બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 'I don't like you, I don't want to have anything to do with you', the wife filed a complaint against her husband and in-laws

ફરિયાદ / 'તું મને ગમતી નથી, મારે તારી સાથે કોઈ સબંધ રાખવો નથી', કહી મારઝૂડ કરી, પરિણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Vishal Khamar

Last Updated: 04:42 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી વિસ્તારમાં તું મને ગમતી નથી. મારે તારી સાથે કોઈ સબંધ રાખવો નથી. તું ઘરમાંથી નીકળી જા. નહિતર તારા કટકા પણ મળશે નહીં તેમ કહીને પરિણીતાને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • પરણીતાએ પતિ તેમજ સાસરિયાં વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
  • મારા દીકરા પર મેલી વિદ્યા કરી તેમ કહી સાસરીયાઓ પરણીતાને ત્રાસ આપતા
  • પિયર રહેવા ગયા બાદ સીમરનનો ફોન તેના પતિએ બ્લોક કરી દીધો

 સાબરમતી વિસ્તારમાં રહેતી સીમરન (નામ બદલ્યું છે)એ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે. વર્ષ ૨૦૧૩માં સીમરનનાં લગ્ન થયાં હતાં.પરંતુ પતિ સાથે મનમેળ ન બેસતાં તેણે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ સીમરને બીજાં લગ્ન શૈલેશ શ્રીગોડ સાથે કર્યાં હતાં.
સીમરન લગ્ન બાદ સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. સીમરનને લગ્ન બાદ થોડા દિવસ સુધી સાસરિયાંએ સારી રીતે રાખી હતી.ત્યારબાદ સીમરન પિયરમાં થોડા દિવસ રહેવા ગઈ હતી.
પિયર રહેવા ગયા બાદ સીમરનનો ફોન તેના પતિએ બ્લોક કરી દીધો
જે બાદ તેના પતિએ સીમરનનો ફોન બ્લોક કરી દીધો હતો. સીમરન સાથે વાતચીત પણ બંધ કરી દીધી હતી. સીમરને નણંદ અને સાસુને પતિ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે તેને ઓફિસનું ટેન્શન હશે. જેથી તારી સાથે વાત નહીં કરતો હોય. સીમરનનો બર્થ ડે હતો તેમ છતાં પતિએ વાતચીત કરી ન હતી. બીજા દિવસે સીમરને તેની સાસુને ફોન કરીને આ અંગે વાત કરી તો તેમણે તેને કહ્યું હતું કે મારા દીકરા પર કોઈએ મેલી વિદ્યા કરી છે અને ઘરમાં પણ અમારી સાથે વાતચીત કરતો નથી. તું ચિંતા ન કરીશ અમે તેની વિધિ કરાવીએ છીએ. તું પાછી આવી જા થોડા દિવસમાં બધું સારું થઇ જશે. જોકે પતિ સીમરન સાથે વાત પણ કરતો ન હતો.
પતિએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો
એક દિવસે સીમરને તેના પતિને પૂછ્યું કે કેમ તમે મારી સાથે આવું વર્તન કરો છો અને મારો શો વાંક છે. જેથી તેનો પતિ  ઉશ્કેરાઈ ગયો હતો. પતિએ સીમરનને કહ્યું હતું કે તું મને ગમતી નથી. મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. મારા ઘરવાળાએ તારી સાથે જબરદસ્તીથી પુન: લગ્ન કરાવ્યાં છે. તું તારા બાપને ઘરે જતી રહે, કહી તેને માર માર્યો હતો. પતિએ સીમરનને કહ્યું હતું કે તું ઘરમાંથી નીકળી જા નહીંતર તારા ભાઈ અને તારી માને તારો એક કટકો પણ હાથમાં નહીં આવે. આમ કહેતાં સીમરન ખૂબ ડરી ગઈ હતી. સાસુએ સીમરનને થોડા દિવસ પિયરમાં મોકલી દીધી હતી.
સાસુ અને નણંદે તેને મારી નાખવાની ધમકી આપી
સાસરેથી સીમરનને પિયરિયાં ઘરે લઇ ગયાં હતાં. ત્યારે પતિની બેગમાંથી પરસ્ત્રીનો ફોટો મળ્યો હતો. સીમરને તેનાં સાસુ અને નણંદને આ અંગે વાત કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયાં હતાં. સાસુ અને નણંદે તેને મારી નાખવાની ધમકી આપી હતી. આથી સીમરને પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ