બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Indian Navy successfully test-fired missile MRSAM

ગૌરવ / દુશ્મનો પર કહેર બનીને તૂટશે ભારતની MRSAM મિસાઇલ: નેવીએ કર્યું સફળ પરીક્ષણ, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 11:56 AM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નૌકાદળે સપાટીથી હવામાં પ્રહાર કરનારી મધ્યમ શ્રેણીની મિસાઈલ MRSAM નું સફળ પરીક્ષણ કર્યું

  • ભારતીય નૌકાદળે મિસાઈલ MRSAM નું સફળ પરીક્ષણ કર્યું 
  • INS વિશાખાપટ્ટનમથી મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું
  • મિસાઈલ MRSAM દુશ્મનના કોઈપણ જહાજને કરી શકે છે નષ્ટ 

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને કોઈપણ સ્તરના યુદ્ધનો સામનો કરવા સક્ષમ બનાવવા માટે સખત મહેનત કરી છે. આ દરમિયાન હવે ભારતીય નૌકાદળે સપાટીથી હવામાં પ્રહાર કરનારી મધ્યમ શ્રેણીની મિસાઈલ MRSAM નું સફળ પરીક્ષણ કર્યું છે. INS વિશાખાપટ્ટનમથી કરવામાં આવેલ મિસાઈલનું આ પરીક્ષણ સફળ રહ્યું હતું. 

ભારતીય નૌકાદળ આ મિસાઈલથી દુશ્મનના કોઈપણ જહાજને નષ્ટ કરી શકે છે. MRSAMને DRDO અને IAI દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ મિસાઇલોના રૂપમાં ભારતની સશસ્ત્ર દળોને વધુ એક મહાન હથિયાર મળ્યું છે.

શું કહ્યું ભારતીય નૌસેનાએ? 
ભારતીય નૌસેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત આ મિસાઈલ આત્મનિર્ભર ભારત પ્રત્યે નેવીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આ મિસાઈલ હવામાં જહાજોને નિશાન બનાવવાની ક્ષમતા સાબિત કરી ચૂકી છે. થોડા મહિના પહેલા કરવામાં આવેલા પરીક્ષણમાં મિસાઈલે ઝડપથી આગળ વધતા માનવરહિત હવાઈ લક્ષ્યને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું હતું. મિસાઈલે હવામાં તેજ ગતિએ ઉડતા વિમાનને અનુસરીને તેના પર સીધો હુમલો કર્યો.

MRSAM કઈ વિશેષ સુવિધાઓથી સજ્જ ? 
MRSAM નું આર્મી વર્ઝન એ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે, જે ભારતના ડીઆરડીઓ અને ઈઝરાયેલની આઈએઆઈ દ્વારા સંયુક્ત રીતે ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવા માટે વિકસાવવામાં આવી છે. MRSAM આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી-ફંક્શન રડાર અને મોબાઇલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. ડિલિવરેબલ કન્ફિગરેશનમાં ટ્રાયલ દરમિયાન સંપૂર્ણ ફાયર યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ મિસાઇલોના રૂપમાં ભારતની સશસ્ત્ર દળોને વધુ એક મહાન હથિયાર મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ