બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Jagdish Thakor State Congress or BJP President spoke

ઈલેક્શન 2022 / જગદીશ ઠાકોર આ શું બોલી ગયા, રઘુ શર્માએ તરત જ અટકાવ્યા, જાણ થતા બોલ્યા, સોરી સોરી !

Dinesh

Last Updated: 07:38 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસ કે ભાજપ કે અધ્યક્ષ બોલ્યા અને રઘુ શર્માએ તેમને રોકવા પડ્યાં.

  • જગદીશ ઠાકોર આ શું બોલ્યા?, વીડિયો વાયરલ
  • પ્રદેશ કોંગ્રેસ કે ભાજપ કે અધ્યક્ષ !!
  • રઘુ શર્માએ કોંગ્રેસ અધ્યક્ષને રોક્યા

 

ગુજરાતમાં રાજકીય મહાલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે નેતાઓની જીભ પણ લપસી રહી છે. જ્યારે તમે બોલવા કંઈક અલગ માગતા હોય અને બોલાય જાય બીજુ આવી અણધારી આફત જ્યારે તમારા પર આવે ત્યારે તમે અનકોન્સિય હોવ છો પરંતુ જ્યારે નેતાઓની જીભ લપસે ત્યારે જોવા જેવી થાય છે ગુજરાતના એક નેતાની જીભ લપસી અને તેમને રોકવા પડ્યા છે આ વાત છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની જેમની એક પ્રેસકોન્ફરન્સમાં જીભ લપસી છે. જગદીશ ઠાકોર આ શું બોલી ગયા, રઘુ શર્માએ તરત જ અટકાવ્યા, જાણ થતા બોલ્યા, સોરી સોરી !

જગદીશ ઠાકોર આ શું બોલ્યા?
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમના આખા-બોલાપણાને કારણે હંમેશા તેઓ ચર્ચામાં રહેતા હોય છે. કોઈ પણ મુદ્દો હોય તેઓ તેમની આગવી ભાષા અને શૈલીમાં પ્રશ્નોના જવાબ આપતા હોય છે. તેમના જવાબોને કારણે તોઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમની વાંક છટા અને સ્પિચને કારણે કાર્યકરોમાં જ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી તેમના દ્વારા એવા પ્રહારો કરવામાં આવે કે બે ઘડી કાર્યકરોમાં બે શેર લોહી વધી જાય છે. તેમની બોલવાની ભાષા તથા કોઈ પણ મુદ્દો રજૂ કરવાની રીતને કારણે તેઓના ઘણા વીડિયો વાયરલ પણ થયા છે. અને એક વર્ગ એવુ પણ માને છે કે, તેમની બોલવાની સ્પિચને કારણે જ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, પરંતુ હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પ્રેસકોન્ફરન્સ સંબોધતા જગદીશ ઠાકોરની જીભ લપસી હતી. જેના કારણે પ્રભારી રઘુ શર્માએ તેમને બોલતા અટકાવ્યા હતા.

જગદીશ ઠાકોર કોંગ્રેસ અધ્યક્ષની જગ્યા બોલ્યા ભાજપાના અધ્યક્ષ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પ્રેસકોન્ફરન્સ સંબોધતા જગદીશ ઠાકોરની જીભ લપસી હતી. જેના કારણે પ્રભારી રઘુ શર્માએ તેમને બોલતા અટકાવ્યા હતા. તમને એવુ લાગતુ હશે કે, એવુ તો શું બોલ્યા હશે કે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા બોલતા અટકવવા પડ્યા હતા. તેઓ અહીં ભાજપા કે અધ્યક્ષ બોલ્યા અને રઘુ શર્માના કાન ચમક્યા અને તેમને જગદીશ ઠાકોરને બોલતા અટકાવ્યા હતા અને બોલ્યા પછી બોલ્યા અરે ભાઈ,, અને પછી હાસ્યનું મોજુ ફરી વળ્યું. હવે આ વીડિયો વાયરલ થયો અને લોકોએ કોંગ્રેસની મજા લેવાનું શરૂ કર્યું. ટ્વિટર પરના એક હિરેન નામના યુઝરે તો લખ્યુ કે, હવે કોંગ્રેસ આમા ક્યાથી જીતે? ખેર બોલવામાં ક્યારેક માણસની જીભ લપશે પણ ક્યારેક નેતાની જીભ લપશે તો કેવી સ્થિતિ ઉભી થાય તે વીડિયોમાં જોઈ શકાય છે. ખેર ભલે બધાએ હાસ્યમાં આખી વાત લીધી પણ પીઠ પાછળ કાર્યકરોમાં ગણગણાટ તો જોવા મળ્યો જ હશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ