બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Jeffrey Epstein document release: Prince Andrew, Bill Clinton among big names in Jeffrey court files

યૌન અપરાધ / દુનિયાના મોટા માથાંઓને સંડોવતું સેક્સ કૌભાંડ સામે આવતા ખળભળાટ, સગીર છોકરીઓનું કર્યું યૌન શૌષણ

Hiralal

Last Updated: 04:42 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઈનના ડોક્યુમેન્ટમાં દુનિયાના મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચ્યો છે.

  • અમેરિકામાં કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઈનના ડોક્યુમેન્ટથી ખળભળાટ
  • દુનિયાના મોટા માથાઓએ કર્યું હતું છોકરીઓનું યૌન શૌષણ
  • બિલ ક્લિન્ટનને પણ પસંદ હતી જવાન છોકરીઓ 
  • પ્રિન્સ એન્ડ્ર્યુ પણ છોકરીઓનું શૌષણ કરવા જેફરીના ટાપુ પર ગયા હતા 

મોટા માથાઓને સંડોવતું દુનિયાનું એક મોટું સેક્સ રેકેટ સામે આવ્યું છે. અમેરિકામાં કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઈન સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને લિસ્ટમાં મોટા મોટા માથાંઓના નામ સામે આવ્યાં છે. આ તમામ મોટા માથાઓએ અનેક વાર છોકરીઓનું યૌન શૌષણ કર્યું હતું જેનો ખુલાસો હવે થયો છે. 

હાઈ પ્રોફાઈલ નામોમાં કોણ સામલ 
હાઈ પ્રોફાઈલ નામમાં પ્રિન્સ એન્ડ્ર્યુ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇકલ જેક્સન અને ડેવિડ કોપરફિલ્ડ સામેલ છે. આ દસ્તાવેજો એક કેસની સુનાવણીના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યા છે. જેફરી એપસ્ટેઈનની આરોપી વર્જિનિયાની ઘિસલેન મેક્સવેલ નામની છોકરી સામે કોર્ટમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યાં છે. ઘિસલેન મેક્સવેલ જેફરી એપસ્ટેઈનને છોકરીઓ સપ્લાય કરતી હતી. આ દસ્તાવેજોમાં કુલ 90 લોકોના નામ છે. તે ઉપરાંત આ દસ્તાવેજોમાં નાઓમી કેમ્પબેલ, લિયોનાર્ડો ડિકેપ્રિયો, બ્રેડલી એડવર્ડ્સ, લુઇસ ફ્રીહ, સ્ટીફન હોકિંગ, જ્યોર્જ લુકાસ, જેસન રિચાર્ડ્સ, કેવિન સ્પેસી, બ્રુસ વિલિસ અને ડેનિયલ વિલ્સન જેવા નામ પણ સામેલ છે. આ લોકો જેફરી એપસ્ટીનની નજીક હોવાનું કહેવાય છે. 

પ્રિન્સ એન્ડ્ર્યુ જેફરી એપસ્ટેઈનના ટાપુ પર ગયા હતા 
આ કેસની સુનાવણી દરમિયાન મેક્સવેલે કહ્યું હતું કે પ્રિન્સ એન્ડ્ર્યુ અમેરિકાના વર્જિન આઇલેન્ડના એપસ્ટેઇન આઇલેન્ડ પર પહોંચ્યા હતા. 

બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ 
દસ્તાવેજોમાં જાતીય શોષણ કરવામાં આવેલા પીડિતોના નિવેદનો પણ શામેલ છે. એક પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપસ્ટેઇને તેને કહ્યું હતું કે બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ છે. પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે એપસ્ટેઇનના પામ બીચ મેનસન ખાતે માઇકલ જેક્સન અને પ્રખ્યાત જાદુગર ડેવિડ કોપરફિલ્ડને મળી હતી. જોકે 2019માં, ક્લિન્ટને એપસ્ટેઇન સાથે અફેર હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. 

ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નામ 
આ દસ્તાવેજોમાં અમેરિકાના પૂર્વ વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પના નામનો પણ ઉલ્લેખ છે. પીડિતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે ટ્રમ્પને એપસ્ટેઇનના ઘરે મળી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે ટ્રમ્પને મસાજ કરી હતી ત્યારે તેમણે નકારમાં જવાબ આપ્યો હતો.

કોણ છે જેફરી એપસ્ટેઈન અને તેણે શું કર્યું 
જેફરી એપસ્ટેઈન અમેરિકાનો યૌન ગુનેગાર છે. એપસ્ટેઇને અનેક સગીર વયની છોકરીઓનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એપસ્ટીન પર આરોપ છે કે તેણે મેનહટન, પામ બીચ, ફ્લોરિડા અને સેન્ટ થોમસ નજીકના તેના ખાનગી ટાપુ પર અનેક છોકરીઓ પર રેપ કર્યો હતો. એપ્સ્ટેઇનને 2019માં જેલમાં મોકલવામાં આવ્યો હતો. એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરી હતી. જે બાદ એપસ્ટીન સામેના આરોપોને પડતા મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2021માં તેના પાર્ટનર ઘિસલેન મેક્સવેલને દોષી જાહેર કરાઈ હતી.  મેક્સવેલને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ