બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / India in semi-finals: Now these 5 teams battle it out for the remaining 3 spots

સ્પોર્ટ્સ / ભારત સેમીફાઇનલમાં: હવે બાકીની 3 જગ્યા માટે આ 5 ટીમો વચ્ચે ટક્કર, બે તો ભારતના જ પડોશી દેશ

Priyakant

Last Updated: 09:42 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Latest News: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવ્યા બાદ ODI વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું

  • ભારતીય ટીમે શાનદાર રીતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું 
  • ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 7 મેચ રમી તમામમાં જીત મેળવી
  • સેમિફાઇનલમાં ત્રણ જગ્યાઓ માટે 5 ટીમો વચ્ચે સ્પર્ધા 

World Cup 2023 : ભારતીય ટીમે શાનદાર રીતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું છે. મહત્વનું છે કે, આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવ્યા બાદ ODI વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. 

ભારતનું જોરદાર પ્રદર્શન 
ભારત વર્તમાન વર્લ્ડ કપમાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હાલમાં સેમિફાઇનલ માટે ત્રણ જગ્યાઓ ખાલી છે અને આ ત્રણ જગ્યાઓ ભરવા માટે 5 ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. સેમીફાઈનલ માટે હજુ પણ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. જેમાંથી સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી વધુ આશા છે. કારણ કે આ ત્રણેય ટીમોનો નેટ રન રેટ પ્લસમાં છે. 

આ પાંચ ટીમો સેમિફાઇનલની રેસમાં 

1. દક્ષિણ આફ્રિકા 
ભારતીય ટીમ જીતતાની સાથે જ દક્ષિણ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો અને બીજા સ્થાને પહોંચી ગઈ. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી 7 મેચ રમી છે અને 6 જીત સાથે તેના 12 પોઈન્ટ છે. અત્યારે દક્ષિણ આફ્રિકાને ભારત અને અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત સામેની મેચ હારે છે અને અફઘાનિસ્તાન સામે જીતે છે તો તે 14 પોઈન્ટ સાથે સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે. 

2. ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયન ટીમ ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 6 મેચ રમી ચુકી છે અને ટીમે ચારમાં જીત મેળવી છે. ટીમ 8 પોઈન્ટ અને પ્લસ 0.970 નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમે હજુ બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયન ટીમ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચો આસાનીથી જીતી શકે છે અને તેમના માટે સેમીફાઈનલના દરવાજા ખુલી શકે છે. 

3. ન્યુઝીલેન્ડ 
ન્યૂઝીલેન્ડની ટીમે ODI વર્લ્ડ કપ 2023માં 7 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે. તે જ સમયે તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડે હજુ પાકિસ્તાન અને શ્રીલંકા સામે મેચ રમવાની છે. 

4. પાકિસ્તાન 
પાકિસ્તાનની ટીમે ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 7 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનના 6 પોઈન્ટ છે અને તે ટીમોમાં પાંચમા સ્થાને છે. પાકિસ્તાનની હજુ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચ બાકી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાની ટીમને આ બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે. આ સિવાય તેણે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.  

5. અફઘાનિસ્તાન 
અફઘાનિસ્તાનની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં 6 મેચ રમી છે જેમાંથી ત્રણમાં તેણે જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે અને તેનો નેટ રન રેટ માઈનસ 0.718 છે. અફઘાનિસ્તાને હજુ નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ