બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 A memorable 1000th match a record created by these teams in the IPL

IPL 2023 / ઐતિહાસિક: 1000મી મેચ બની યાદગાર, IPLમાં આ ટીમોએ સર્જ્યો એવો રેકોર્ડ કે જાણી ચોંકી જશો

Megha

Last Updated: 10:14 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 ની 1000મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી.સાથે જ IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય.

  • IPL ઈતિહાસની 1000મી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે હતી 
  • IPLના ઈતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો
  • 999મી મેચમાં પંજાબે ચેન્નાઈને હરાવ્યું હતું 

IPL 2023 માં ગઈકાલે રવિવારે એટલે કે 30 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી અને આ મેચને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સાથે જ જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય. 

IPL ઈતિહાસની 1000મી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે 
ઉપરાંત ખાસ વાત એ છે કે આ IPL ઈતિહાસની 1000મી મેચ હતી. જણાવી દઈએ કે રવિવારે ડબલ હેડર રમાઈ હતી અને એ બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાનની ટીમે 213 રનનો ટાર્ગેટ મુંબઈને આપ્યો હતો અને મુંબઈએ પણ સામે કાંટાની ટક્કર આપી હતી. એ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. છેલ્લી ઓવરમાં મુંબઈની ટીમને જીતવા માટે 17 રનની જરૂર હતી અને એ સમયે ટિમ ડેવિડ અને તિલક વર્મા ક્રિઝ પર હતા અને રાજસ્થાનની ટીમ તરફથી કેરેબિયન ફાસ્ટ બોલર જેસન હોલ્ડર બોલિંગ કરી રહ્યા હતા. એ સમયે ચાહકોને પણ લાગ્યું કે આ મેચ રાજસ્થાન જીતશે પણ એવું થયું નહીં. 

એ મેચમાં ટિમ ડેવિડે પોતાનું મન બનાવી લીધું અને હોલ્ડરની ઓવરના પહેલા 3 બોલમાં ત્રણ છગ્ગા ફટકારીને મેચ પલટી દીધી હતી. 213 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 4 વિકેટ ગુમાવીને 19.3 ઓવરમાં 214 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

999મી મેચમાં પંજાબે ચેન્નાઈને હરાવ્યું 
IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય. રવિવારે ડબલ હેડરમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે બપોરે રમાઈ હતી. આઈપીએલના ઈતિહાસની આ 999મી મેચ હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ પંજાબની ટીમને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શિખર ધવનની કેપ્ટન્સીમાં પંજાબની ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ