બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Important news about Yogi Divine Society of Sokhada Haridham

સંપ્રદાય / હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસ બાદ યોગી ડિવાઈન સોસાયટીનું સંચાલન આ 5 સંતોને સોંપાયું

Shyam

Last Updated: 06:12 PM, 1 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસ બાદ યોગી ડિવાઈન સોસાયટીનું સંચાલન 5 સંતો દ્વારા કરાશે, પ્રેમ સ્વામી, પ્રમોદ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સુકાન સંભાળશે

  • 5 સ્વામીનું સંભાળશે સુકાન 
  • યોગી ડિવાઇન સોસાયટીનું સુકાન સંભાળશે
  • તમામ સંતોની સંમતિથી થઇ જાહેરાત

વડોદરા સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસ થયા બાદ યોગી ડિવાઇન સોસાયટીને લઇને મહત્વની જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં 5 સંતો યોગી ડિવાઇન સોસાયટીનું સુકાન સંભાળશે. પ્રેમ સ્વામી, પ્રમોદ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સુકાન સંભાળશે. આ સંતોમાં પ્રેમ સ્વરૂપ, પ્રબોધજીવન સ્વામી સંસ્થાનું સુકાન સંભાળશે. આ સમગ્ર વિષયની જાહેરાત સંત ભગવંત સાહેબજી દ્વારા કરાઈ હતી. અને તમામ સંતોની સંમતિથી જાહેરાત કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. 

સોખડા મંદિરને લઇને મહત્વની જાહેરાત

  • 5 સ્વામી યોગી ડિવાઇન સોસાયટીનું સુકાન સંભાળશે
  • પ્રેમ સ્વામી, પ્રમોદ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સુકાન સંભાળશે
  • પ્રેમ સ્વરૂપ, પ્રબોધજીવન સ્વામી સંસ્થાનું સુકાન સંભાળશે
  • ભગવંત સાહેબજીએ કરી જાહેરાત
  • તમામ સંતોની સંમતિથી કરી જાહેરાત

સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. આ સમયે સંતો અને ભક્તો રડી પડ્યા હતા. આ પહેલા પાલખી યાત્રા હાલ લીમડા વન ખાતે પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા.

વડોદરાના સોખડા હરિધામના સંત હરિપ્રસાદ સ્વામીની અંતિમવિધિની લીમડા વન ખાતે કરાઈ. અંતિમવિધિના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુ. નીતિન પટેલ, શિક્ષણમંત્રી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. સ્વામીજીની અંતિમવિધિમાં લાખો ભક્તો પણ આંખમાં ભીનાશ સાથે દર્શન કરતા દેખાયા હતા. સમગ્ર અંતિમવિધિ વેદિક મંત્રોત્ચાર સાથે કરાશે. યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તની વિધિ પ્રમાણે નિયમોનું પાલન કરાશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હરિપ્રસાદ સ્વામીએ હંમેશા ગુજરાતની ચિંતા કરી છે. હું ગુજરાતની સાડા છ કરોડ લોકો તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાતનું યુવાધન નોધારું બન્યું છે. યુવાનોના આદર્શ એવા હરિપ્રસાદ સ્વામી આપણી વચ્ચે નથી. પણ તેમની શીખ યુવાનો માટે પ્રેરણા બનશે. 

27 જુલાઈએ અક્ષરવાસી થયાં હરિપ્રસાદ સ્વામી

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 27 જુલાઈને સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થયાં હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

લાખો લોકોએ સ્વામીજીના નશ્વર દેહના કર્યા અંતિમ દર્શન 

હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન દેશ-વિદેશના અનેક ભક્તો અને રાજકીય-સામાજીક આગેવાનોએ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. 

છેલ્લા કેટલાક સમયથી હતા નાદુરસ્ત

હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. 

1934માં સ્વામીજીનો થયો હતો જન્મ 

આપને જણાવી દઇએ કે, સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ