Today

કરવા ચોથ / દેખો ચાંદ આયા ચાંદ નજર આયા..દિલ્હી, કોલકત્તા સહિત આ શહેરોમાં દેખાયો ચોથનો ચંદ્ર, સુહાગણોએ તોડ્યું વ્રત

Kishor

Last Updated: 09:40 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરવા ચોથ પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે દિલ્હીમાં કરવા ચોથનો ચંદ્ર દેખાયો છે જ્યારે અમદાવાદ, વડોદરા સહીતના શહેરોમાં ચાંદના દર્શન માટે ઘડીઓ ગણાઈ રહી છે.

  • કરવા ચોથ પર્વની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી
  • દિલ્હીમાં કરવા ચોથનો ચંદ્ર દેખાતા આનોખો ઉત્સાહ
  • અમદાવાદ, વડોદરામાં હવે દેખાશે ચાંદ

હિન્દુ ધર્મમાં મહત્વના ગણાતા કરવા ચોથ પર્વની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કરવા ચોથ પર્વ પર પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે ઉપવાસ કરે છે અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ જ ભોજન લે છે. ત્યારે આજે આ પર્વ ઉજવાય રહ્યું છે અને દેશભરમા ચંદ્રએ દર્શન દેતા હવે વિધિપૂર્વક પૂજા કર્યા બાદ મહિલાઓ ભોજન લે છે. દેશની રાજધાની દિલ્હીમાં કરવા ચોથનો ચંદ્ર દેખાતા આનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

/

રાજધાની કોલકત્તામાં પણ ચાંદ દેખાયો 
પરિણીતાઓએ આખો દિવસ ઉપવાસ કર્યા બાદ હવે ચંદ્ર દર્શન આપે તે શુભ ઘડી આવી પહોંચી છે.  દેશની રાજધાની દિલ્હી ખાતે આજે 8:15 મિનિટની અવસર પર ચંદ્ર નજર આવ્યો હતો. જ્યારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પણ ચાંદ દેખાતા હવે મહિલાઓ પૂજા અર્ચના કરીને ઉપવાસ તોડવાની વિધિમાં લાગી છે.

/

પતિના દીર્ઘાયુષ્ય માટે કરાતું વ્રત એટલે કરવા ચોથ, કથા સાથે જાણી લો નિર્જળા  વ્રતનું મહત્વ | know the importance of the Karwa Chauth Vrat

આ શહેરોમાં આ સમયે દેખાશે ચાંદ

  • નોઈડા – રાત્રે 8:15
  • ગુરુગ્રામ- રાત્રે 8:16
  • પુણે – રાત્રે 8:56
  • મુંબઈ- રાત્રે 8:59
  • પટના - સાંજે 7.51
  • લખનૌ- રાત્રે 8:05 કલાકે
  • વડોદરા – રાત્રે 8.49 કલાકે
  • કાનપુર- રાત્રે 8:08
  • પ્રયાગરાજ- રાત્રે 8:05 કલાકે
  • જોધપુર- રાત્રે 8:46
  • ઉદયપુર- રાત્રે 8:41
  • ચંદીગઢ- રાત્રે 8:10
  • અમૃતસર- રાત્રે 8:15 કલાકે
  • ઈન્દોર - રાત્રે 8:37
  • ભોપાલ – રાત્રે 8.29 કલાકે
  • અમદાવાદ- રાત્રે 8:50
  • દેહરાદૂન- રાત્રે 8:06
  • શિમલા- રાત્રે 8:07
  • ચેન્નાઈ- રાત્રે 8:43
  • બનારસ- રાત્રે 8:01
  • રાયપુર – રાત્રે 8:17
  • ગાઝિયાબાદ – રાત્રે 8:14
  • મેરઠ- રાત્રે 8:12
  • પણજી - રાત્રે 9:04 કલાકે
  • આગ્રા - રાત્રે 8:16
  • જયપુર- રાત્રે 8:26
  • વારાણસી- રાત્રે 8 વાગ્યે
  • રાંચી - સાંજે 7.56
  • હિમાચલ પ્રદેશ – રાત્રે 8:07
  • અલીગઢ – રાત્રે 8:13

કરવા ચોથના નિયમો

  • કરવા ચોથના દિવસે નિર્જળા વ્રત કરવામાં આવે છે. આ કારણોસર મહિલાઓ આ દિવસે શ્રૃંગાર કરીને દુલ્હનની જેમ તૈયાર થાય છે. આ દિવસે કોઈપણ વ્યક્તિને સુહાગણનો સામાન ના આપવોય કરવા ચોથના દિવસે જે પણ સુહાગના સામાનનો ઉપયોગ કરવામાં આવે તેનું દાન કરી દેવું. 
  • કરવા ચોથના દિવસે ચંદ્રના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ચંદ્રદર્શન કર્યા પછી ચંદ્રદેવને અર્ધ્ય આપ્યા પછી પારણા કરવામાં આવે છે. ચંદ્ર જોયા વગર કરવા ચોથનું વ્રત ના ખોલવું. કોઈ કારણવશ ચંદ્ર ના દેખાય તો જ્યોતિષ ઉપાય કરીને પૂજા  કરો અને અર્ધ્ય આપો, ત્યારપછી જ પારણા કરવા. 
  • કરવા ચોથના દિવસે મહિલાઓએ દિવસે ઊંઘવું ના જોઈએ. વ્રત કરીને સૂવાને કારણે વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી અને નિષ્ફળ જાય છે તથા દોષ લાગે છે. બીમાર લોકો અને ગર્ભવતી મહિલાઓ આરામ કરી શકે છે. 
  • કરવા ચોથનો દિવસ સુહાગનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે કાળા, વાદલી અને ભૂરા રંગના કપડા ના પહેરવા. આ રંગનો સંબંધ શનિદેવ સાથે હોય છે. આ દિવસે લાલ, ગુલાબી, પીળા અને લીલા રંગના કપડાં પહેરવા તે શુભ માનવામાં આવે છે. 
  • કરવા ચોથના દિવસે આ વ્રતની કથા જરૂરથી સાંભળવી જોઈએ. આ દિવસે કથા સાંભળવામાં આવે તો વ્રતનું ફળ પ્રાપ્ત નથી. આ કારણોસર પૂજા કર્યા પછી કથા જરૂરથી સાંભળવી. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ