બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / પ્રવાસ / IRCTC Special Offer: Travel across Gujarat in 4 days-3 nights, that too in just Rs.
Megha
Last Updated: 10:33 AM, 10 July 2023
ADVERTISEMENT
ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા.. ગુજરાતની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એ વાત તો નોંધનીય છે કે IRCTC અલગ અલગ જગ્યા ફરવા માટે નવા નવા ટુર પેકેજ બહાર પાડતું રહે છે એવમાં હવે ભારતીય રેલ્વેના ઉપક્રમે ગુજરાતની મુલાકાત લેવા માટે એક નવું રેલ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે આ યાત્રા દર શુક્રવારે મુંબઈથી શરૂ થશે. આ ટૂર પેકેજને Kewadia With Ahmedabad Ex Mumbai નામ આપવામાં આવ્યું છે.
ટૂર પેકેજ 4 દિવસ અને 3 રાતનું હશે
ઉલ્લેખનીય છે કે IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. IRCTCનું આ ટૂર પેકેજ 4 દિવસ અને 3 રાતનું હશે. આ ટૂર પેકેજમાં મુસાફરો ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારમાં મુસાફરી કરી શકશે. આ પેકેજ દ્વારા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને વડોદરાની મુલાકાત લેવાની તક મળશે. ટૂર પેકેજો માટે ઓક્યુપન્સી અનુસાર ટેરિફ બદલાશે. આ પ્રવાસનું ભાડું 15,440 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે.
ADVERTISEMENT
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
ગુજરાતના વડોદરાથી થોડે દૂર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી વિશાળ પ્રતિમા જોવા માટે ઘણા પ્રવાસીઓ ત્યાં જાય છે. વિશ્વની સૌથી ઉંચી 597 ફૂટની પ્રતિમા નર્મદા નદીના તટ પર બનાવવામાં આવી છે.
Here's your chance to take an exciting tour of Vadodara and Ahmedabad with the Kevadia With Ahmedabad Ex Mumbai #tourpackage.
— IRCTC (@IRCTCofficial) July 7, 2023
Book now on https://t.co/KDhIkbCS07#azadikirail #irctctourism #IRCTC @incredibleindia @tourismgoi @AmritMahotsav
આ સુવિધાઓ મળશે
- રિટર્ન ટિકિટની સુવિધા
- ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટ અને ડિનરનો સમાવેશ
- હોટલમાં રહેવાની તમામ વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે.
- આમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ કવર કરવામાં આવશે.
- એસી વાહન દ્વારા મુસાફરી કરવાની સુવિધા
આ ટૂર પેકેજ માટે બુકિંગ કેવી રીતે કરવું
તે IRCTC વેબસાઇટ irctctourism.com પર જઈને કરી શકાય છે. આ સિવાય IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસ અને રિજનલ ઓફિસ દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.