બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / In Surat Baba Bageshwar Dhirendra Shastri s lunch came into controversy

સુરત / વિવાદ : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લંચ કરવાના પરિવાર દીઠ આયોજકોએ 50 હજાર વસૂલ્યા? મીડિયા સમક્ષ બોલતી બંધ

Kishor

Last Updated: 05:47 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર શાસ્ત્રીનો ટીજીબી હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે દરબાર યોજાયો હતો જેમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવાયા ઉપરાંત દર્શન-ભોજન માટે પરિવાર દીઠ આયોજકોએ 50 હજાર વસૂલાયાની ચર્ચા જાગતા લોકોમાં સવાલો ઉભા થયા છે.

  • બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનુ બપોરનુ ભોજન આવ્યુ વિવાદમાં
  • બાબા સાથે ભોજન કરવા પરિવાર દીઠ 50 હજાર વસૂલાયાની ચર્ચા
  • બાબાના ધનકુબેર ભક્તોએ ભોજન માટે ખર્ચ્યા 50 હજાર

સુરતમાં TGB હોટલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર ચાલી રહ્યો જે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. જેમાં બાબા બાગેશ્વર હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબાર લગાવ્યો હોવાની ચર્ચા જાગી છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસથી નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીજીબી હોટેલ જવા રવાના થયા હતા. જ્યાં ટીજીબી હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે દરબારનું  આયોજન કરાયું હતું. આ દરબાર દરમિયાન હોટલમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામા આવ્યો હતો. જોકે હોટેલમાં ચાલી રહેલા દરબારના વીડિયો સામે આવતા ચર્ચા જાગી છે. એટલું જ નહીં. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ બપોરનુ ભોજન પણ વિવાદમાં સપડાયું હતું અને બાબા સાથે ભોજન કરવા પરિવાર દીઠ આયોજકો દ્વારા 50 હજાર વસૂલાયાની રાવ ઉઠતા આ દરબાર વિવાદમાં સપડાયો હતો. 


MLA સંગીતા પાટીલ, સંદીપ દેસાઇ આયોજન સમિતિમાં
બાબાના ધનકુબેર ભક્તોએ ભોજન માટે  50 હજાર ખર્ચ્યા હોવાનો મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે. વધુમાં એ પણ ફણગો ફૂટ્યો છે કે બપોરના ભોજન આયોજનમાં ધીરેન્દ્ર શાસ્ત્રી 4 કલાક મોડા આવ્યા હતા. નોંધનીય છે કે MLA સંગીતા પાટીલ, સંદીપ દેસાઇ સહિતના આયોજન સમિતિમાં જોડાયેલા છે. તો મીડિયાને આ બાબતે દૂર રાખવાનું કારણ શું તે માત્ર આયોજક સમિતિના ભાજપના પદાધિકારીઓ જ જાણતા હશે તેવો ઘાટ સર્જાયો છે.

 

VTV Gujarati News and Beyond on Twitter: "ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના  પ્રવાસે: આવતીકાલે અંબાજી દર્શન કરવા જશે બાગેશ્વર સરકાર, અંબાજીમાં પૂજા  આરતીનું આયોજન ...

ધીરેન્દ્ર શાસ્ત્રીનુ બપોરનુ ભોજન ચર્ચામાં

મહત્વનું છે કે બાગેશ્વર ધામના ગુજરાતના દિવ્ય દરબારનો આજે બીજો દિવસ છે અને ફરી સાંજે પણ દિવ્ય દરબાર યોજાશે. તેઓને સુરતના ગોપીન ફાર્મ હાઉસ ખાતે અદભૂત અને અફલાતુન રોકાણ વ્યવસ્થા કરાઈ છે. આજે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના મંદિરોની મુલાકાત લઈ શકે છે આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા ભાવિ ભક્તો સુરત ખાતે પહોંચી રહ્યા છે.


આવતીકાલે અંબાજી જશે ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસે અંગે ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકનું નિવેદન સામે આવ્યું છે. પ્રવિણ કોટકે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે અંબાજી દર્શન કરવા માટે જશે. તેઓ આવતીકાલે હેલિકોપ્ટરમાં અંબાજી જશે. અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ બપોરે 1 વાગ્યે ઈસ્કોન અંબેવેલી અંબાજીમાં વિશ્રામ કરશે. આંબેવેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ