બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad the incomplete road work in Panchmahal people protested against the wrongdoing

રોષ / અમદાવાદમાં અધૂરા રોડના કામ તો પંચમહાલ પંથકમાં ગેરરીતિની રાવ સાથે લોકો વિફર્યા, પછી થઈ જોયા જેવી

Kishor

Last Updated: 07:50 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દિવાળી પહેલા શરૂ થયેલી રોડની કામગીરી હજુ પણ અધૂરી રહેતા લોકો રોષે ભરાયા છે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં રોડના કામમાં ગેરરીતિની રાવ ઉઠી છે.

  • અમદાવાદમાં અધૂરા રોડના કામથી લોકો પરેશાન
  • પંચમહાલના બોરું ગામમાં ગ્રામજનોનો હલ્લાબોલ 
  • ડામર રોડના કામમાં ગેરરીતિ થતી હોવાની રાવ સાથે ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું 

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દિવાળી પહેલા શરૂ કરાયેલી માર્ગની કામગીરી હજુ પણ પૂર્ણ કરવામાં ન આવતા સ્થાનિકોને હાડમારીનો કોઈ પાર નથી. અનિલ સ્ટાર્ચ મિલ પાસે બનાવવામાં આવી રહેલા રસ્તાનું કામ છેલ્લા 20 દિવસથી બંધ પડ્યુ હોવાથી સ્થાનિકોનો રોષ વ્યકત કરી રહ્યા છે.


દિવાળી પહેલા શરૂ કરેલી કામગીરી હજુ પણ અધૂરી

અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા વાઈટ ટેપિંગ પદ્ધતિથી રોડ બનાવવાની કામગીરી દિવાળી પહેલા હાથ ધરાવમાં આવી હતી. શહેરમાં કોર્પોરેશન દ્વારા દિવાળી પહેલા શરૂ કરેલી કામગીરી હજુ પણ પુરી કરવામાં આવી નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસે દિવાળી સમયે રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જે હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. જેમાં અત્યાર સુધી માત્ર 800 મીટર જેટલો રોડ બનાવીને બાકી કામ છેલ્લા 20 દિવસથી બંધ હાલતમાં છે.પૂર્વ વિસ્તારના લોકોને કાલુપુર અને સિટીમાં આવવા માટે આ મુખ્ય રસ્તો છે જે છેલ્લા 2 મહિનાથી કેલાતું કામ પૂર્ણ ના થતા આ રોડ પરથી લોકો અવરજવર કરવા માટે મજબુર બન્યા છે. બીજી બાજુ કામની ગુણવત્તા બાબતે પણ કોઈ ચકાસણી કરવામાં ન આવતી હોવાની સ્થાનિકોએ રાવ ઉઠાવી છે.


પંચમહાલમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એ એકત્રિત થઈ રસ્તો રોકી કામ બંધ કરાવ્યું

બીજી બાજુ કાલોલ તાલુકાના બાકરોલ ગામથી બોરુ ગામ તરફ જવાના રસ્તાના કામમાં ગેરરીતિની રાવ ઉઠી છે.કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતના લોકોએ આક્ષેપ કર્યા હતા.આ રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવતા ગ્રામજનો વિફર્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી. જેને લઈને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.આ દરમિયાન સ્થાનિકોની માંગ હતી કે રોડ પર સરકારના ધારા ધોરણ મુજબ જે કામ થતું હોય તે કરવા માટે ગ્રામજનોએ બંધ કરાવ્યો હતો એક કરોડ ઉપરાંતની રકમનો રોડ મંજૂર થયો હતો પરંતુ ગેરરીતિ આચરવામાં આવતા રોડ હાથથી ઉખડી જાય તેવો થયો હતો. જેને લઈને લોકોએ રોષ ઠાલવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ