બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / In Odisha, the number of injured in the train accident is very high, as the number of ambulances is less, a large number of buses have been deployed

કોરોમંડલ ટ્રેન દુર્ઘટના / કેન્દ્ર સરકારે મૃતકના નજીકના પરિવારજનોને 10 લાખ, ઘાયલોને 2 લાખની સહાયની જાહેરાત કરી, PM મોદીએ કહ્યું દુખી છું

Pravin Joshi

Last Updated: 11:03 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ ઘટનામાં 50 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો શિકાર બની
  • આ ઘટનામાં 50 લોકોના મોત, 350થી વધારે ઈજાગ્રસ્ત
  • એમ્બ્યુલન્સ ઓછી પડતા બસો મુકવામાં આવી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ ઘટનામાં 50 લોકોના મોત થયા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું છે કે લગભગ 50 એમ્બ્યુલન્સને માહિતી આપી છે પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના આંકડા સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 50 લોકોના મોત થયા છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

એમકે સ્ટાલિને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી 

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે તમિલનાડુના પરિવહન મંત્રી શિવશંકરના નેતૃત્વમાં વરિષ્ઠ IAS અધિકારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે જશે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક SRC કંટ્રોલ રૂમની મુલાકાત લેશે

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિ કૃષ્ણ દ્વિવેદીએ કહ્યું, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના વિશે અમને માહિતી મળતાની સાથે જ અમે રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો. અમે અમારો કંટ્રોલ રૂમ પણ સક્રિય કર્યો છે. અમે ઓડિશા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. બંગાળની એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ બાલાસોર જવા રવાના થઈ ગઈ છે. વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. SRCએ ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો છે: 0678 2262286

  • ઇમરજન્સી કંટ્રોલ રૂમ: 6782262286
  • હાવડા: 033-26382217
  • ખડગપુર: 8972073925, 9332392339
  • બાલાસોર: 8249591559, 7978418322
  • કોલકાતા શાલીમાર: 9903370746
  • રેલમદદ: 044- 2535 4771
  • ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે: 044- 25330952, 044-25330953 અને 044-25354771

મળતી માહિતી મુજબ દુર્ઘટના સ્થળે બચાવ તેમજ રાહત કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બાલાસોર કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા માટે જાણ કરવામાં આવી છે અને જો રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય, તો એસઆરસીને પણ જાણ કરવામાં આવી છે.

બંને ટ્રેનો એક જ પાટા પર આવી જતા આ દુર્ઘટનાં સર્જાઈ હોવાની આશંકા

હાલમાં આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આશંકા છે કે ઘણા લોકો માર્યા ગયા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેનો એક જ લાઈનમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી.

પશ્ચિમ બંગાળથી એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ રવાના થઈ 

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિ કૃષ્ણ દ્વિવેદીએ કહ્યું, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના વિશે અમને માહિતી મળતાની સાથે જ અમે રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો. અમે અમારો કંટ્રોલ રૂમ પણ સક્રિય કર્યો છે. અમે ઓડિશા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. બંગાળની એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ બાલાસોર જવા રવાના થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ