બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Iran out of UN Women's Commission: Harsh stance on hijab has hit the country hard

કાર્યવાહી / UN મહિલા આયોગમાંથી ઈરાન આઉટ: હિજાબ મુદ્દે સખ્ત વલણ દેશને ભારે પડ્યું, વોટિંગ પર ભારતનો આકરો નિર્ણય

Priyakant

Last Updated: 10:47 AM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિજાબને લઈને શરૂ થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરવાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે ઈરાનને તાત્કાલિક અસરથી મહિલા અધિકાર મંડળમાંથી બહાર કરી દીધુ

  • ઈરાનમાં મહિલાઓના પ્રદર્શન વચ્ચે મોટા સમાચાર
  • હિજાબ મુદ્દે ઈરાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી
  • UN મહિલા આયોગમાંથી ઈરાન આઉટ
  • હિજાબ મુદ્દે સખ્ત વલણ દેશને ભારે પડ્યું

ઈરાનમાં છેલ્લા ઘણા મહિનાઓથી મહિલાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિજાબને લઈને શરૂ થયેલા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.મહસા અમીનીના મોત બાદ ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ઈરાનને મોટો ઝટકો આપવાનું કામ કર્યું છે. ઈરાનને તાત્કાલિક અસરથી મહિલા અધિકાર મંડળમાંથી બહાર કરી દીધું છે. આ ઠરાવ અમેરિકા દ્વારા યુએનમાં લાવવામાં આવ્યો હતો જેમાં 8 દેશોએ ઈરાન વિરુદ્ધ મતદાન કર્યું હતું અને 16 દેશોએ મતદાનથી દૂર રહ્યા હતા. ભારત આ મુદ્દે વોટિંગથી દૂર રહ્યું એટલે કે તેણે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી.

ઈરાનને આ મોટો ઝટકો આપવામાં અમેરિકાએ મોટી ભૂમિકા ભજવી છે. ગયા મહિને અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચારોને નજરઅંદાજ કરી શકાય નહીં અને તેને યુએનની મહિલાઓ સંબંધિત વૈશ્વિક સંસ્થામાંથી બહાર રાખવાના પ્રયાસો કરવામાં આવશે. અમેરિકાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈરાનમાં મહિલાઓના માનવાધિકારને સતત કચડવામાં આવી રહ્યું છે, તેમને નબળા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દલીલોને સમજીને યુએનએ અમેરિકાના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો અને બુધવારે મતદાન થયું હતું. વોટિંગ પછી આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને ઈરાનને મહિલા અધિકાર સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવ્યું. 

અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ મતદાનને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, આ મતદાન ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચારનો જવાબ છે. તે સંકેત છે કે ઈરાન સામે ઘણા દેશો એક થઈ રહ્યા છે. જાહેર કરાયેલા નિવેદનમાં સુલિવાને એમ પણ કહ્યું કે, ઈરાનના દરેક પગલા માટે તેની જવાબદારી નક્કી કરવામાં આવશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 22 વર્ષીય ઈરાની યુવતી મહસા અમીનીની મોરાલિટી પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મોરાલિટી પોલીસ પર અમીનીના મૃત્યુનો આરોપ હતો. આ પછી દેશભરમાં સરકાર અને હિજાબ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા. આ પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ