બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / In last one week, four retired IAS officers of Gujarat have died of COVID-19

મહામારી / છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના 4 પૂર્વ IAS અધિકારીઓના કોરોનાથી નિધન

Hiralal

Last Updated: 10:04 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાને કારણે ગુજરાતના ચાર નિવૃત આઈએએસ અધિકારીઓના મોત થયા છે.

  • સંજય ગુપ્તા, સવર્ણકાંતા વર્મા, એલ માનસિંહ,સંજીવી સુંદરનું કોરોનાથી નિધન
  • સંજય ગુપ્તાનું લખનઉમાં નિધન થયું
  • સવર્ણકાંતા વર્માનું અમદાવાદમાં થયું નિધન 
  • દિલ્હીમાં નિવૃત આઈએએસ અધિકારી એલ માનસિંહનું પણ અવસાન થયું 

1985 ની બેચના આઈએએસ સંજય ગુપ્તાનું લખનઉમાં કોરોનાને કારણે નિધન થયું
ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાનું લખનઉમાં નિધન થયું છે. લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. સંજય ગુપ્તા ફેફસાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. સંજય ગુપ્તાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંજય ગુપ્તા 1985 બેંચના આઇએએસ અધિકારી હતા.

કોરોનાને લીધે અમદાવાદમાં સવર્ણકાંતા વર્માએ પણ જીવ ગુમાવ્યો

નિવૃત આઈએસ અધિકારી સવર્ણકાંતા વર્માનું પણ કોરોનાને કારણે અમદાવાદમાં નિધન થયું હતું. તેમણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સેવાઓ આપી હતી તેઓ 22 એપ્રિલે કોરોના સંક્રમિત થયા હતા. 

દિલ્હીમાં નિવૃત આઈએએસ અધિકારી એલ માનસિંહનું પણ અવસાન થયું 
ગુજરાતના વધુ એક નિવૃત આઈએએસ અધિકારી એલ માનસિંહનું પણ કોરોનાને લીધે નવી દિલ્હીની હોસ્પિટલમાં મોત થયું હતું.

નિવૃત આઈએએસ અધિકારી સંજીવી સુંદરનું પણ દિલ્હીમાં નિધન થયું. 
સંજીવી સુંદર 1963 ની બેચના નિવૃત આઈએએસ અધિકારી હતી તેમણે ફેલો એટ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યુટ ખાતે ફરજ બજાવી હતી. તેમની પુત્રી નંદીની સુંદરે ટ્વિટ કરીને જાણકારી આપી કે મારા પિતાનું કોરોનાને કારણે અવસાન થયું છે. 82 વર્ષીય સુંદર તેમની પાછળ પત્ની પુષ્પા તથા પુત્રીઓ અર્પણા અને નંદીનીને વિલાપ કરતા છોડી ગયા છે.તેઓ 1963 ની સાલમાં સિવિલ સર્વિસીસમાં જોડાયા હતા અને 1997 માં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીમંથી સેક્રેટરી તરીકે નિવૃત થયા હતા. પોતાની 34 વર્ષની સેવા દરમિયાન તેમણે ગુજરાતના જિલ્લા તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું હતું .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ