બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / jagannathji temple 800 crore land scam charity commissioner ahmedabad

અમદાવાદ / જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ બચાવ કરતા કહ્યું- ગૌશાળા માટે ઘાસ ઉગી શકે તેમ ન હતું તેથી જમીન ભાડે આપી હતી અને...

Hiren

Last Updated: 09:07 PM, 8 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગન્નાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા ફાળવેલી ગૌચરની જમીન અન્યને રૂ. 800 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ થતા ચેરિટી કમિશનર દ્વારા જમીનની હાલ રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચેરિટી કમિશનરે જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવાના આદેશ આપ્યા છે. ત્યારે આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા બચાવ કરાયો હતો.

  • ચેરિટી કમિશનરે જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવાના આદેશ આપ્યા
  • જમીન NA ન હોય તો 35 મહિના સુધી જ લીઝ પર આપી શકાય
  • મંદિર ટ્રસ્ટે કહ્યું કે, ભાડાના પૈસાથી અન્ય જગ્યાએ જમીન રાખી હતી

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયા હતા. 
મંદિરને મળેલી જમીન મંદિર ટ્રસ્ટએ અન્યને વેચી દેવામાં આવી હતી. હવે આ મામલે ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રસ્ટ દ્વારા વેચાયેલી જમીન પાછી લેવા માટે ઓર્ડર કરવામાં આવી છે. 

ચેરિટી કમિશનરે કહ્યું હતું કે કાયમી ભાડા કરારના નામે જમીન વેચી ન શકાય. બહેરામપુરા ટીપી 138ની જમીન પરત લેવા આદેશ કરવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર દંડ ફટકારશે. મંદિરના ટ્રસ્ટીઓએ ઉસ્માન ઘાંચીને 800 કરોડમાં જમીન વેચી હતી. જે મામલે હવે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને દિલીપ દાસજીને દંડ થઈ શકે છે.

ચેરીટી કમિશનરે વધુમાં જણાવ્યું કે જમીન NA ન હોય તો 35 મહિના સુધી લીઝ પર આપી શકાય. છતાં પણ ટ્રસ્ટ દ્વારા કાયમી ધોરણે જમીનો લીઝ પર આપવામાં આવી છે. પ્રાથમિક કક્ષાની તપાસ પૂર્ણ થઇ હજુ આગળની કાર્યવાહી બાકી છે.

ચેરિટી કમિશનરના આદેશ બાદ ટ્રસ્ટની સ્પષ્ટતા

અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીનના મામલે ચેરિટી કમિશનરના આદેશ બાદ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ હતું કે ચેરિટી કમિશનરના આદેશનું અમે પાલન કરીશું. ચેરિટી કમિશનરે લીઝ પર આપેલી જમીન પરત લેવા આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

AMCએ 1992માં બહેરામપુરાના સરવે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી હતી. પરંતુ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના આ જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી હતી. જમીન ગૌચર માટે આપી હોવા છતાં તેનો કૉમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની તૈયારી થઈ ગઈ છે. ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું કામકાજ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. અરજી થતા હવે ચેરિટી કમિશનરે સમગ્ર મામલે ચુકાદો આપ્યો છે.

મંદિર ટ્રસ્ટે કહ્યું કે, ભાડાના પૈસાથી અન્ય જગ્યાએ જમીન રાખી હતી...

બીજી તરફ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે એ જગ્યા છે તે મંદિરના પૂર્વ મહંત કે જેઓ ખેડૂત પણ હતા તેને આપી હતી. જે તે સમયે ભાડા ચિઠ્ઠી મહંતના નામ પર જ આવતી હતી. ચેરિટી વિભાગમાં જે તે સમયે અરજી કરી હતી. પરંતુ ટ્રસ્ટના નામ પર થઈ નહીં કારણ કે મહંતના નામ પર જમીન આપવામાં આવી હતી. તો બીજી તરફ AMC દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી તે પ્લોટિંગ કરી ને આપી હતી જેમાંથી 40 ટકા જમીન પરત લઈ લીધી હતી અને એટલે મંદિરને તો માત્ર 70 હજાર વાર જગ્યા જ મળી છે જે જગ્યા મળી તેમાંથી 2000 વાર જગ્યા ગટર લાઈન નાખવા માટે AMC એ પરત લીધી હતી જેમાંથી ગટર નું પાણી ઉભરાય છે જેથી ત્યાં ગાય માટે ઘાસ ઉગી શકે એમ નહોતું જેથી એ જે જગ્યા પેટે ભાડે આપી તેમાંથી જે ભાડું આવતું હતું તેમાંથી અન્ય જગ્યા પર 10 ગણી વધારે જગ્યા રાખી અને ત્યાં ગૌ શાળા માટે ઘાસ ઉગાડવામાં આવે છે.

યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી હતી જમીન

અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે જમીન નો વિવાદ છે તે સુએજ ફાર્મની જગ્યા છે જેની માલિકી AMCની હતી પછી વર્ષ ૧૯૯૨માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો.પછી ૨૦૧૮માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. એટલે કાયદાકીય રીતે જોઈએ તો મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે ભંગ કરેલો છે એ હકીકત છે પણ ઉદ્દેશ ખોટો નહોતો પણ હવે ચેરિટી કમિશનર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેનું પાલન કરવામાં આવશે

ગૌશાળા માટે ઘાસ ઉગી શકે તેમ ન હતું તેથી જમીન ભાડે આપી અને...

મંદિર ટ્રસ્ટ કહી રહ્યું છે કે જે પણ થયું છે તે તમામ ટ્રસ્ટી સાથે બેસીને બધાની સંમતિથી થયેલું છે. કોઈને અંધારામાં રાખી ને કરવામાં આવ્યું નથી. કારણ કે જે જગ્યા મંદિરને AMC દ્વારા ફાળવવામાં આવી છે. તેમાં ગૌશાળા માટે ઘાસ ઉગી શકે નહીં જેથી એ જગ્યાને ભાડે આપી તેમાંથી અન્ય જગ્યા પર જમીન ખરીદવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ