બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Ileana D'Cruz Baby Photo Ileana gave birth to a son, shared the photo and named it unique

બધાઈ હો! / Ileana Dcruz એ દીકરાને આપ્યો જન્મ, ફોટો શેર કરીને રાખ્યું યુનિક નામ, હજુ સુધી પિતા વિશે નથી કર્યો ખુલાસો

Megha

Last Updated: 09:13 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ileana D'Cruz Baby Photo: ઇલિયાના ડીક્રુઝ 1 ઓગસ્ટના રોજ માતા બની હતી. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. 4 દિવસ પછી  દીકરાની ઝલક બતાવી એક તસવીર શેર કરીને આ વિશે માહિતી આપી.

  • ઇલિયાના ડીક્રુઝની પ્રેગ્નેન્સીએ બધાનું ધ્યાન ખેંચ્યું  હતું 
  • ઇલિયાના ડીક્રુઝ 1 ઓગસ્ટના રોજ માતા બની
  • દીકરાની ઝલક બતાવતા એક તસવીર શેર કરી 

Ileana D'Cruz Baby Photo: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝના કામ કરતાં પણ વધુ તેની પ્રેગ્નેન્સીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેણે આ બાળકના પિતા વિશે જણાવ્યું ન હતું પણ માતા બન્યા બાદ તેને તેના પુત્રનો ફોટો અને નામ ચોક્કસપણે ફેન્સ સાથે શેર કર્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં તેનો નાનો રાજકુમાર શાંતિપૂર્ણ ઊંઘ લેતો જોવા મળે છે. 

ઇલિયાના ડીક્રુઝ 1 ઓગસ્ટના રોજ માતા બની
આ પહેલા પણ તેને દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી હતી. હવે તેણી એ તેના પુત્રનો ચહેરો જાહેર કર્યો છે, જે સામાન્ય રીતે સ્ટાર્સ છુપાવે છે.  ઇલિયાના ડીક્રુઝ 1 ઓગસ્ટના રોજ માતા બની હતી. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. 4 દિવસ પછી એટલે કે 5 ઓગસ્ટની રાત્રે તેને વિશ્વને તેના દીકરાની ઝલક બતાવી પરંતુ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટાઇલમાં. પુત્રના નામની સાથે તેને જન્મતારીખ પણ જણાવી. પોસ્ટ સાથે આ સાથે ઇલિયાના એ એક સુંદર કેપ્શન પણ લખ્યું, જેમાં તેણે પોતાની લાગણી વ્યક્ત કરી.

ઇલિયાનાએ તેના પુત્રની ઝલક બતાવી
ઇલિયાના ડીક્રુઝના દીકરાનું નામ છે કોઆ ફોનિક્સ ડોલન(Koa Phoenix Dolan) નામ આપ્યું છે. કેપ્શનમાં લખ્યું હતું કે, 'અમારા પુત્રને આ દુનિયામાં લાવીને અમે કેટલા ખુશ છીએ તે કોઈ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. દિલ ભરાઈ ગયું. ' આ પછી લોકો અભિનેત્રીને અભિનંદન આપવા લાગ્યા. આથિયા શેટ્ટી, ડબ્બુ રત્નાની, કરણવીર શર્મા, હુમા કુરેશી, નરગીસ ફખરી, સોફી ચૌધરી, આસ્થા શર્મા વગેરેએ અભિનેત્રી અને પુત્ર બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી. 

ઇલિયાના ડીક્રુઝનો મિસ્ટ્રી મેન
ઇલિયન ડીક્રુઝે 18 એપ્રિલ 2023ના રોજ પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. તેણે એક પોસ્ટ દ્વારા બધાને ચોંકાવી દીધા હતા. જો કે તે બાળકનો પિતા કોણ છે તેનો ખુલાસો થયો નથી. પરંતુ જ્યારે તે જુલાઈમાં બેબીમૂન પર ગઈ ત્યારે તેણે ચોક્કસપણે એક ફોટો શેર કર્યો હતો. જો કે તસવીર બ્લર એટલે કે ધૂંધળી હતી. જો કે તે સ્પષ્ટ હતું કે તેણી અન્ય કોઈ નહીં પણ તેના જીવનસાથી સાથે હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ