બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / India first statement regarding Iran airstrike on Pakistan considers it to be an action taken in self defence

Iran Air Strikes / ઈરાનની એરસ્ટ્રાઈક બાદ ભારતે જે નિવેદન આપ્યું, તેનાથી પાકિસ્તાનને જરૂર લાગશે ઝટકો

Megha

Last Updated: 12:58 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના પાકિસ્તાન હુમલા પર ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન દ્વારા સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વબચાવમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

  • ઈરાને પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. 
  • હવે આ મામલે ભારત તરફથી પણ નિવેદન સામે આવ્યું છે.
  • ઈરાન દ્વારા સેલ્ફ ડિફેન્સમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. 

ભારતના પડોશી પાકિસ્તાનનો એક નવો દુશ્મન ઊભો થયો છે. ઈરાને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને રિવોલ્યુશનરી ગાર્ડે બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. ઈરાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં જૈશ અલ-અદલ નામનું આતંકવાદી સંગઠન છે. આ આતંકવાદીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આશ્રય લીધો છે અને તેઓએ આ સંગઠનના સ્થાનો પર રોકેટ છોડ્યા છે. 

આ હુમલાને લઈને પાકિસ્તાન તરફથી પણ તીખી પ્રતિક્રિયા આવી હતી. પાકિસ્તાને કહ્યું કે આ હુમલાના "ગંભીર પરિણામ" આવી શકે છે. આ એર સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાન પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. જો કે આ હુમલો ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી આપી નથી. હવે આ મામલે ભારત તરફથી પણ નિવેદન આવ્યું છે.

ઈરાનના પાકિસ્તાન હુમલા પર ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન દ્વારા સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વબચાવમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'આ મામલો ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો છે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સેલ્ફ ડિફેન્સમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ.'

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો થયો હતો. ઈરાને હુમલાની જવાબદારી લેતા કહ્યું કે, અમે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણાઓને ઉડાવી દીધા છે. જે ઈરાન અને પાકિસ્તાનની સરહદ નજીકના વિસ્તારો પર આવેલા છે. ઈરાને આ પહેલા પણ પાકિસ્તાનને જૈશ અલ-અદલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ઘણી વખત ચેતવણી આપી હતી.  

વધુ વાંચો: Air Strikeનો બદલો: હવે ઇરાનના અનેક આતંકી ઠેકાણાંઓ પર પાકિસ્તાને હુમલો કર્યાનો દાવો

પાકિસ્તાને 17 જાન્યુઆરીની સવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ઈરાનના હુમલામાં 'બે માસૂમ બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે'. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે તેના એરસ્પેસના 'બિનજરૂરી ઉલ્લંઘન'ની સખત નિંદા કરે છે. જો કે ઘટના અંગે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું કે ઈરાને કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવ્યું નથી. અમે જૈશ અલ-અદલની જગ્યાઓ પર જ હુમલો કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ