બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Increase in water level of Sardar Sarovar Dam

હરખની 'હેલી' / ગુજરાતમાં મેઘો મહેરબાન, જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વધી જળસપાટી, સૌરાષ્ટ્રમાં પણ ડેમો ઓવરફ્લો થવાની સ્થિતિમાં

Khyati

Last Updated: 11:14 AM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચી છે. પરિણામે ઉનાળામાં જે ડેમના તળિયા નીચા ગયા હતા તે ડેમમાં પાણીની આવક થવા પામી છે

  • ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
  • સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવત
  • જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની આવક 

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.  ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ક્યા ડેમોમાં નવા નીરની આવક થઇ છે તે જાણીએ.

નર્મદા ડેમની વધી જળસપાટી 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદેન કારણે ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક થવા પામી છે. જેને કારણે ડેમની સપાટી 114.38 મીટરે પહોંચતા CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો 8 હજાર  409 ક્યુસેક નોંધાયો છે. 

ફોફળ ડેમ ઓવરફ્લ થવાની તૈયારીમાં

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે ફોફળ -1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.પરિણામે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા છે. તો આ તરફ જામકંડોરણા પંથકમાં સારા વરસાદથી ડેમમાં પાણીની આવક થવા પામી છે. દૂધીવદર, ઈશ્વરિયા, તરવડા, વેગડી ગામના લોકોને સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. 

કડાણા ડેમમાં પાણીની આવક વધી

તો આ તરફ મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધવા પામી છે. કડાણા ડેમમાં 6 હજાર 800 ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી એક ફૂટ જેટલો વધારો થયો છે. ડેમની જળસપાટી 380 ફૂટે પહોંચી છે. 5 હજાર 100 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 

સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં સતત મેઘ મહેર જોવા મળી રહી છે.  મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના નદી અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે... સૌરાષ્ટ્રના નાના મોટા 141 ડેમોમાં 7.2 MCFT પાણીનો વધારો થયો છે.જામકંડોરણના દૂધીવદર પાસે ફોફળ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે... ભાદર-1, ભાદર-2  અને છાપરવાડી સહિતના ડેમોમાં પાણીની આવક થઇ છે.ભાદર-2  ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ભાદર ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર ડેમની નીચે 37 ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના નાના ચેકડોમો ઓવરફ્લો થયા છે.સૌરાષ્ટ્રમાં હાલ 11 તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. 

 

મધુબનડેમ ઓવરફ્લો 

આ તરફ વલસાડમાં પણ મધુબન ડેમમાં ધરખમ પાણીની આવક થવા પામી છે.  મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક વધતા  દમણ ગંગા નદીમાં 21 હજાર 900 ક્યુસેક પાણી છોડાયું છે. પરિણામે દમણગંગા નદી તોફાની બની છે.

 વાપી નજીક દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો.જે પીવાનું પાણી પુરુ પાડે છે.  ડેમ અને નદીમાં પાણીની આવક વધતા લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ