બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Kaniah Kumar, Jignesh Mevani attacked BJP

ગુજ'રાજ' 2022 / જીગ્નેશ મેવાણીએ ભર્યું ફૉર્મ- કન્હૈયા કુમારે કહ્યું ગુજરાત જ નહીં દેશની નજર અત્યારે વડગામ પર છે

Dinesh

Last Updated: 06:07 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કનૈયાકુમારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર; "ભાજપ પહેલા ડરાવે છે ન માને તો જેલમાં બંધ કરે છે પછી નોટ બતાવે છે અને અંતે ન માને તો ગોળી મારી દે છે"

  • જિજ્ઞેશ મેવાણીએ વડગામથી ભર્યુ ફોર્મ
  • ફોર્મ ભરતી વખતે કનૈયા કુમાર રહ્યાં હાજર
  • કનૈયા કુમારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર


ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પહલ-ચહલ તેજ થઈ છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવે છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળે છે. જીગ્નેશ મેવાણીએ આજે વડગામથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. તેમના નામાંકન વખતે કનૈયા કુમાર પણ હાજર રહ્યા હતા. ઉમેદવારીપત્રને લઈ જે જીગ્નેશ મેવાણીની સમર્થન સભા યોજાઈ હતી. જેમાં જિજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કનૈયાકુમારના ભાજપ પ્રહાર
વડગામ વિધાનસભાની બેઠક પર જીગ્નેશ મેવાણીના ઉમેદવારી પત્રને લઈને સમર્થન સભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય નેતા કનૈયાકુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.  કનૈયા કુમારે કહ્યું કે જિજ્ઞેશ મેવાણીનું સિલાઈ મશીન લઈને કોંગ્રેસ અત્યારે ભારત જોડો યાત્રા કરી રહી છે જોકે ભારતના પ્રધાનમંત્રીનો ફોટો આગળ કરી અને એમના ગૃહ મંત્રીએ પોતાના દીકરાને બીસીસીઆઈના પ્રમુખ બનાવી દીધા છે જ્યારે બીસીસીઆઈમાં પ્રમુખ પદની વર્ણીમાં નિયમો નેવે મૂકી અને આ કામ કર્યું છે. તેમણે ભાજપની નીતિ વિશે વાત કહેતા જણાવ્યું હતું કે ભાજપ પહેલા ડરાવે છે ન માને તો જેલમાં બંધ કરે છે પછી નોટ બતાવે છે અને અંતે ન માને તો ગોળી મારી દે છે. 

"દાણા-પાણી માટે લોકો તરસી રહ્યાં છે"
કનૈયાકુમારે કહ્યું કે, ગુજરાત મોડલની લોકો મજા લઈ રહ્યા છે ત્યારે દેશ દાણા પાણી માટે તરસી રહ્યો છે તેમણે કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોરબીની જવાબદારી કોણ લે છે એ નક્કી કરશે જ્યારે મોદીજી ગુજરાતી છે પરંતુ ગુજરાત મોદીજીથી નથી તેવા આક્ષેપ કર્યા હતા. તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપનાં ભૂપેન્દ્ર પટેલ ઊંઘી રહ્યા હતા ત્યારે તેમને મુખ્યમંત્રી બનાવી દીધા એ રીતે અત્યારે ભાજપ ચાલી રહ્યું છે ત્યારે જીગ્નેશ મેવાણીને જીતાડવા અને તેમને સમર્થન કરવા માટે કનૈયા કુમારે અપીલ કરી હતી. કન્હૈયા કુમારે કહ્યું હતું કે, ગુજરાત જ નહીં દેશની નજર અત્યારે વડગામ પર છે

જિજ્ઞેશ મેવાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વડગામ બેઠક પર કોંગ્રેસ નાં જીજ્ઞેશ મેવાણીએ પોતાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિશાળ સભા યોજી હતી જેમાં હજારો લોકો હાજર રહ્યા હતાં. જીજ્ઞેશ મેવાણીએ વડગામ માટે મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવદ તળાવ ભરવા માટે પાઇપ લાઇન મંજૂર કરાવી તેમજ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સહિત કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી આવે એટલે ભાજપ સાંપ્રદાયિકતા ફેલાવે છે હુ તમામને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છુ. તેમજ આગામી સમયમાં વડગામમાં જીઆઇડીસી તેમજ લાઇબ્રેરી સહિતનો વિકાસ કરવામાં આવશે તેવી લોકોને બાહેધરી આપી હતી. મેવાણીએ વડગામની જનતા ભારે બહુમતથી જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ